રાજ્ય ગૃહને મૅડલ મળ્યો
રાજ્ય પ્રચારકોના અનુભવ
રાજ્ય ગૃહને મૅડલ મળ્યો
ફિનલૅન્ડના પર્યાવરણ ખાતાએ વર્ષ ૨૦૦૦ને “લેન્ડસ્કેપનું વર્ષ” કે ‘બાગ-બગીચાની સજાવટનું વર્ષ’ તરીકે જાહેર કર્યું હતું. એના એક આગેવાને કહ્યું કે “બગીચાની સજાવટનો હેતુ, આપણી આસપાસ લીલીછમ વનરાજી કે સુંદર બાગ-બગીચાઓ હોવાથી, આપણા જીવન પર કેવી સારી અસર પડે છે એ યાદ કરાવવાનો છે.”
જાન્યુઆરી ૧૨, ૨૦૦૧માં, ફિનલૅન્ડની લેન્ડસ્કેપ સંસ્થામાંથી એ દેશની યહોવાહના સાક્ષીઓની ઑફિસને એક પત્ર મળ્યો. એ પત્રમાં જણાવવામાં આવ્યું કે ટીકૂરીલામાં યહોવાહના સાક્ષીઓના એક રાજ્યગૃહને લેન્ડસ્કેપ સંસ્થાએ એક મૅડલ આપ્યો છે. એના કારણમાં જણાવ્યું હતું કે, એ રાજ્યગૃહ ફરતે સુંદર બગીચો બનાવવામાં આવ્યો હતો અને એની સારી જાળવણી કરવામાં આવે છે. એ પત્રએ આગળ જણાવ્યું: “ખરેખર, ઉનાળા અને શિયાળામાં એ બગીચો મનને પ્રફુલ્લિત કરી દે છે. એ બાગ જાણે કુદરતી હોય એ રીતે ખૂબસુરત બનાવવામાં આવ્યો છે.”
ફિનલૅન્ડના ટાંપરેલ શહેરની રોશનડાલ હૉટલમાં, ૪૦૦ આર્કિટેક્ટો, ડિઝાઇનરો અને વેપારીઓ સામે યહોવાહના સાક્ષીઓને લેન્ડસ્કેપનો મૅડલ આપવામાં આવ્યો હતો. લેન્ડસ્કેપ સંસ્થાએ છાપામાં પણ આ રીતે અહેવાલ આપ્યો હતો: “દેશના અનેક ભાગોમાં યહોવાહના સાક્ષીઓના મોટા ભાગના રાજ્ય ગૃહો ફરતે, ખૂબ જ સુંદર રીતે બગીચાઓ સજાવેલા હોય છે. ત્યાંથી કોઈ પણ વ્યક્તિ પસાર થતી વખતે એ જોતી જ રહી જાય છે. ટીકૂરીલાના રાજ્ય ગૃહના બગીચા પરથી જોવા મળે છે કે બગીચાની સજાવટ કેવી રીતે કરવી જોઈએ. બધાને ગમી જાય એ રીતે રાજ્ય ગૃહ અને એની ફરતે બગીચાને બનાવવામાં આવ્યા છે.”
ફિનલૅન્ડમાં આજે ૨૩૩ રાજ્ય ગૃહો છે. એમાંના મોટા ભાગના રાજ્ય ગૃહો ફરતે સુંદર બગીચાઓ છે. પરંતુ આ જગ્યાઓને ખરી રીતે તો શુદ્ધ ભક્તિ અને પરમેશ્વરનું સત્ય ખૂબસુરત બનાવે છે. આજે આખી પૃથ્વી ફરતે સાઠ લાખથી વધારે યહોવાહના સાક્ષીઓ રાજ્ય ગૃહોમાં જાય છે. ભલે એની ફરતે બગીચો હોય કે ન હોય, એ તેઓની પ્રિય જગ્યા છે. એ કારણે તેઓ એની સૌથી સારી રીતે સંભાળ રાખે છે. તમારા વિસ્તારમાં પણ રાજ્ય ગૃહના દરવાજા સર્વ માટે ખુલ્લાં છે!