“માગીઓ” કોણ હતા?
“માગીઓ” કોણ હતા?
ચર્ચમાં જનારા લોકોના ઘરોમાં તમને ઈસુના જન્મનું ચિત્ર જોવા મળશે. એ ચિત્રમાં તમે જોશો તો, ઊંટો સાથે ત્રણ માણસો અને ગભાણમાંના બાળક ઈસુ દેખાઈ આવશે. આ ભપકાદાર કપડાં પહેરીને આવેલા માણસો માગીઓ પણ કહેવાય છે. પરંતુ, તેઓ વિષે બાઇબલ શું કહે છે?
બાઇબલ તેઓને માગીઓ અથવા “જોષીઓ” કહે છે, પણ એ તેઓની સંખ્યા આપતું નથી. આ માગીઓ “પૂર્વથી” આવેલા હતા. તેઓએ છેક ત્યાં જાણ્યું હતું કે ઈસુનો જન્મ થયો છે. (માત્થી ૨:૧, ૨, ૯) તેઓને યહુદાહ સુધી લાંબી મુસાફરી કરવી પડી હશે. આખરે, તેઓને ઈસુ મળી આવ્યા ત્યારે, તે કંઈ નવા જન્મેલા બાળક ન હતા. પરંતુ, માગીઓએ ઘરમાં રહેતા “બાળકને” તેની મા મરિયમ સાથે જોયું.—માત્થી ૨:૧૧.
બાઇબલ પરનું એક પુસ્તક કહે છે: “જાદુગરી અને જ્યોતિષ શાસ્ત્ર વચ્ચેનો સંબંધ એક તારા પરથી ખ્યાલ આવે છે. આ તારો માગીઓને આકર્ષી બેથલેહેમ સુધી લઈ ગયો.” બાઇબલ આવી કોઈ પણ જ્યોતિષ વિદ્યાને ધિક્કારે છે. તેમ જ, રાશિ કે જોષ જોવો, એ બાબેલોનનો રિવાજ છે. એવા રિવાજોને યહોવાહ સખત ધિક્કારે છે.—પુનર્નિયમ ૧૮:૧૦-૧૨; યશાયાહ ૪૭:૧૩.
આ માગીઓને મળેલી માહિતીનું શું કોઈ સારું પરિણામ આવ્યું? ના. યુસફ, મરિયમ અને ઈસુએ મિસરમાં નાસી જવું પડયું. માગીઓએ આપેલી માહિતીથી દુષ્ટ રાજા હેરોદને ખૂબ અદેખાઈ આવી. પછી, તે બહુ જ ગુસ્સે ભરાયો. માગીઓએ જે સમય બતાવ્યો હતો એ પરથી, રાજા હેરોદે નક્કી કર્યું કે ઈસુનો જન્મ ક્યારે થયો હશે. એટલે, તેણે બેથલેહેમના “બે વર્ષનાં તથા તેથી નાનાં” બાળકોને મારી નંખાવ્યાં. (માત્થી ૨:૧૬) આ માગીઓની મુલાકાત ફક્ત તકલીફો જ લાવી હતી. એ કોણ હતું જે આ તકલીફો લાવ્યું? કોણે તારા દ્વારા માગીઓને ખબર આપી કે ‘યહુદીઓનો રાજા જન્મ્યો છે’? (માત્થી ૨:૧, ૨) ખરેખર, એની પાછળ તો યહોવાહ પરમેશ્વરનો દુશ્મન, શેતાન હતો, જે ઈસુને મારી નાખવા ચાહતો હતો!
[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]
તમને મુલાકાત ગમશે?
આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે વિના મૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.