શું તમે બેપરવા છો?
શું તમે બેપરવા છો?
કોઈને બેપરવા કહેવામાં આવે તો ઘણી વાર તેઓને એ ગમે છે. કેમ કે બેપરવા વ્યક્તિ બધી બાબતોમાં શાંત હોય છે અને જલદી ગુસ્સે થઈ જતી નથી. પરંતુ, બેપરવા વ્યક્તિ આળસુ કે બેદરકાર બની શકે છે. એ વિષે બાઇબલ કહે છે: “મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે.” (નીતિવચનો ૧:૩૨) એનો શું અર્થ થાય?
બેદરકારી માટેના હિબ્રુ શબ્દનો અર્થ, બીજા બાઇબલોમાં આ પ્રમાણે કરવામાં આવ્યો છે. જેમ કે, “બેપરવા” (અમેરિકન સ્ટાન્ડર્ડ વર્શન) અને “કોઈ પણ ચિંતા વગરનું” (ધ ન્યૂ ઇંગ્લીશ બાઇબલ). તેથી, અહીં બેદરકારીનો અર્થ આળસુ અથવા જેને કંઈ ન પડી હોય એમ થાય છે. તે ખરેખર મૂર્ખ વ્યક્તિ કહેવાય.
પહેલી સદીમાં લાઓદીકીઆ મંડળના ખ્રિસ્તીઓ, પરમેશ્વરની સેવામાં એકદમ બેદરકાર બની ગયા હતા. વધુમાં, તેઓ અભિમાનથી કહેતા કે અમને તો “કશાની ગરજ નથી.” પરંતુ, ઈસુએ તેઓના ખોટા વિચારોને સુધાર્યા અને જણાવ્યું, કે તેઓએ ઉત્સાહથી પરમેશ્વરની સેવા કરવાની હતી.—પ્રકટીકરણ ૩:૧૪-૧૯.
નુહના જમાનામાં પણ લોકો સાવ બેદરકાર બની ગયા હતા. તેઓને રોજબરોજની બાબતો સિવાય બીજી કંઈ પડી ન હતી, “તેઓ ખાતાપીતા, ને પરણતાપરણાવતા હતા; અને જલપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા.” એવી જ રીતે, ઈસુનું “આવવું પણ થશે.”—માત્થી ૨૪:૩૭-૩૯.
આજે બાઇબલની ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે. એ બતાવે છે કે આપણે ઈસુ ખ્રિસ્તના ‘આવવાના’ સમયમાં જીવી રહ્યા છીએ. તેથી, ચાલો આપણે બેદરકાર ન બનીએ.—લુક ૨૧:૨૯-૩૬.
[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]
તમને મુલાકાત ગમશે?
આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે વિના મૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.