સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુના જન્મથી આપણે શું શીખીએ છીએ?

ઈસુના જન્મથી આપણે શું શીખીએ છીએ?

ઈસુના જન્મથી આપણે શું શીખીએ છીએ?

દર વર્ષે લાખો લોકો ઈસુનો જન્મ-દિવસ ઉજવે છે. તેઓ નાતાલ કે ક્રિસમસ સમયે ઈસુના જન્મનું નાટક ભજવે છે. વળી, બધી બાજુ તેમના જન્મ-દિવસના કાર્ડ અને ચિત્રો જોવા મળે છે. બાઇબલ ઈસુના જન્મના બનાવો વિષે જણાવે છે, પણ એ કંઈ લોકોના મોજ-શોખ માટે નથી. પરંતુ, એ તો એવી સત્ય ઘટના છે, જેમાંથી શીખીને આપણું જીવન સુધારી શકીએ છીએ.​—⁠૨ તીમોથી ૩:⁠૧૬.

જો યહોવાહ ચાહતા હોત કે આપણે ઈસુનો જન્મ-દિવસ ઉજવીએ, તો તેમણે બાઇબલમાં ચોક્કસ તારીખ આપી હોત. પરંતુ, બાઇબલ તો ફક્ત એટલું જ કહે છે કે, ઈસુના જન્મ વખતે રાત્રે ઘેટાંપાળકો ટોળાની રખેવાળી કરતા હતા. એના વિષે એક બાઇબલ પ્રોફેસર, આલ્બર્ટ બાર્ન્સ કહે છે: ‘ડિસેમ્બર પચ્ચીસ શિયાળાનો સમય છે. બેથલેહેમની આજુબાજુના પર્વતોમાં બહુ જ ઠંડી હોય છે. એટલે એ સમયે ઈસુ જન્મ્યા ન હોય શકે. પરમેશ્વરે જણાવ્યું નથી કે ઈસુનો જન્મ ક્યારે થયો, પરંતુ આપણે એ જાણવાની પણ જરૂર નથી. જો જરૂર હોત, તો પરમેશ્વરે એ ચોક્કસ બાઇબલમાં જણાવ્યું હોત.’

જો કે ઈસુના જન્મ કરતાં, મરણનો દિવસ મહત્ત્વનો છે. એટલે એ વિષે ઈસુના ચાર શિષ્યોએ બાઇબલમાં લખ્યું. એ દિવસ યહુદી કૅલેન્ડર પ્રમાણે નીસાન ૧૪ છે, જે વસંત ઋતુમાં આવે છે. ઈસુએ પોતાના મરણ પહેલાં, શિષ્યોને આજ્ઞા આપી કે તેઓએ એ મરણ-દિન ઉજવવાનો હતો. (લુક ૨૨:૧૯) પરંતુ, બાઇબલમાં ક્યાંય લખ્યું નથી કે આપણે ઈસુનો જન્મ દિવસ ઉજવવો જોઈએ. તો પછી આપણો જન્મ-દિન ઉજવવાની પણ શું જરૂર છે? અફસોસની વાત છે કે લાખો લોકો ઈસુનો જન્મ-દિન ઉજવે છે. પરંતુ, એ સમયે બનેલા મહત્ત્વના બનાવો સાવ ભૂલી જાય છે.

ઈસુના માબાપની પસંદગી

યહોવાહે ઈસ્રાએલી લોકોમાંથી ઈસુ માટે કેવા માબાપ પસંદ કર્યાં? શું તેઓ અમીર હતા કે ઊંચો મોભ્ભો ધરાવતા હતા? ના. યહોવાહ તો ફક્ત પોતાની સાચા દિલથી ભક્તિ કરનારાને જ શોધતા હતા. શું મરિયમ એવી જ હતી? હા, આપણે લુક ૧:​૪૬-૫૫માંના તેના ગીત પરથી એ જોઈએ છીએ. મરિયમને જાણ થઈ કે પોતે મસીહની મા બનવાની છે ત્યારે, તે ગાઈ ઊઠે છે: ‘મારું હૃદય ઈશ્વરની પ્રશંસા કરે છે; . . . કારણ, તેમની આ દીન સેવિકાને તેમણે સંભારી છે!’ (પ્રેમસંદેશ) ખરેખર, મરિયમ કેટલી સારી હતી કે, તે પોતાને યહોવાહની ‘દીન સેવિકા જ’ ગણતી હતી. વળી, મરિયમના ગીતમાંથી આપણે જોઈએ છીએ કે તે નિયમિત પવિત્ર શાસ્ત્ર વાંચતી અને એનું પાલન કરતી હતી. તેથી, ભલે મરિયમ પાપી આદમથી આવી હતી, છતાં યહોવાહે તેને ખુશીથી પસંદ કરી.

પરંતુ મરિયમના પતિ યુસફ કેવા હતા? યુસફ એક સુથાર હતા, અને બહુ મહેનતુ હતા. તે પોતાના કુટુંબનું સારી રીતે પાલન-પોષણ કરતા હતા. તેમના કુટુંબમાં પાંચ દીકરા અને બેથી વધારે દીકરીઓ હોવાથી, એ સહેલું ન હતું. (માત્થી ૧૩:૫૫, ૫૬) યુસફ અમીર ન હતા. નિયમશાસ્ત્ર પ્રમાણે પહેલા બાળકને જન્મ આપ્યા પછી મરિયમે મંદિર જઈને ઘેટાંનું અર્પણ ચડાવવાનું હતું. પરંતુ, યુસફને કેટલું દુઃખ લાગ્યું હશે, કેમ કે તેમની પાસે એટલા પૈસા ન હતા. તેથી, યહોવાહે ગરીબ લોકો માટે કરેલી ગોઠવણ પ્રમાણે, યુસફ અને મરિયમે કર્યું: “જો હલવાન લાવવું એ તેના ગજા ઉપરાંત હોય, તો તે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવે; એક દહનીયાર્પણને સારૂં, ને બીજું પાપાર્થાર્પણને સારૂં; અને યાજક તેને સારૂં પ્રાયશ્ચિત્ત કરે, એટલે તે શુદ્ધ થશે.”​—⁠લેવીય ૧૨:⁠૮; લુક ૨:૨૨-૨૪.

બાઇબલ કહે છે કે ગરીબ હોવા છતાં, યુસફ “નીતિમાન માણસ” હતા. (માત્થી ૧:૧૯) દાખલા તરીકે, મરિયમ સાથે લગ્‍ન થયું ત્યારે, તે તો મા બનવાની હતી. એટલે ઈસુના જન્મ સુધી તેઓએ સુહાગરાત મનાવી નહિ. પરંતુ, યુસફ અને મરિયમ માટે આ બહુ મુશ્કેલ હશે. તેઓ એકબીજાને બહુ જ ચાહતા હતા, અને એક જ ઘરમાં રહેતા હતા. પરંતુ, આ રીતે તેઓએ સાબિત કરી આપ્યું કે ઈસુના પિતા યહોવાહ હતા, યુસફ નહિ. આ બતાવે છે કે તેઓ બન્‍ને યહોવાહ માટે કંઈ પણ કરવા તૈયાર હતા. વળી, ઈસુના મા-બાપ બનવાને તેઓએ એક મોટો લહાવો ગણ્યો.​—⁠માત્થી ૧:૨૪, ૨૫.

મરિયમની જેમ, યુસફ પણ યહોવાહના દિલને ખુશ કરનાર હતા. તે પોતાના કુટુંબ સાથે નાઝારેથમાં રહેતા, અને દર વર્ષે કામ છોડીને આખા કુટુંબને યરૂશાલેમ લઈ જતા. ત્રણ દિવસની યાત્રા પછી, તેઓ મંદિરમાં પાસ્ખાપર્વ ઉજવતા. (લુક ૨:૪૧) વળી, યુસફે બાળપણથી ઈસુને શીખવ્યું હશે કે યહોવાહની ભક્તિ કઈ રીતે કરવી. તેમ જ યુસફ ઈસુને દર અઠવાડિયે સભાસ્થાનમાં લઈને જતા હશે, જ્યાં શાસ્ત્ર વંચાતું અને એની સમજણ આપવામાં આવતી. (લુક ૨:૫૧; ૪:૧૬) ખરેખર, મરિયમ અને યુસફ જેવા માબાપ ક્યાંથી મળે? તેથી, યહોવાહે પોતાના પ્રિય દીકરા માટે સૌથી સારા માબાપ પસંદ કર્યાં હતાં.

ઘેટાંપાળકોને મોટો આશીર્વાદ

મરિયમ થોડા દિવસોમાં જ જન્મ આપવાની હતી ત્યારે, યુસફ સાથે બેથલેહેમ જવું પડ્યું. આ મરિયમ માટે ખૂબ અઘરું હતું. પરંતુ, કાઈસારના નિયમ પ્રમાણે તેઓએ યુસફના બાપ-દાદાના ગામમાં જઈને નામની નોંધણી કરાવવાની હતી. તેઓ બેથલેહેમ પહોંચ્યા ત્યારે ગામમાં હજારો લોકો પણ પહોંચી ગયા હોવાથી, તેઓ માટે રાતે રહેવાની કોઈ જગ્યા ન હતી. આખરે, તેઓએ તબેલામાં રહેવું પડ્યું, જ્યાં ઈસુનો જન્મ થયો અને તેમને ગભાણમાં સુવાડવા પડ્યા. મરિયમ અને યુસફને લાગ્યું હશે કે શું આ બધું યહોવાહના કહ્યા પ્રમાણે જ થાય છે? તેઓને ખાતરી કરાવવા, યહોવાહ કોઈકને મોકલવાનું નક્કી કરે છે. હવે, શું યહોવાહ બેથલેહેમના મંદિરમાંથી વડીલોને મોકલે છે? ના. તે તો મહેનતુ અને નમ્ર ઘેટાંપાળકોને મોકલે છે, જેઓ રાત્રે ટોળાંની રખેવાળી કરતા હતા.

યહોવાહનો દૂત ઘેટાંપાળકોને મળવા જાય છે અને તેઓને બેથલેહેમ જવાનું કહે છે. તેઓ ત્યાં “ગભાણમાં” ઈસુને જોઈ શકશે, જે મનુષ્યોના તારણહાર છે. પરંતુ, જ્યારે આ ઘેટાંપાળકોને ખબર પડી કે, પરમેશ્વરના દીકરાનો જન્મ તબેલામાં થયો છે, ત્યારે શું તેઓને શરમ લાગી? ના, જરાય નહિ. તરત જ તેઓ ઘેટાંનાં ટોળાંને મૂકીને બેથલેહેમ દોડી ગયા. ઘેટાંપાળકોએ યુસફ અને મરિયમને શોધી કાઢ્યા, અને તેઓને બધું જ જણાવ્યું. આ બધું સાંભળીને ઈસુનાં માબાપ કેટલા ખુશ થયા હશે! તેઓને કેટલો દિલાસો મળ્યો હશે કે, બધું યહોવાહની મરજી પ્રમાણે જ થઈ રહ્યું હતું. વળી, “ઘેટાંપાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, તેને લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા.” (લુક ૨:૮-૨૦) આ નમ્ર ઘેટાંપાળકો યહોવાહની સાચા દિલથી ભક્તિ કરતા હતા. એટલે જ યહોવાહે તેઓને આ ખાસ સંદેશો આપ્યો હતો!

તો પછી, આપણે શું શીખ્યા? યહોવાહની કૃપા મેળવવા, આપણે શું કરવું જોઈએ? જો આપણે અમીર બનવાના કે નામ કમાવાના સપના જોઈશું, તો આપણે કદી યહોવાહને ખુશ કરીશું નહિ. એના બદલે આપણે યુસફ, મરિયમ, અને ઘેટાંપાળકો જેવા બનીએ. તેઓની જેમ જ, આપણે પણ નમ્ર બનીએ અને યહોવાહની ભક્તિ જીવનમાં પહેલી મૂકીએ. ઈસુના જન્મ વિષે થોડું જ વિચારવાથી પણ, આપણે કેટલું બધું શીખીએ છીએ!

[પાન ૭ પર ચિત્ર]

મરિયમે બે કબૂતરનું અર્પણ ચડાવ્યું, એ શું બતાવે છે?

[પાન ૭ પર ચિત્ર]

યહોવાહે ઈસુના જન્મ વિષે ઘેટાંપાળકોને જણાવ્યું