સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પેટે પાટા બાંધીને પણ દાન કરો

પેટે પાટા બાંધીને પણ દાન કરો

પેટે પાટા બાંધીને પણ દાન કરો

“તમે મને ભિખારી કહેશો તોપણ મને ખોટું નહિ લાગે, કેમ કે હું ઈસુ માટે ભીખ માંગું છું,” એક પ્રોટેસ્ટન્ટ પાદરીએ આમ કહ્યું. એનાથી જોવા મળે છે કે, ધર્મો જે રીતોએ પૈસા ઉઘરાવે છે એમાં પણ ઘણા મતભેદો છે. એવું લાગે છે કે આજના ધર્મોને ટકવા માટે પુષ્કળ પૈસાની જરૂર છે. કેમ કે, ધર્મનો ઉપદેશ કરતા શિક્ષકોનો પગાર, મંદિરોનું બાંધકામ અને સમારકામનો ખર્ચ, પ્રવચનો ગોઠવવા કરવી પડતી વ્યવસ્થા, વગેરે માટે ઘણા પૈસાની જરૂર પડે છે. એ પૈસા કઈ રીતે મેળવવામાં આવે છે?

મોટા ભાગના ચર્ચ એ ખર્ચાઓને પહોંચી વળવા સભ્યો પાસેથી દશાંશ * ઉઘરાવે છે. એક પાદરી, નોરમન રોબર્ટસન કહે છે: “દશાંશ દ્વારા ઈશ્વર પૈસા પૂરા પાડે છે, જેથી પૃથ્વી પર તેમનું રાજ ચાલે અને એનો પ્રચાર થાય.” પાદરી ચર્ચના સભ્યોને યાદ કરાવતા શરમાતા નથી કે પૈસા આપવાની તેઓની ફરજ છે. તે સ્પષ્ટ કહે છે: ‘તમારી પાસે પૈસા હોય તો જ દશાંશ આપવા જોઈએ એવું નથી, પણ એ આપવાની તમારી ફરજ છે. જો તમે દશાંશ ન આપો તો, તમે ઈશ્વરની આજ્ઞાનો ભંગ કરો છો. એટલે કે તમે ઈશ્વરના પૈસા પચાવી પાડો છો.’​—⁠દશાંશથી પૈસા પૂરા પાડવાની ઈશ્વરની રીત (અંગ્રેજી) પુસ્તક.

કદાચ તમે બધા એ માનતા હશો કે, ગજા પ્રમાણે દાન કરવું એ આપણી ઉપાસનાનો એક ભાગ છે. પણ જો ધર્મને નામે કોઈ કાયમ તમારી પાસે ફાળો ઉઘરાવતું હોય તો, શું તમને ગમશે? બ્રાઝિલના ઇનઆશીઓ સ્ટ્રાઇડર નામના ધર્મશાસ્ત્રી, ચર્ચને પોતાના સભ્યો પાસેથી દશાંશો ઉઘરાવવા બદલ દોષિત ઠરાવે છે. કેમ કે “ચર્ચ પોતાની જ મુશ્કેલીઓ દૂર કરવા” દશાંશો ઉઘરાવે છે. તેઓ સભ્યો પાસેથી “ખોટી રીતે પૈસા પડાવીને એનો દૂરુપયોગ કરે છે અને ખ્રિસ્તી શિક્ષણથી ભટકી જાય છે.” તે નોંધે છે કે, એના પરિણામે “બેકારો, વિધવાઓ, ગરીબો અને બધી રીતે વિચારી ન શકતા લોકો માનવા લાગે છે કે, પરમેશ્વરે તેઓને તજી દીધા છે. તેથી, પરમેશ્વરની કૃપા મેળવવા તેઓ પેટે પાટા બાંધીને પણ ‘ચર્ચના ઉપદેશકોને’ અમુક પ્રમાણમાં પૈસા આપે છે.”

તમે કદાચ વિચારશો: ‘શું ચર્ચ બાઇબલના શિક્ષણ પ્રમાણે દશાંશો ઉઘરાવે છે? અથવા, શું અમુક ધર્મો પરમેશ્વરને નામે લોકોને ડરાવીને લૂંટવાનો ધંધો કરે છે? શું પરમેશ્વર ખરેખર એવું ઇચ્છે છે કે આપણે પેટે પાટા બાંધીને ધર્માદો કરીએ?’

[ફુટનોટ]

^ તમારી આવક કે પગારના દસમા ભાગને દશાંશ કહેવામાં આવે છે.