તમારે કોને વફાદાર રહેવું જોઈએ?
તમારે કોને વફાદાર રહેવું જોઈએ?
“આપણો દેશ, . . . ભલે એ ગમે તેવો હોય, આપણે એને હંમેશાં વળગી રહીએ.”—સ્ટીવન ડિકાતુર, અમેરિકાના નૌકાસૈન્યના અધિકારી, ૧૭૭૯-૧૮૨૦.
ઘણા લોકો દેશભક્તિ કરીને પોતે વફાદારી બતાવે છે એમ માને છે. બીજાઓ સ્ટીવન ડિકાતુરના શબ્દોને બદલાવીને કહે છે કે, ‘મારો ધર્મ ભલે ગમે એવો હોય, એ મારો જ ધર્મ છે.’
હકીકતમાં, આપણે જ્યાં જન્મ્યા છીએ, એ દેશ અથવા ધર્મને વફાદારીથી વળગી રહેવું જોઈએ એમ માનીએ છીએ. પરંતુ આપણે વગર-વિચાર્યે ગમે તેને વફાદાર રહેવું ન જોઈએ. આપણા દેશ કે પોતાના ધર્મને પૂરેપૂરા વફાદાર રહેવું જોઈએ કે નહિ, એવો પ્રશ્ન પૂછવો પણ ઘણી વખત હિંમત માંગી લે છે.
મારે કોને વફાદાર રહેવું?
ઝાંબિયામાં ઊછરેલી ભવાની કહે છે: “હું નાનપણથી જ ખૂબ ધાર્મિક હતી. અમારા ઘરમાં એક નાનકડા મંદિરમાં જઈને હું રોજ પૂજા કરતી. તેમ જ હું બધા તહેવારો ઊજવતી અને હંમેશાં મંદિરે જતી. મારું કુટુંબ અને અમારો સમાજ પણ ચુસ્તપણે ધર્મને વળગી રહેતો, તેમ જ અમારા રીતિ-રિવાજોના મૂળ પણ ધર્મમાં સમાયેલા હતા.”
તે યુવાન થઈ ત્યારે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. પછી થોડા જ સમયમાં તેણે પોતાનો ધર્મ બદલ્યો. શું તેણે પોતાના ધર્મ સાથે દગો કર્યો?
ઝલાટકો બોસ્નિયામાં ઉછર્યો હતો. થોડા સમય માટે તે એક જૂથમાં જોડાઈને પોતાના દેશ માટે બીજા જૂથો સામે લડતો હતો. તેણે પણ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. હવે તે કોઈની સામે લડવા માગતો નથી. શું તેણે દેશ સાથે ગદ્દારી કરી?
ઉપરના પ્રશ્નોના તમે કેવા જવાબો આપશો એ તમે શું માનો છો એના પર આધારિત હશે. ભવાની કહે છે: “અમારા સમાજમાં ધર્મ બદલવો એ પાપ હતું; એમ કરવું એ સમાજ અને કુટુંબ સાથે વિશ્વાસઘાત કરવા બરાબર હતું.” એ જ રીતે, ઝલાટકોના પહેલાના સાથી સૈનિકો એમ માનતા હતા કે જેઓ પોતાના દેશ માટે લડવાનો નકાર કરે છે તેઓ ગદ્દાર છે. પરંતુ ભવાની અને ઝલાટકો એમ માને છે કે ધર્મ બદલીને તેઓ ખુદ પરમેશ્વરને વફાદાર રહે છે. એ તેઓના જીવનમાં સૌથી મોટી બાબત છે. જેઓ પરમેશ્વરને વફાદાર રહેવા માગે છે તેઓ વિષે, ખુદ પરમેશ્વરને કેવું લાગે છે એ જાણવું પણ ખૂબ મહત્ત્વનું છે.
ખરી વફાદારી પ્રેમથી ઊભરાય છે
રાજા દાઊદે યહોવાહ પરમેશ્વરને કહ્યું: “દયાળુ પ્રત્યે તમે દયાળુ છો.” (૨ શમૂએલ ૨૨:૨૬, IBSI) મૂળ હેબ્રી ભાષામાં ‘વફાદારી’ અને “દયાળુ” એકબીજા સાથે જોડાયેલા છે. આ વફાદારી જે પ્રેમથી ઊભરાય છે, એ ગમે તે સંજોગોમાં વ્યક્તિને મદદ કર્યા વગર છોડશે નહિ. જેમ એક મા પોતાના બાળકને પ્યારથી વળગી રહે છે તેમ, યહોવાહ તેમના વફાદાર સેવકોને પ્યારથી વળગી રહે છે. યહોવાહે પ્રાચીન ઈસ્રાએલમાં તેમના વફાદાર સેવકોને કહ્યું: “શું, સ્ત્રી પોતાના પેટના દીકરા પર દયા ન કરે, એવી રીતે કે તે પોતાના ધાવણા બાળકને વિસરી જાય? હા, કદાચ તેઓ વિસરે, પરંતુ હું તને વિસરીશ નહિ.” (યશાયાહ ૪૯:૧૫) જેઓ ફક્ત યહોવાહને વફાદાર રહેવા માગે છે તેઓ ખાતરી રાખી શકે, કે યહોવાહ તેઓ પર દયા અને પ્રેમ બતાવીને બધી રીતે સંભાળ રાખશે.
ઊંડા પ્રેમથી ઊભરાઈને આપણે યહોવાહને વફાદાર રહીએ છીએ. તે આપણને યહોવાહ જેવા બનવા પ્રેરે છે; એટલે કે યહોવાહ જે બાબતોને ચાહે છે તેને આપણે ચાહીએ અને તે જેને ધિક્કારે છે તેને આપણે પણ ધિક્કારીએ. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) યહોવાહ પ્રેમના સાગર હોવાથી, તેમને વફાદાર રહીને આપણે બીજાઓને દુઃખ કે ઠેસ પહોંચાડીશું નહિ. (૧ યોહાન ૪:૮) તો પછી, પરમેશ્વરને વફાદાર રહેવા કોઈ વ્યક્તિ પોતાનો ધર્મ બદલે, એનો એ અર્થ થતો નથી કે તે તેના કુટુંબને ચાહતો નથી.
પરમેશ્વરને વફાદાર રહેવાના આશીર્વાદો
ભવાનીએ શા માટે આ પગલાં લીધા એને સમજાવતા તે કહે છે: “બાઇબલનો અભ્યાસ કરવાથી મને ખબર પડી કે યહોવાહ એકલા જ સાચા પરમેશ્વર છે. એનાથી હું તેમને સારી રીતે ઓળખી શકી. હું પહેલાં પૂજા કરતી હતી એવા દેવતાઓથી યહોવાહ તદ્દન અલગ છે; તે પ્રેમ, ન્યાય, ડહાપણ અને શક્તિ જેવા ગુણોને સૌથી સારી રીતે બતાવે છે. યહોવાહ અનન્ય ભક્તિ માગી લેતા હોવાથી, હું બીજા દેવોની ભક્તિ કરી જ ન શકું.
“મારા મા-બાપ મને વારંવાર ટોકતા, કે મેં તો કુટુંબનું નામ બદનામ કર્યું છે. આ સાંભળીને મને બહુ જ ખોટું લાગી આવતું કારણ કે મને તેઓનો ટેકો જોઈતો હતો. એ જ સમયે, હું બાઇબલમાંથી વધુને વધુ સત્ય શીખવા લાગી, તેમ જોઈ શકી કે મેં જે નિર્ણય લીધો હતો એ સાચો હતો. આ બધુ જાણીને હું કઈ રીતે યહોવાહને છોડી શકું?
“ધાર્મિક રીતિ-રિવાજોને પાળવાનું છોડી દઈને મેં યહોવાહને વફાદાર રહેવાની પસંદગી કરી, એનો અર્થ એ થતો નથી કે હું મારા કુટુંબને વફાદાર નથી. હું મારા વર્તનથી તેઓને બતાવું છું કે હું તેઓના દુઃખને સમજી શકું છું. પરંતુ જો હું યહોવાહને છોડી દઉં તો, એ તો ખરી બેવફાઈ કહેવાશે. પછી મારું કુટુંબ કઈ રીતે યહોવાહ વિષે સત્ય જાણી શકશે?”
એવી જ રીતે જો કોઈ વ્યક્તિ પરમેશ્વરને વફાદાર રહેવામાં, કોઈ લડાઈમાં કે પૉલિટિક્સમાં ભાગ ન લે તો, એનો એ મતલબ
થતો નથી કે તે દગાબાજ છે. ઝલાટકોએ શા માટે આ પગલાં લીધા એ સમજાવતા તે કહે છે: “મારો ઉછેર એક નામ પૂરતા, ખ્રિસ્તી કુટુંબમાં થયો હતો. પણ મેં જુદો ધર્મ પાળતી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. તેથી, દેશમાં લડાઈ ફાટી નીકળી ત્યારે હું મુંઝાઈ ગયો કે કોના માટે લડું. એક બાજુ મારી પત્ની અને બીજી બાજું મારું કુટુંબ મને તેઓના પક્ષે લડવા દબાણ કરતા હતા. પછી મેં સાડા ત્રણ વર્ષ સુધી લડાઈમાં ભાગ લીધો. છેવટે હું અને મારી પત્ની ક્રોએશીયા નાસી ગયા, જ્યાં અમે યહોવાહના સાક્ષીઓને મળ્યા.”“અમારા બાઇબલના અભ્યાસથી, અમે શીખ્યા કે ફક્ત યહોવાહને જ વફાદાર રહેવું જોઈએ. યહોવાહ ઇચ્છે છે કે આપણે બધા લોકોને પ્રેમ કરવો જોઈએ, પછી ભલે તેઓ ગમે તે જાતિ કે ધર્મના હોય. હવે હું અને મારી પત્ની બન્ને ફક્ત યહોવાહની જ સેવા કરીએ છીએ. અમે એ પણ શીખ્યા કે બીજા લોકો સાથે લડીને આપણે યહોવાહને વફાદાર રહી શકતા નથી.”
વફાદારી—ખરા જ્ઞાન પર આધારિત
યહોવાહ આપણા સર્જનહાર હોવાથી, તે બધાથી ઉપર આપણી વફાદારી માગી શકે છે. (પ્રકટીકરણ ૪:૧૧) પરંતુ આપણે પરમેશ્વરને આંધળી વફાદારી બતાવવી જોઈએ નહિ, કારણ કે એવું ઝનૂન આપણને નુકસાન પહોંચાડી શકે. આપણી વફાદારી ખરા જ્ઞાન પર આધારીત હોવી જોઈએ. બાઇબલ આપણને સલાહ આપે છે: ‘તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ અને નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે સત્યની પવિત્રતામાં કે વફાદારીમાં સરજાએલું છે તે પહેરી લો.’ (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (એફેસી ૪:૨૩, ૨૪) પરમેશ્વરથી પ્રેરિત થઈને આ વચનો એક પ્રખ્યાત માણસે લખ્યા હતા. તે મોટા થયા ત્યાં સુધી કોને વફાદારી બતાવતા હતા? શા માટે તેમણે એ પ્રશ્ન ઊભો કર્યો કે આપણે કોને વફાદાર રહેવું જોઈએ? ખરી વફાદારી વિષે શીખીને, તેમણે જીવનમાં કેવા ફેરફારો કર્યા?
એ પ્રખ્યાત માણસ શાઊલ હતા. તેમણે કોને વફાદાર રહેવું જોઈએ એ વિષે ભારે નિર્ણય લેવો પડ્યો. આજે પણ ઘણા એવો ભારે નિર્ણય લે છે. શાઊલ ધર્મચુસ્ત કુટુંબમાં ઊછર્યા હતા અને તે પોતાના ધર્મને પૂરી વફાદારીથી વળગી રહેતા હતા. તે એટલા તો ધર્મઝનૂની હતા કે જેઓ તેમની માન્યતાને સ્વીકારતા નહિ, તેઓની તે ક્રૂર સતાવણી કરતા. શાઊલ ખ્રિસ્તીઓને હેરાન કરવા માટે પ્રખ્યાત હતા. તે ખ્રિસ્તીઓને તેઓના ઘરમાંથી બહાર ઘસડી લાવીને મારપીટ કરતા. અરે, અમુક જણને તો તેઓ મરી જાય ત્યાં સુધી મારવામાં આવતા.—પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૩-૫; ફિલિપી ૩:૪-૬.
પરંતુ શાઊલે બાઇબલમાંથી સાચું જ્ઞાન લીધું ત્યારે, તેમણે એવાં પગલાં ભર્યા કે જેની તેમના મિત્રો કલ્પના પણ કરી શકતા ન હતા. તેમણે પોતાનો ધર્મ બદલ્યો હતો. પછી પ્રેષિત પાઊલ તરીકે જાણીતા થયેલા શાઊલે, સમાજ કે રીતિ-રિવાજોને વફાદાર રહેવાને બદલે, પરમેશ્વરને વફાદાર રહેવાનું પસંદ કર્યું. શાઊલ પહેલાં ધર્મ ઝનૂની અને ખ્રિસ્તીઓની મારપીટ કરનાર હતા. પરંતુ પરમેશ્વર વિષે ખરું જ્ઞાન લઈને પાઊલ તેમના વફાદાર સેવક બન્યા. આ વફાદારીથી તે એક સારા, પ્રેમાળ અને સહનશીલ માણસ બન્યા.
પરમેશ્વરને વફાદાર રહો
પરમેશ્વરના ધોરણોને વળગી રહેવાથી, આપણું જીવન ખરેખર સુખી થાય છે. દાખલા તરીકે, ઑસ્ટ્રેલિયામાં એક
સંસ્થા કુટુંબો પર અભ્યાસ કરે છે. એનો ૧૯૯૯નો રિપોર્ટ નોંધે છે કે સુખી અને ટકાઉ લગ્ન જીવન માટે પતિ-પત્નીએ ‘એકબીજાને વિશ્વાસુ અને વફાદાર રહેવું જોઈએ, અને તેઓ ધાર્મિક પણ હોવા જોઈએ.’ એ જ રિપોર્ટ આગળ કહે છે કે “સુખી અને સંતોષી લગ્નજીવન” માણસો અને સ્ત્રીઓને આનંદી, તંદુરસ્ત અને લાંબુ આયુષ્ય આપે છે. તેમ જ એ તેઓના બાળકોના સુખી જીવનમાં પણ મોટો ફાળો આપે છે.આ ડૂબતા જગતમાંથી બચી જવા માટે વફાદારી એક જીવન દોરી જેવી છે. જો આપણી વફાદારી યહોવાહ સિવાય, બીજા કોઈ પર હશે તો, આપણે ડૂબતા જગતમાંથી બચવા ખોટા ફાંફા મારીશું. શાઊલની જેમ, આપણે જગતને વફાદારી બતાવીશું તો, ખોટી બાબતો કરવામાં ડૂબી જઈશું. પરંતુ, ખરું જ્ઞાન લઈને યહોવાહને વફાદારી બતાવવાથી, આપણે તેમની જીવનદોરી પકડીને બચી જઈશું.—એફેસી ૪:૧૩-૧૫.
યહોવાહને વફાદાર રહે છે તેઓને તે આ વચન આપે છે: “યહોવાહ ન્યાયને ચાહે છે, તે પોતાના ભક્તોને તજી દેતો નથી; તે તેઓનું સદા રક્ષણ કરે છે; પણ દુષ્ટોનાં સંતાનનો ઉચ્છેદ થશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૮) થોડા જ સમયમાં, યહોવાહના બધા વફાદાર ભક્તો નંદનવન જેવી સુંદર પૃથ્વી પર રહેશે. એ સમયે, તેઓ કોઈ પણ દુઃખ કે પીડાનો અનુભવ નહિ કરે. એને બદલે તેઓ પુષ્કળ આનંદ અનુભવશે અને રાષ્ટ્રવાદ કે રાજકારણ જેવી બાબતો જતી રહેશે.—પ્રકટીકરણ ૭:૯, ૧૪; ૨૧:૩, ૪.
આજે પણ દુનિયા ફરતે લાખો લોકોએ ફક્ત યહોવાહને વફાદાર રહીને સાચી ખુશી મેળવી છે. તમને શું લાગે છે કે તમારે કોને વફાદાર રહેવું જોઈએ? એ વિષે યહોવાહના સાક્ષીઓ તમને બાઇબલમાંથી શીખવી શકશે. બાઇબલ આપણને કહે છે: “તમારામાં વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા તમે પોતે કરો; તમારી પોતાની પરીક્ષા કરો.”—૨ કોરીંથી ૧૩:૫.
આપણે ભલે ગમે તે ધર્મના હોઈએ, આપણે એને વળગી રહેવું જોઈએ કે નહિ એ વિષે પોતાને પૂછવું હિંમત માંગી લે છે. પણ જો આપણે હિંમતથી એનો જવાબ શોધીએ તો, એના ઘણા આશીર્વાદો મળે છે, કેમ કે આપણે યહોવાહને સારી રીતે ઓળખી શક્યા છીએ. ભવાની પૂરા દિલથી જે કહે છે એની સાથે લાખો લોકો સહમત થાય છે: “હું હવે શીખી છું કે યહોવાહ અને તેમના ધોરણોને વફાદાર રહેવાથી, આપણને કુટુંબમાં અને સમાજમાં સારી વ્યક્તિ બનવા મદદ મળે છે. પછી ભલે ગમે એવી કસોટી આવે પરંતુ, આપણે યહોવાહને વફાદાર રહીશું તો, તે આપણને ક્યારેય ત્યજી દેશે નહિ.”
[પાન ૬ પર ચિત્રો]
ખરું જ્ઞાન લઈને શાઊલ પરમેશ્વરને વફાદારી બતાવવાનું શીખ્યા
[પાન ૭ પર ચિત્ર]
તમે કોને વફાદાર છો એનો બાઇબલ તમને જવાબ આપશે
[પાન ૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]
ચર્ચીલ, ઉપર ડાબી બાજુ: U.S. National Archives photo; જોસેફ ગોબેલ્સ, જમણી બાજુ: Library of Congress