સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સ્ટીમરમાં કૅપ્ટન સાથે ભોજન

સ્ટીમરમાં કૅપ્ટન સાથે ભોજન

સ્ટીમરમાં કૅપ્ટન સાથે ભોજન

સ્ટીમરમાં કૅપ્ટન સાથે બેસીને જમવાની ક્યારે મજા આવે? જ્યારે સારું સારું ખાવાનું પીરસવામાં આવે, સાથે જાત જાતના મુસાફરો સાથે અલકમલકની વાતો કરતા હોય ત્યારે એની મજા કંઈ ઓર જ હોય છે. એવી જ વાતો એક સ્ટીમરમાં થઈ રહી હતી. એ સ્ટીમરનું નામ વાઈટ સ્ટાર લાઈન હતું. એના કૅપ્ટન રોબર્ટ જ્યોર્જ સ્મિથ હતા. આ કૅપ્ટન એવા ભોજનના સમયે વાતો કરતા કરતા સત્ય શીખ્યા હતા.​—⁠યશાયાહ ૨૫:⁠૬.

રોબર્ટ સ્મિથ ૧૮૯૪માં ફક્ત ચોવીસ વર્ષની ઉંમરે કિકંલૂન ડન્ડી નામની સ્ટીમરના કૅપ્ટન બન્યા હતા. એ સ્ટીમર લઈને તે પહેલીવાર દુનિયાની સફરે નીકળ્યા હતા. પછી તેમણે એક કૅપ્ટન તરીકે વાઇટ્‌ સ્ટાર લાઇન કંપનીની અનેક સ્ટીમરોમાં સફર કરી હતી. જેમ કે સીડરીક, સીવીક અને રૂનીક. * એક સ્ટીમરમાં રોબર્ટ સ્મિથ ઍટલૅંટિક મહાસાગર કાપીને, ન્યૂ યૉર્કથી ઇંગ્લૅંડમાં આવેલ લીવરપુલ તરફ મુસાફરી કરતા હતા. એ મુસાફરીમાં તેમણે ચાર્લ્સ ટેઝ રસેલની સાથે ભોજન લીધું હતું. ભાઈ રસેલ સાથે વાતો કર્યા પછી રોબર્ટ સ્મિથને બાઇબલમાં રસ જાગ્યો. તેથી, તેમણે બાઇબલમાંથી વધારે શીખવા માટે, ખુશીથી ભાઈ રસેલ પાસેથી સ્ટડીઝ ઈન ધ સ્ક્રિપ્ચર્સ પુસ્તકો લીધા.

પછી ભાઈ રસેલ પત્રોથી રોબર્ટના સંપર્કમાં રહેતા હતા. તેથી રોબર્ટ સ્મિથનો બાઇબલમાં રસ વધતો જ ગયો. રોબર્ટ પોતે જે કંઈ શીખતા, એ પોતાની પત્નીને પણ જણાવતા. પછી બન્‍ને પતિ-પત્ની બાઇબલ વિદ્યાર્થીઓ અથવા યહોવાહના સાક્ષીઓ બન્યા. સમય જતાં રોબર્ટ પોતે બાઇબલ વિષે પ્રવચનો આપતા હતા. દાખલા તરીકે, તેમણે ઑસ્ટ્રેલિયાનાં બ્રિસ્બેન શહેરમાં, “ગિલઆદનો લાબાન” વિષય પર એક પ્રવચન આપ્યું હતું. એમાં તેમણે શીખવ્યું કે “આપણી મુશ્કેલીઓનો ઇલાજ” બાઇબલમાં રહેલો છે. તેમની પત્ની અને બાળકો પણ ઇંગ્લૅંડમાં “ફોટો-ડ્રામા ઑફ ક્રિએશન” નામનો સ્લાઈડ શો બતાવવામાં મદદ કરતા હતા. એ શો ચાલતો હોય ત્યારે, રોબર્ટની પત્ની અને બાળકો ભાઈ રસેલના પ્રવચનોની રેકોર્ડ વગાડતા હતા.

રોબર્ટ સ્મિથ યહોવાહ વિષે જે સત્ય શીખ્યા એ તેમણે પોતાનાં બાળકોને પણ શીખવ્યું. પાંચ પેઢી પછી આજે તેમના કુટુંબના ૧૮ જણ સત્યમાં છે. તેઓ પૂરા ઉમંગથી યહોવાહના રાજ્યની ખુશખબર ફેલાવી રહ્યા છે. વર્ષો પહેલાં કૅપ્ટન રોબર્ટ સાથે સ્ટીમરમાં સત્ય વિષે જે વાતચીત થઈ હતી એ માટે તેઓ બધા આજે ખૂબ જ આભારી છે.

બાઇબલમાં એવું તો શું છે કે જેમાં રોબર્ટ સ્મિથને એટલો બધો રસ પડ્યો? એ વિષે તમે પણ જાણી શકો. આજે યહોવાહના સાક્ષીઓ આખી દુનિયાના લોકોને બાઇબલમાંથી સત્ય શીખવી રહ્યા છે અને એને લગતા પુસ્તકો આપી રહ્યા છે. તમે પણ એનો લાભ ઉઠાવી શકો.

[ફુટનોટ]

^ એ સ્ટીમર જેવી જ એક ટાઈટેનિક નામની સ્ટીમર હતી, જેના કૅપ્ટન એડવર્ડ જોન સ્મિથ હતા. (તેઓ સગા ન હતા), ટાઈટેનિક પહેલી દરિયાઈ સફરમાં ડૂબી ગયું હતું.

[પાન ૮ પર ચિત્ર]

રોબર્ટ જ્યોર્જ સ્મિથ

[પાન ૮ પર ચિત્ર]

ચાર્લ્સ ટેઝ રસેલ