સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સમજદાર બનો

સમજદાર બનો

સમજદાર બનો

અમુક યુવાનો કોઈ જ નિર્ણય લેતા નથી, એટલે દુઃખી થાય છે. બીજી બાજુ, અમુક યુવાનો કોઈનું સાંભળતા નથી, પણ જિદ્દી બનીને ખોટા નિર્ણયો લે છે અને દુઃખી થાય છે. આખરે, જાણીજોઈને અથવા ભૂલથી કરેલા નિર્ણયોનું ફળ દરેકે ભોગવવું પડે છે. તેથી, ૧૭મી સદીના એક ફ્રેન્ચ લેખકે કહ્યું: “યુવાનોને ઠીક લાગે એવો એક માર્ગ છે, પણ એ તેઓનું જીવન ઝેર બનાવી દે છે.”

તો પછી યુવાનો, તમે શું કરશો? બાઇબલ તમને જણાવે છે: “તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર; માઠા દિવસો આવ્યા પહેલાં, વળી જે વર્ષો વિષે તું એમ કહેશે, કે તેમાં મને કંઈ સુખ નથી તે નજીક આવ્યા પહેલાં, તેનું સ્મરણ કર.” (સભાશિક્ષક ૧૨:૧) તેથી, તમે આજે જ યહોવાહ પરમેશ્વર વિષે શીખો.

યુવાનો, તમે કઈ રીતે જીવન ખુશીઓથી ભરી શકો? બાઇબલ કહે છે: “સલાહ માન અને શિખામણ માથે ચડાવ, તો આખરે તને ડહાપણ આવશે.” (નીતિવચનો ૧૯:​૨૦, સંપૂર્ણ બાઇબલ) જો તમે આ સલાહ નહિ પાળો તો, તમે હાથે કરીને તમારા જ પગ પર કુહાડો મારશો. (નીતિવચનો ૧૩:૧૮) પણ જો તમે યહોવાહની સલાહ પાળશો તો, “લાંબુ અને સુખી જીવન પ્રાપ્ત” કરશો!​—નીતિવચનો ૩:⁠૨, IBSI.

[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]

તમને મુલાકાત ગમશે?

આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્‍ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે વિના મૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.