સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘એકબીજાને માફ કરો’

‘એકબીજાને માફ કરો’

‘એકબીજાને માફ કરો’

શુંતમે માનો છો કે પરમેશ્વરે તમારાં પાપ માફ કર્યાં છે? અમેરિકાના મોટા ભાગના લોકો એ પ્રશ્નનો જવાબ હા આપે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં ડૉક્ટર લોરન ટૂંસનએ પહેલી વાર સમાજ પર સંશોધન કર્યું હતું. તેમણે અમેરિકાના ૪૫ વર્ષથી ઉપરના ૧,૪૨૩ લોકોનો સર્વે કર્યો. એમાંથી લગભગ ૮૦ ટકા લોકોએ કહ્યું કે પરમેશ્વરે તેઓનાં પાપ માફ કર્યાં છે.

પરંતુ નોંધ લો કે એ સર્વેમાં ફક્ત ૫૭ ટકા લોકોએ જ એમ કહ્યું કે તેઓ પણ બીજાઓને માફ કરે છે. આ સર્વે આપણને ઈસુએ પહાડ પરના પ્રવચનમાં જે કહ્યું હતું એની યાદ અપાવે છે: “જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો, તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ કરશે. પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહિ કરો, તો તમારો બાપ તમારા અપરાધ પણ તમને માફ નહિ કરશે.” (માત્થી ૬:૧૪, ૧૫) હા, આપણે બીજાઓને માફ કરવા તૈયાર હોઈશું તો જ, પરમેશ્વર આપણાં પાપ માફ કરશે.

પ્રેષિત પાઊલે કોલોસી મંડળના ખ્રિસ્તીઓને આ સિદ્ધાંત યાદ કરાવ્યો હતો. તેમણે તેઓને વિનંતી કરતા કહ્યું હતું: “એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો.” (કોલોસી ૩:૧૩) જો કે એમ કરવું કંઈ સહેલું નથી. દાખલા તરીકે, વગર વિચાર્યું બોલીને તમને કોઈ દુઃખ પહોંચાડે ત્યારે, તેને માફ કરવું કંઈ સહેલું હોતું નથી.

પરંતુ માફ કરવાથી ઘણા લાભો થઈ શકે છે. સમાજશાસ્ત્રી ડૉ. ડૅવિડ આર. વિલિયમ્સ પોતે કરેલા સંશોધન વિષે આમ કહે છે: “અમને જોવા મળ્યું કે અમેરિકામાં મોટી ઉંમરના અને ઘરડા લોકોમાં જેઓ એકબીજાને માફ કરે છે તેઓ વચ્ચે સારો સંબંધ હોય છે અને તેઓ આનંદી પણ હોય છે.” આ ડૉક્ટરે જે કહ્યું એ લગભગ ૩,૦૦૦ વર્ષ પહેલાં રાજા સુલેમાને આપેલી સલાહના સુમેળમાં છે: “હૃદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઈર્ષા હાડકાંનો સડો છે.” (નીતિવચનો ૧૪:૩૦) હા, માફ કરવાથી પરમેશ્વર અને પડોશીઓ સાથે આપણો સંબંધ સુધરે છે. તો પછી ચાલો આપણે એકબીજાને પૂરા દિલથી માફ કરીએ.​—⁠માત્થી ૧૮:૩૫.

[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]

તમને મુલાકાત ગમશે?

આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્‍ભુત હેતુ વિષે બાઇબલનું ચોક્સાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી અથવા બાઇબલ વિષે વધુ જાણવું હોય તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.