“યહોવાહની પાસે તારણ છે”
“યહોવાહની પાસે તારણ છે”
જ્યારે દેશ કટોકટીમાં આવી ગયો હોય, કે દેશો વચ્ચે તણાવ વધી જાય છે ત્યારે, લોકો સરકાર પાસેથી સલામતી અને રક્ષણ માંગે છે. તેથી સરકારો દેશને એક કરવા માટે કાર્યક્રમો ગોઠવે છે. જેમ એક તણખાથી થોડી જ વારમાં આખા જંગલમાં આગ ફેલાઈ જાય છે તેમ, સરકારો કાર્યક્રમો યોજે છે ત્યારે લોકોમાં દેશપ્રેમનો જુવાળ આવી જાય છે. આમ, લોકો દેશપ્રેમી બને એ માટે વધુને વધુ કાર્યક્રમો યોજાતા જાય છે.
કોઈ બે દેશો વચ્ચે તંગદિલી ફેલાઈ ગઈ હોય ત્યારે, લોકો વધારે દેશપ્રેમી બને છે. એ સમયે દેશના લોકો એક સ્થિર કુટુંબ તરીકે ભેગા કામ કરે છે; બધા લોકો સંપીને રહેવા અને સમાજમાં એકબીજાને સહાય કરવા મહેનત કરે છે. પરંતુ, ધ ન્યૂ યૉર્ક ટાઈમ્સમાં એક લેખે જણાવ્યું કે ‘આપણી માનવ લાગણીઓની જેમ જ દેશદાઝની લાગણી, ઉશ્કેરાયેલા નાગ જેવી છે, જે ઘણી ઈજા કે નુકસાન કરી શકે.’ દેશપ્રેમના કારણે અમુક લોકો પાસેથી તેઓની સ્વતંત્રતા ખૂંચવી લેવામાં આવે છે, અને બીજાઓને તેઓનો ધર્મ પાળવાની મનાઈ કરવામાં આવે છે. ખાસ કરીને આ સાચા ખ્રિસ્તીઓને લાગુ પડે છે. તેઓ પર એવું દબાણ થઈ શકે જેનાથી, પરમેશ્વરના નિયમોનો ભંગ થતો હોય. તો પછી, જ્યારે ચારે બાજુ દેશપ્રેમ ઉછાળા મારતો હોય છે ત્યારે, સાચા ખ્રિસ્તીઓ શું કરી શકે? વધુમાં, કયા બાઇબલ બોધપાઠો તેઓને સારાં પગલાં લેવા અને પરમેશ્વરને વફાદાર રહેવામાં મદદ કરી શકે?
“તું તેઓની આગળ ન નમ”
ઘણી વાર, લોકો ઝંડો કે વાવટાને સલામ કરીને ખૂબ દેશભક્તિ બતાવે છે. પરંતુ, ઝંડામાં ફક્ત રાષ્ટ્રની નિશાનીઓ જ હોતી નથી. અમુક વાર એમાં તારાઓ કે પૃથ્વી પરની કોઈ વસ્તુઓ પણ દોરેલી હોય છે. યહોવાહે તેમના લોકોને આજ્ઞા આપતા કહ્યું હતું કે તેઓએ કોઈ જાતની વસ્તુ સામે નમવું ન જોઈએ: “તું તારે સારૂ કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની તળેનાં પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર; તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમકે હું તારો દેવ યહોવાહ આસ્થાવાન દેવ છું.”—નિર્ગમન ૨૦:૪, ૫.
જો વ્યક્તિ યહોવાહની અનન્ય ભક્તિ કરવા માંગતી હોય તો, શું તે દેશના ઝંડાને સલામી કરી શકે અથવા એની આગળ નમી શકે? પ્રાચીન સમયમાં ઈસ્રાએલીઓ અરણ્યમાં હતા ત્યારે, તેઓના ત્રણ મુખ્ય કુટુંબો પાસે “ધજા” હતી. એનાથી એ રાષ્ટ્રના લોકો પોતાના કુટુંબમાં ભેગા મળી શકતાં. (ગણના ૨:૧, ૨) પરંતુ, આ “ધજા” ફક્ત નિશાની જ હતી, એની સામે કોઈ પણ વિધિ કરવામાં આવતી ન હતી. એ ધજા લોકોને એક જગ્યાએ ભેગા કરવા માટેની નિશાની હતી. એ સિવાય એનો બીજો કોઈ અર્થ થતો ન હતો.
મંડપમાં અને સુલેમાનના મંદિરમાં સોનાના કરૂબો કે દૂતો બનાવવામાં આવ્યા હતા. પરંતુ, એ તો ફક્ત યાદ દેવડાવવા માટે જ હતા. (નિર્ગમન ૨૫:૧૮; ૨૬:૧, ૩૧, ૩૩; ૧ રાજાઓ ૬:૨૩, ૨૮, ૨૯; હેબ્રી ૯:૨૩, ૨૪) આ સોનાના કરૂબોને પૂજા કરવા માટે બનાવવામાં આવ્યા ન હતા. કેમ કે મંડપમાં કે મંદિરમાં આ કરૂબોને જે ખાનગી જગ્યામાં રાખવામાં આવ્યા હતા ત્યાં ફક્ત યાજકો જ જઈ શકતા હતા. અને બીજું કારણ એ છે કે બાઇબલ દૂતોની ભક્તિ કરવાની મનાઈ કરે છે.—કોલોસી ૨:૧૮; પ્રકટીકરણ ૧૯:૧૦; ૨૨:૮, ૯.
ગણના ૨૧:૪-૯; યોહાન ૩:૧૪, ૧૫) એ સર્પની કોઈ પૂજા કે ભક્તિ કરવાની ન હતી. પરંતુ, સદીઓ પછી ઈસ્રાએલીઓ ખોટી રીતે એને ભજવા લાગ્યા. અરે, તેઓ એની સામે ધૂપ પણ ચડાવવા લાગ્યા. તેથી, યહુદાહના રાજા હિઝકીયાહે એ સર્પના ટૂકડે ટૂકડા કરી નાખ્યા.—૨ રાજાઓ ૧૮:૧-૪.
બીજા એક દાખલાનો વિચાર કરો. ઈસ્રાએલીઓ થોડા સમય માટે અરણ્યમાં રહેતા હતા ત્યારે, પ્રબોધક મુસાએ પિત્તળનો એક સર્પ બનાવ્યો હતો. એ સર્પ ફક્ત એક નિશાની હતો, અને ભવિષ્યવાણીમાં પણ ભાગ ભજવતો હતો. (તો પછી, આજના રાષ્ટ્રધ્વજ વિષે શું? શું એ ફક્ત કોઈ નિશાની જ છે? ધ્વજ ખરેખર શાના માટે હોય છે? લેખક જે. પોલ વિલિયમ કહે છે કે “દેશપ્રેમ અને દેશભક્તિ બતાવવામાં રાષ્ટ્રધ્વજ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે.” ઍન્સાયક્લોપેડિયા અમેરીકાના જણાવે છે કે “ઝંડાને ક્રોસની જેમ જ પવિત્ર ગણવામાં આવે છે.” રાષ્ટ્રધ્વજ દેશનું પ્રતીક છે. તેથી, જો એની સામે સલામી કરવામાં આવે કે નમવામાં આવે તો, એ એક જાતની ધાર્મિક વિધિ થઈ જાય છે, જેમાં વ્યક્તિ દેશભક્તિ કરે છે. આમ કરીને વ્યક્તિ બતાવે છે કે તારણ માટે તે પરમેશ્વરને બદલે, દેશ પર ભરોસો મૂકે છે. પરંતુ, એ બાઇબલની આજ્ઞા વિરુદ્ધ છે, કેમકે એમાં લખેલું છે કે મૂર્તિઓની પૂજા કરવી જોઈએ નહિ.
બાઇબલમાં સીધેસીધું લખેલું છે કે ફક્ત “યહોવાહની પાસે તારણ છે.” (ગીતશાસ્ત્ર ૩:૮) તેથી, કોઈ માનવ સંસ્થા કે ઝંડા જેવી વસ્તુથી વ્યક્તિ તારણ મેળવી શકતી નથી. પ્રેષિત પાઊલે સાથી ખ્રિસ્તીઓને કહ્યું: “મારા વહાલાઓ, મૂર્તિપૂજાથી નાસી જાઓ.” (૧ કોરીંથી ૧૦:૧૪) પ્રથમ સદીના ખ્રિસ્તીઓ કોઈ જાતની દેશભક્તિમાં ભાગ લેતા ન હતા. જેઓ હમણાં જ મરવાના છે, નામના (અંગ્રેજી) પુસ્તકના લેખક દાનીયેલ પી. માનિક્સ કહે છે: ‘પહેલી સદીના સાચા ખ્રિસ્તીઓએ રૂમી રાજાઓના આત્માઓને અર્પણો ચડાવવાનો સાફ નકાર કર્યો હતો. એને રાષ્ટ્રધ્વજ કે વાવટાને સલામ ન કરવા સાથે સરખાવી શકાય.’ આજે પણ સાચા ખ્રિસ્તીઓને એ લાગુ પડે છે. ખરેખર, સાચા ખ્રિસ્તીઓ કોઈ પણ દેશના ઝંડાને સલામી આપતા નથી. કેમ કે તેઓ પૂરા દિલથી માને છે કે ફક્ત યહોવાહ પરમેશ્વરની જ અનન્ય ભક્તિ કરવી જોઈએ. આમ કરીને આપણે પરમેશ્વરને વધારે માન આપીએ છીએ. આપણે સરકારોને પણ આદર બતાવવો જોઈએ, કારણ કે બાઇબલ કહે છે તેમ, આપણે હજુ પણ “મુખ્ય અધિકારીઓને” કે સરકારોને આધીન રહેવાનું છે. (રૂમીઓને પત્ર ૧૩:૧-૭) પરંતુ, જ્યારે આસપાસના લોકો રાષ્ટ્રગીત ગાતા હોય ત્યારે, બાઇબલ પ્રમાણે આપણે શું કરવું જોઈએ?
રાષ્ટ્રગીતોમાં શું છે?
ઍન્સાયક્લોપેડિયા અમેરીકાના રાષ્ટ્રગીત વિષે આમ જણાવે છે: “રાષ્ટ્રગીતો ગાઈને લોકો તેમના દેશ માટે પ્રેમ અને ભક્તિ બતાવે છે. ઘણા રાષ્ટ્રગીતોમાં, લોકો તેઓના રાજાઓ કે સરકારો માટે ભગવાન પાસે માર્ગદર્શન અને રક્ષણની વિનંતી કરે છે.” તેથી, રાષ્ટ્રગીતોને દેશ માટે એક જાતની પ્રાર્થના કે ભજન કહેવામાં આવે છે. ટૂંકમાં, રાષ્ટ્રગીત ગાઈને લોકો વિનંતી કરે છે કે તેમનો દેશ સફળ બને અને હંમેશ માટે ટકી રહે. તો પછી, શું સાચા ખ્રિસ્તીઓ ખરેખર આવા ગીતો ગાઈ શકે?
પ્રબોધક યિર્મેયાહ એવા લોકો સાથે રહેતા હતા જેઓ પરમેશ્વરની ભક્તિ કરવાનો ઢોંગ કરતા હતા. પરંતુ, યહોવાહે યિર્મેયાહને આજ્ઞા આપતા કહ્યું કે “આ લોકો માટે પ્રાર્થના કરીશ નહિ. તેઓ માટે તું વિલાપ કરીશ નહિ. હું તેઓની મદદ કરું માટે પ્રાર્થના કે આજીજી કરીશ નહિ કારણ કે હું તે સાંભળવાનો નથી.” (યર્મિયા ૭:૧૬, IBSI; યિર્મેયાહ ૧૧:૧૪; ૧૪:૧૧) શા માટે યિર્મેયાહને આ આજ્ઞા આપવામાં આવી હતી? કારણ કે આખું રાષ્ટ્ર ચોરી, ખૂનામરકી, વ્યભિચાર, જૂઠાણું અને મૂર્તિપૂજામાં ડૂબેલું હતું.—યિર્મેયાહ ૭:૯.
ઈસુ ખ્રિસ્તે આમ કહીને આપણા માટે એક નમૂનો બેસાડ્યો: “જગતને સારૂ હું વિનંતી કરતો નથી, પણ જેઓને તેં મને આપ્યાં છે તેઓને સારૂ; કેમકે તેઓ તારાં છે.” (યોહાન ૧૭:૯) બાઇબલમાં લખેલું છે કે ‘આખું જગત દુષ્ટની સત્તામાં છે.’ પરંતુ, જલદી જ તે “નાશ પામશે.” (૧ યોહાન ૨:૧૭, IBSI; ૧ યોહાન ૫:૧૯) તો પછી, સાચા ખ્રિસ્તીઓ રાષ્ટ્રને સફળતા મળે અને એ હંમેશ માટે ટકી રહે એવી પ્રાર્થના કઈ રીતે કરી શકે?
પરંતુ, કેટલાક કહેશે કે બધા રાષ્ટ્રગીતો પરમેશ્વરને વિનંતી કરતા નથી. એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા કહે છે કે, “બધા રાષ્ટ્રગીતો જુદાં જુદાં હોય છે. અમુક પ્રાર્થના ગીતો રાજા-રાણી કે એવી કોઈ મહાન વ્યક્તિઓ માટે હોય છે, તો બીજા ગીતો લડાઈમાં જીત મેળવવા માટે હોય છે . . . અને કેટલાક ફક્ત દેશભક્તિના ગીતો હોય છે.” પરંતુ, જો લોકો પરમેશ્વરને ખુશ કરવા માગતા હોય તો, તેઓ લડાઈ માટેના ગીતોને કઈ રીતે ટેકો આપી શકે? યશાયાહ ૨:૪) પ્રેષિત પાઊલે કહ્યું કે “અમે દેહમાં ચાલીએ છીએ તો પણ અમે દેહ પ્રમાણે લડાઈ કરતા નથી, કેમકે અમારી લડાઈનાં હથિયાર સાંસારિક નથી.”—૨ કોરીંથી ૧૦:૩, ૪.
સાચા પરમેશ્વરના ભક્તો વિષે યશાયાહે કહ્યું: “તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે.” (રાષ્ટ્રગીતો ગાઈને લોકો ગૌરવથી પોતાના દેશને મોટો મનાવે છે. પરંતુ, બાઇબલ એમ કરવાનું કહેતું નથી. અરેઓપાગસમાં પ્રેષિત પાઊલે પ્રવચન આપતા કહ્યું: “[યહોવાહ પરમેશ્વરે] માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારૂ એકમાંથી ઉત્પન્ન કરી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬) પ્રેષિત પીતરે કહ્યું કે “દેવ પક્ષપાતી નથી, પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫.
બાઇબલની સ્પષ્ટ સમજણ મેળવીને ઘણા યહોવાહના સાક્ષીઓએ ફેંસલો કર્યો છે કે, તેઓ ધ્વજને સલામી નહિ આપે, અને રાષ્ટ્રગીતો પણ ગાશે નહિ. પરંતુ, જો આપણે એવા સંજોગોમાં હોઈએ કે લોકો ધ્વજને સલામી આપતા હોય અથવા રાષ્ટ્રગીતો ગાતા હોય તો, આપણે શું કરી શકીએ?
અનાદર કર્યા વગર વિધિમાં ભાગ ન લો
પ્રાચીન બાબેલોનમાં રાજા નબૂખાદનેસ્સારે દૂરાના મેદાનમાં, સોનાની એક મોટી મૂર્તિ બનાવડાવી હતી. તેની ઇચ્છા એ હતી કે સર્વ લોકો એક થઈને તેના રાજ્યને વધારે ટેકો આપે. તેથી તેણે મૂર્તિની સ્થાપન વિધિની ગોઠવણ કરી. એમાં તેણે બધા પ્રાંતના મુખ્ય હાકેમો, સૂબાઓ, ન્યાયાધીશો, મંત્રીઓ, અને બીજા અધિકારીઓને બોલાવ્યા. એ વિધિમાં સંગીત સાંભળવામાં આવે ત્યારે, બધાએ એ મૂર્તિની સામે નમીને એની પૂજા કરવાની હતી. એ મોટી સભામાં, શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો નામના ત્રણ હેબ્રી યુવાનો પણ હતા. આ ત્રણ યુવાનોએ ધાર્મિક વિધિમાં ભાગ ન લેવા માટે શું કર્યું? સંગીત ચાલુ થયું ત્યારે, સર્વ લોકો મૂર્તિ આગળ નમ્યા, પરંતુ, આ ત્રણ યુવાનો ઊભા રહ્યાં.—દાનીયેલ ૩:૧-૧૨.
આજે લોકો હાથને કપાળ નજીક લાવીને કે હૃદય પર મૂકીને ધ્વજને સલામી આપે છે. કેટલાક એક હાથ લાંબો કરીને પણ સલામી આપે છે. અમુક વાર, ઝંડાને સલામી આપવા માટે ઊભા રહેવાની કે બેસવાની કોઈ ખાસ રીત હોય છે. અમુક દેશોની શાળાઓમાં, છોકરાઓએ ઘૂંટણિયે પડીને ઝંડાને ચૂમવો પડે છે. આવા સંજોગોમાં લોકો ઝંડાને સલામી કરતાં હોય ત્યારે, આપણે શાંતિથી ઊભા
રહીને બતાવી શકીએ કે આપણે તેઓની માન્યતાનું અપમાન કરતા નથી.પરંતુ, જો કોઈ ધ્વજવંદનની વિધિમાં ફક્ત ઊભા રહેવાને એમાં ભાગ લેવા બરાબર ગણવામાં આવતું હોય તો, આપણે શું કરવું જોઈએ? દાખલા તરીકે, જો એક વિદ્યાર્થીએ આખી શાળા તરફથી બહાર મેદાન જેવી કોઈ જગ્યાએ જઈને ધ્વજવંદન કરવાનું હોય, અને એ વિધિ દરમિયાન ક્લાસમાં બધાએ ઊભા રહેવાનું હોય તો શું? ફક્ત ઊભા રહેવાથી પણ, બહાર જઈને ધ્વજને સલામી આપતા વિદ્યાર્થી સાથે આપણે સહમત થઈએ છીએ. ભલે આપણે ચૂપચાપ ઊભા રહીએ છીએ, તોપણ આપણે એ વિધિમાં ભાગ લઈએ છીએ. તેથી, જો આપણે તેઓની વિધિમાં ભાગ ન લેવો હોય તો, તેઓની માન્યતાનું અપમાન કર્યા વગર શાંતિથી બેસી જઈ શકીએ. પરંતુ, જો ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ ધ્વજવંદન શરૂ થાય એ પહેલેથી જ ઊભા હોય કે ગમે ત્યાં ચાલતા હોય તો શું? આ કિસ્સામાં, ઊભા રહેવાથી આપણે એ વિધિમાં ભાગ લેતા નથી.
હવે બીજા સંજોગનો વિચાર કરો. આ કિસ્સામાં, વિદ્યાર્થીએ ધ્વજને સલામી કરવાની હોતી નથી પરંતુ, ફક્ત એને પકડીને ક્લાસમાં કે બીજી કોઈ જગ્યાએ ચાલવાનું હોય છે, જેથી બીજાઓ એને સલામી કરી શકે. બાઇબલ કહે છે કે “મૂર્તિપૂજાથી નાસી જાઓ.” પરંતુ એમ કરવાને બદલે, જે વ્યક્તિ ધ્વજને પકડીને ચાલે છે તે આ વિધિમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમ જ દેશભક્તિને લગતી કોઈ કૂચ કે સરઘસમાં જો કોઈ વ્યક્તિ ભાગ લે તો, તે દેશને ટેકો અને માન આપીને વિધિમાં જોડાય છે. એ કારણે સાચા ખ્રિસ્તીઓ આવી કોઈ પણ વિધિમાં કંઈ ભાગ લેતા નથી.
રાષ્ટ્રગીતો વગાડવામાં આવે ત્યારે પણ, લોકો ખાલી ઊભા થઈને બતાવે છે કે તેઓ આ ગીત સાથે સહમત છે. આ કિસ્સામાં સાચા ખ્રિસ્તીઓ બેસી રહેશે. પરંતુ, જો આપણે પહેલેથી જ ઊભા હોય કે ફરતા હોય અને અચાનક રાષ્ટ્રગીત વગાડવામાં આવે તો, આપણે તરત જ બેસી જવાની જરૂર નથી. કારણ કે આપણે જાણીજોઈને રાષ્ટ્રગીત માટે રાહ જોઈને ઊભા રહેતા નથી. બીજા સંજોગમાં જો લોકોએ ઊભા થઈને રાષ્ટ્રગીત ગાવાનું હોય તો, આપણે શું કરવું જોઈએ? આ કિસ્સામાં, તેઓની માન્યતાનો અનાદર કરવાને બદલે, આપણે ખાલી ઊભા થઈ શકીએ છીએ. કારણ કે ફક્ત ઊભા થવાથી અને ગીત ન ગાવાથી આપણે તેઓની વિધિમાં ભાગ લેતા નથી.
“શુદ્ધ અંતઃકરણ રાખો”
બાઇબલના એક લેખકે માણસોએ બનાવેલી મૂર્તિઓને નકામી અને નિર્જીવ કહી. પછી તેમણે કહ્યું: “તેઓનાં બનાવનારાં અને તેઓના પર ભરોસો રાખનારાં સર્વ તેઓના જેવાં થશે.” (ગીતશાસ્ત્ર ૧૧૫:૪-૮) તેથી, જો વ્યક્તિના કામમાં કોઈ મૂર્તિઓ, ધ્વજ કે વાવટો અથવા એના જેવી કોઈ વસ્તુઓ બનાવવાનો સમાવેશ થતો હોય તો, તે યહોવાહનો ભક્ત બની શકે નહિ. (૧ યોહાન ૫:૨૧) નોકરી પર એવા બીજા સંજોગો પણ ઊભા થઈ શકે કે જેમાં, સાચા ખ્રિસ્તીઓ સારી રીતે બતાવી શકે કે તેઓ રાષ્ટ્રધ્વજને નહિ પણ ફક્ત યહોવાહને જ ભજે છે.
દાખલા તરીકે, નોકરી પર માલિક કોઈ વ્યક્તિને મકાન પર રાષ્ટ્રધ્વજ ચઢાવવાનું કે નીચે ઉતારી લેવાનું કામ આપી શકે. આવા કિસ્સામાં તેણે સંજોગોનો વિચાર કરીને નિર્ણય લેવો પડશે કે તે આ કામ કરશે કે નહિ. આ વ્યક્તિ ધ્વજને ચડાવતી કે ઉતારતી હોય એ વખતે, જો બીજા લોકો કોઈ વિધિ કરે અથવા એને સલામી આપે તો શું? એ વખતે વ્યક્તિ એ વિધિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
પરંતુ, જો ધ્વજને ચડાવતા કે ઉતારતી વખતે લોકો કોઈ સલામી કે વિધિ ન કરતા હોય તો, વ્યક્તિ એ કામ કરી શકે છે. કારણ કે આવા સંજોગોમાં આ કામ દરરોજ મકાનનો દરવાજો કે બારીઓ ખોલ-બંધ કરવી અથવા એના જેવા બીજા કોઈ રોજિંદા કામ જેવું છે. આ કિસ્સામાં, વ્યક્તિ મકાનની કોઈ નિશાની તરીકે રાષ્ટ્રધ્વજને ચઢાવે કે ઉતારે છે; એમાં કોઈ વિધિ થતી નથી. તેથી, વ્યક્તિ બાઇબલની સલાહને વિચારીને ફેંસલો લઈ શકે કે તે રોજના કામકાજમાં આ કામ કરશે કે નહિ. (ગલાતી ૬:૫) પરંતુ, એમ કરવાથી વ્યક્તિનું મન ડંખતું હોય તો શું? એ સમયે તે માલિકને પૂછી શકે કે તેના બદલે, બીજી કોઈ વ્યક્તિ એ કામ કરે. પરંતુ બીજી બાજુ, કોઈ ખ્રિસ્તી એમ કરવામાં કોઈ વાંધો ઉઠાવતો નથી, કેમ કે એમાં કોઈ વિધિ થતી નથી. આમ, આ કિસ્સામાં આપણે બેમાંથી કોઈ પણ રસ્તો લઈ શકીએ. પરંતુ એ ધ્યાનમાં રાખવું ખૂબ મહત્ત્વનું છે કે આપણે પરમેશ્વર સામે “શુદ્ધ અંતઃકરણ” રાખીએ.—૧ પીતર ૩:૧૬.
જનતા માટેના કે સરકારી મકાનમાં, અગ્નિશામક કેન્દ્રમાં, કે શાળામાં રાષ્ટ્રધ્વજ રાખવામાં આવ્યો હોય તો, બાઇબલ પ્રમાણે ત્યાં કામ કરવામાં કે જવામાં કંઈ ખોટું નથી. ઘણાં દેશોમાં, ટપાલની ટિકિટો પર, ગાડીઓ કે ગાડીની નંબર પ્લેટ પર, અથવા સરકારે બનાવેલી વસ્તુઓ પર રાષ્ટ્રધ્વજ જોવા મળે છે. પરંતુ, એ વસ્તુઓ વાપરવાથી આપણે દેશભક્ત બની જતા નથી. આવી વસ્તુઓ પર રાષ્ટ્રધ્વજ હોવાથી આપણે ગભરાઈ જવું જોઈએ નહિ. મહત્ત્વનું તો એ છે કે આપણે એને કઈ નજરે જોઈએ છીએ.
બારીઓ પર, ગાડીમાં, દરવાજા કે ટેબલ પર અથવા બીજી કોઈ પણ વસ્તુઓ પર હવે રાષ્ટ્રધ્વજ જોવા મળે છે. અમુક કપડાંઓમાં રાષ્ટ્રધ્વજના સ્ટીકરો સીવવામાં આવે છે અથવા કપડાં પર એ છાપવામાં આવે છે. પરંતુ, બીજા દેશોમાં આવા જાતના કપડાં પહેરવાની મનાઈ છે. ભલે અમુક દેશોમાં એવાં કપડાં પહેરવા દેવામાં આવે, પણ જો ખ્રિસ્તી એ પહેરશે તો, તે પોતાના વલણ વિષે અને ખાસ કરીને દેશ વિષે શું બતાવી આપે છે? ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યો વિષે કહ્યું હતું કે “જેમ હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી.” (યોહાન ૧૭:૧૬) આપણે એ ન ભૂલવું જોઈએ કે એવાં કપડાં પહેરવાથી, બીજા સાક્ષીઓ પર કેવી અસર પડશે. શું કોઈને ઠોકર લાગશે? શું તમને જોઈને તેઓનો વિશ્વાસ નબળો પડી જશે? પ્રેષિત પાઊલે ખ્રિસ્તીઓને સલાહ આપતા કહ્યું કે “શ્રેષ્ઠ છે તે તમે પારખી લો, અને . . . નિષ્કલંક તથા નિર્દોષ થાઓ.” આમ કરીને, આપણે કોઈને ઠોકર નહિ ખવડાવીએ.—ફિલિપીઓને પત્ર ૧:૧૦.
‘સર્વ માણસો પ્રત્યે માયાળુ બનો’
“સંકટના વખતોમાં” જગત વધુને વધુ ખરાબ થતું જાય છે તેમ, લોકો વધારે દેશપ્રેમી બનવા લાગશે. (૨ તીમોથી ૩:૧) પરંતુ, જેઓ યહોવાહ પરમેશ્વરને પૂરા દિલથી ચાહે છે તેઓએ કદી પણ ભૂલવું ન જોઈએ કે, ફક્ત યહોવાહ જ તેઓને બચાવી શકે છે. ફક્ત યહોવાહને જ અનન્ય ભક્તિ મળવી જોઈએ. જ્યારે ઈસુના શિષ્યોને યહોવાહના નિયમોનો ભંગ થતો હોય એવું કંઈક કરવાની આજ્ઞા આપવામાં આવી ત્યારે, તેઓએ કહ્યું: “માણસોના કરતાં દેવનું અમારે વધારે માનવું જોઈએ.”—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.
પ્રેષિત પીતરે લખ્યું કે “પ્રભુના દાસે વિખવાદ કરવો નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ” બનવું જોઈએ. (૨ તીમોથી ૨:૨૪) આમ, બાઇબલના શિક્ષણ પ્રમાણે સાચા ખ્રિસ્તીઓ જાતે ફેંસલો લેશે કે, તેઓ રાષ્ટ્રધ્વજને સલામી આપશે કે નહિ. અથવા રાષ્ટ્રગીતો ગાશે કે નહિ. અને એ સંજોગોમાં લોકોની માન્યતાનો અનાદર કરવાને બદલે, ખ્રિસ્તીઓ શાંતિથી અને માયાળુપણે બતાવી શકે કે તેઓ એમાં ભાગ લેતા નથી.
[પાન ૨૩ પર ચિત્ર]
ત્રણ હેબ્રી યુવાનોએ પૂરા આદરથી પણ મક્કમ થઈને બતાવ્યું કે તેઓ ફક્ત યહોવાહની જ ભક્તિ કરશે
[પાન ૨૪ પર ચિત્ર]
કોઈ પણ રાષ્ટ્રીય વિધિ વખતે, સાચા ખ્રિસ્તીઓએ શું કરવું જોઈએ?