સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મહેનતનાં ફળ મીઠાં

મહેનતનાં ફળ મીઠાં

મહેનતનાં ફળ મીઠાં

લગભગ ૨૦૦૧ના અંતે, મૉઝામ્બિકમાં લોકોએ રેડિયો પર જાહેરાત સાંભળી:

“મૉઝામ્બિકના રાષ્ટ્રપતિ સીસાનુએ, માપુતોમાં આવેલી યહોવાહના સાક્ષીઓની બ્રાંચની મુલાકાત લીધી. તેમણે તેઓનાં કુટુંબોના સારા નીતિ-નિયમોના વખાણ કર્યા. તેમ જ, ઉત્તેજન આપ્યું કે સમાજમાં એના વિષે અને વાંચતા-લખતા શીખવવાનું ચાલુ રાખો, કેમ કે હજુ દેશમાં ઘણા લોકો અભણ છે. યહોવાહના સાક્ષીઓની મદદથી તો સમાજમાં લગભગ ૧૦,૦૦૦ લોકોને લાભ થયો છે. તેથી, લોકોએ તેઓના આભારી થવું જોઈએ.”

તેમ જ, રેડિયોમાં રાષ્ટ્રપતિએ પોતે કહ્યું: “આ દેશમાં ઘણા લોકોને વાંચવા-લખવાની હોંશ છે, એ જોઈને મને ગર્વ થાય છે. તેમ જ, તેઓને મદદ કરનારા યહોવાહના સાક્ષીઓ પર પણ મને ગર્વ છે. તેઓનાં શિક્ષણથી આપણા દેશમાં બહુ જ સુધારો થશે. તેથી, હું તેઓને અરજ કરું છું કે કોઈ પણ ભાષામાં આ શિક્ષણ હોંશથી આગળ વધારે. એનાથી લોકો વાંચતા-લખતા શીખશે, અને દેશમાં પ્રગતિ થશે. વળી, લોકોનું ભાવિ ઊજળું બનશે.”

મૉઝામ્બિકમાં યહોવાહના સાક્ષીઓ ૮૫૦ જુદી જુદી જગ્યાએ ક્લાસ ચલાવી રહ્યા છે. જેથી, દરેક વ્યક્તિ પોતે બાઇબલ વાંચી શકે. સાથે સાથે, તેઓ દર અઠવાડિયે લગભગ ૫૦,૦૦૦ બાઇબલ અભ્યાસો ચલાવી રહ્યા છે. આખી દુનિયામાં આવી રીતે ૨૩૫ દેશોમાં થઈ રહ્યું છે. (માત્થી ૨૪:૧૪) તમે પણ એનો લાભ મેળવી શકો છો. તમે જલદી જ યહોવાહના સાક્ષીઓને મળો.

[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]

તમને મુલાકાત ગમશે?

આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્‍ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે વિના મૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.