સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુઃખી જગતમાં ખુશખબર

દુઃખી જગતમાં ખુશખબર

દુઃખી જગતમાં ખુશખબર

આજ કાલ ક્યાંય સારા સમાચાર સાંભળવા મળતા નથી. એક વ્યક્તિએ લખ્યું: “આજે બધે જ એવી ખરાબ બાબતો બની રહી છે કે, ટીવી પર છ વાગ્યાના સમાચાર જોવા કે નહિ એ જ ખબર પડતી નથી.” આજે બધે જ યુદ્ધ, ખૂન-ખરાબી, પાર વગરના દુઃખો, ગુનાઓ અને બીમારીઓ જોવા મળે છે. કદાચ તમારા પર એની સીધેસીધી અસર થતી ન હોય તોપણ, આવતા દિવસોમાં એ તમને અસર કરી શકે છે.

એના વિષે બાઇબલમાં અગાઉથી ભાખવામાં આવ્યું હતું. ઈસુએ જણાવ્યું હતું કે આપણા સમયમાં મોટા મોટા યુદ્ધો, ધરતીકંપો, દુકાળો અને બીમારીઓ થશે. (લુક ૨૧:૧૦, ૧૧) એવી જ રીતે પ્રેષિત પાઊલે પણ લખ્યું કે, “સંકટના વખતો આવશે” ત્યારે લોકો ક્રૂર, પૈસાના પ્રેમી અને નિર્દયી બનશે. તેમણે એનો ‘છેલ્લા સમય’ તરીકે ઉલ્લેખ કર્યો.​—⁠૨ તીમોથી ૩:૧-૫.

આજે સમાચારોમાં જોવા મળતી દુનિયાની પરિસ્થિતિ વિષે, બાઇબલમાં ઘણા સમય પહેલાં ભાખવામાં આવ્યું હતું. પરંતુ બાઇબલે એવી બાબતો પણ ભાખી હતી જે સમાચારોમાં જોવા મળતી નથી. બાઇબલ જણાવે છે કે આજે શા માટે આટલી બધી દુષ્ટતા છે અને ભવિષ્યમાં શું થશે.

પરમેશ્વરને દુષ્ટતા વિષે કેવું લાગે છે?

બાઇબલ જણાવે છે કે આજના દુષ્ટ જગત વિષે યહોવાહ કેવું અનુભવે છે. જોકે આજની પરિસ્થિતિ વિષે યહોવાહને બહુ પહેલેથી ખબર હતી. પરંતુ તે એને લાંબો સમય ચાલવા દેશે નહિ. પ્રેષિત યોહાને લખ્યું કે “દેવ પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) યહોવાહ પરમેશ્વર દરેક પ્રકારની દુષ્ટતાને ધિક્કારે છે અને તે આપણા બધાની ખૂબ ચિંતા કરે છે. તો પછી, શું આપણે દિલાસો અને આશ્વાસન માટે તેમની પાસે ન જવું જોઈએ? યહોવાહ દયાળુ અને પ્રેમાળ પરમેશ્વર હોવાથી, તે દરેક પ્રકારની દુષ્ટતા દૂર કરવા ચાહે છે અને એમ કરવા પોતે શક્તિમાન છે. ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું: ‘દરિદ્રી અને લાચાર તેમને [સ્વર્ગમાં પરમેશ્વરના નિયુક્ત રાજાને] વિનંતી કરશે અને તે તેઓની કાળજી લેશે; કેમ કે તેઓનો બચાવ કરનાર બીજો કોઈ નથી. તે નબળા તથા દીનજનો પ્રત્યે દયાળુ છે. તે તેઓને બચાવી લેશે. તે તેઓને જુલમ તથા હિંસાથી બચાવશે કેમ કે તેઓનાં જીવન તેની નજરમાં મૂલ્યવાન છે.’​—⁠ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪, IBSI.

દુઃખી લોકોને જોઈને તમારો જીવ જરૂર બળતો હશે. યહોવાહે આપણને તેમના સ્વરૂપ પ્રમાણે બનાવ્યા હોવાથી, આપણા દિલમાં પણ તેમના જેવા ગુણો મૂક્યા છે. એટલે જ તો તેમની જેમ આપણને લોકોની ચિંતા થાય છે. (ઉત્પત્તિ ૧:૨૬, ૨૭) તેથી, આપણે ખાતરી રાખી શકીએ કે આપણા દુઃખો જોઈને તેમને પણ ખૂબ દુઃખ થતું હશે. ઈસુ મનુષ્યો કરતાં પણ વધારે સારી રીતે યહોવાહને ઓળખે છે. તેમણે પણ શીખવ્યું હતું કે, યહોવાહ પરમેશ્વર દયાળુ છે અને આપણું હંમેશાં ભલું ચાહે છે.​—⁠માત્થી ૧૦:૨૯, ૩૧.

પરમેશ્વર આપણી કાળજી રાખે છે એની સાબિતી તેમની સૃષ્ટિ પણ આપે છે. ઈસુએ કહ્યું કે પરમેશ્વર “સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે.” (માત્થી ૫:૪૫) પ્રેષિત પાઊલે પણ લુસ્ત્રા શહેરના લોકોને કહ્યું: “કલ્યાણ કરતાં, અને આકાશથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપતાં, અને અન્‍નથી તથા આનંદથી તમારાં મન તૃપ્ત કરતાં તે [પરમેશ્વર] પોતાને વિષે સાક્ષી આપ્યા વગર રહ્યો નથી.”​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૭.

દુષ્ટતા માટે કોણ જવાબદાર છે?

પ્રેષિત પાઊલે, લુસ્ત્રાના રહેવાસીઓને જે કહ્યું એની નોંધ લો: “તેણે [પરમેશ્વરે] તો આગલા જમાનાઓમાં સર્વ લોકોને તેમને પોતાને માર્ગે ચાલવા દીધા.” તેથી, આપણા પર આવનાર ખરાબ બાબતો માટે પરમેશ્વર નહીં પણ આપણે પોતે દોષિત છીએ.​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૬.

તો પછી, શા માટે યહોવાહ પરમેશ્વર આપણા પર દુઃખો આવવા દે છે? શું તે એના વિષે કંઈ કરશે? આ પ્રશ્નોના જવાબ આપણને બાઇબલમાંથી જ મળી શકે છે. કેમ કે દુષ્ટતા માટે સ્વર્ગનો એક દૂત જવાબદાર છે. તેણે સ્વર્ગમાં કેવા વાદવિવાદો ઊભા કર્યાં હતા અને પરમેશ્વર એને કઈ રીતે થાળે પાડશે એ હવે પછીના લેખમાં જોવા મળશે.

[પાન ૪ પર ચિત્રો]

બીજાનાં દુઃખ જોઈને આપણો જીવ બળે છે. તો આપણાં દુઃખો જોઈને યહોવાહને કેટલું દુઃખ થતું હશે?

[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

COVER: Tank: UN PHOTO 158181/J. Isaac; earthquake: San Hong R-C Picture Company

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

ઉપર ડાબી બાજુ, ક્રોએશિયા: UN PHOTO 159208/S. વાઈટહાઉસ; ભૂખ્યું બાળક: UN PHOTO 146150 BY O. MONSEN