એક ચિઠ્ઠીથી મારું જીવન બદલાઈ ગયું
મારો અનુભવ
એક ચિઠ્ઠીથી મારું જીવન બદલાઈ ગયું
ઈરાની હૉકસ્ટેનબૅકના જણાવ્યા પ્રમાણે
વર્ષ ૧૯૭૨માં, હું ૧૬ વર્ષની હતી. ત્યારે એક મંગળવાર સાંજે મારા માબાપ સાથે હું ધાર્મિક સભામાં ગઈ. નેધરલૅન્ડમાં આવેલા ભ્રભાટ તાલુકાના, આઇટહોવન શહેરમાં એ સભાઓ રાખવામાં આવતી. મને ત્યાં જરાય ગમતું ન હતું. એથી, એવા વિચારો આવતા કે આના કરતાં બીજે ક્યાંક હોવ તો કેવું સારૂ. એ સભાઓમાં બે યુવાન બહેનોએ મને ચિઠ્ઠી આપી જેમાં લખ્યું હતું: “વહાલી ઈરાની, અમે તને મદદ કરવા ચાહીએ છીએ.” જોકે એ ચિઠ્ઠીથી મારૂં જીવન બદલાઈ જવાનું હતું. પછી શું બન્યું એ જણાવતા પહેલાં હું તમને મારા વિષે થોડું જણાવું.
મારો જન્મ ઇંડોનેશિયાના બલીચૂગ ટાપુમાં થયો હતો. ત્યાં ઠંડા પવનથી નાળિયેરીના સર-સર થતા ઝાડ-પાન, ખળ-ખળ વહેતી નદી, ઘરની આસપાસ રમતાં બાળકોનો ખીલખીલાટ મારા કાનમાં ગુંજતો હતો. એ ઉપરાંત ઘરમાં મધુર સંગીત વાગતું એ પણ મને યાદ છે. વર્ષ ૧૯૬૦માં, હું ફક્ત ચાર વર્ષની હતી, ત્યારે અમારું કુટુંબ ઇંડોનેશિયાથી નેધરલૅન્ડ રહેવા ગયું. અમે એ મુસાફરી સ્ટીમરથી કરી હતી. મારી પાસે એક જૉકરનું રમકડું હતું જે ઢોલ વગાડતું, એ મને ખુબ જ ગમતું હતું. એ ઢોલનો અવાજ હું હજુ સુધી ભૂલી નથી. હું એ મારી સાથે નેધરલૅન્ડ લઈ ગઈ હતી. હું સાત વર્ષ હતી ત્યારે બીમાર પડી. એના કારણે હું પછી બહેરી થઈ ગઈ હતી. તેથી કંઈ પણ સાંભળવાની મારી પાસે ફક્ત નાનપણની યાદગીરી જ છે.
નાનપણથી હું બહેરી છું
મારા મમ્મી-પપ્પા મારી બહું જ કાળજી રાખતા હતાં, તેથી મને જરા પણ ખ્યાલ ન આવ્યો કે બહેરા થવાનું શું
પરિણામ આવશે. દાખલા તરીકે, મારા કાનમાં એક નાનકડું સાંભળવાનું મશીન હતું પણ મને તો એમ જ લાગતું કે એ એક રમકડું જ છે. છેવટે એ સાંભળવા માટે બહું ઉપયોગમાં ન આવ્યું. તેથી પડોશના બાળકો મારી સાથે ફૂટપાથ પર ચોકથી લખીને વાતચીત કરતાં હતા હું પણ તેઓને બોલીને જવાબ આપી શકતી હતી.હું મોટી થઈ તેમ મને ખબર પડી કે હું બીજા લોકોથી અલગ છું. મને એ પણ જોવા મળ્યું કે બહેરી હોવાથી અમુક લોકો મારી મશ્કરી કરતા અને મારી સાથે દોસ્તી ન રાખતા. આમ મારૂં જીવન સૂનું સૂનું થવા લાગ્યું. હું મોટી થઈ એમ સમજવા લાગી કે બહેરા બનવાનું શું પરિણામ આવે છે. જે લોકો સાંભળી શકતા તેઓથી હું ગભરાઈ જતી હતી.
સમય જતાં અમારું કુટુંબ લીમ્બર્ગથી આઇન્ડહોવન શહેરમાં રહેવા ગયું. જેથી તેઓ મને બહેરા લોકોની સ્કૂલમાં દાખલ કરી શકે. પછી મારા પપ્પાએ નવી નોકરી શોધી અને મારો ભાઈ અને બે બહેનો પણ નવી સ્કૂલે જવા લાગ્યાં. તેઓએ મારા માટે આટલી મહેનત કરી એનો હું ખુબ જ ઉપકાર માનું છું. એ સ્કૂલમાં મને એવી રીતે બોલતાં શીખવામાં આવ્યું જેથી મારો અવાજ ધીમો થઈ શકે અથવા હું મોટેથી બોલી શકું અને લોકો મને સમજી શકે. મારી સ્કૂલના છોકરાઓએ મને બહેરા લોકોની ભાષા જે ખાસ કરીને હાથના ઇશારાથી કરવામાં આવતી એ શીખવી હતી.
મારી પોતાની દુનિયામાં ખોવાયેલી
હું મોટી થઈ તેમ મારા મમ્મી-પપ્પા મારી સાથે વાત કરવાનો ઘણો પ્રયત્ન કરતા પણ મને બહું સમજ ન પડતી. દાખલા તરીકે, મને ખબર ન હતી કે મારા મમ્મી-પપ્પા યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખી રહ્યા છે. મને યાદ છે કે અમારું કુટુંબ એક વખતે એવી જગ્યાએ ગયું જ્યાં ઘણા લોકો ખુરશીઓ પર બેઠા હતા. તેઓ બધા જ હૉલમાં આગળની બાજુ જોઈને બેઠા હતા. કોઈ વાર તેઓ તાળીઓ પાડતાં, સમયથી સમય ઊભા થતા, પરંતુ તેઓ એમ શા માટે કરે છે એ ખબર ન હતી. ઘણા સમય પછી મને ખબર પડી કે એ તો યહોવાહના સાક્ષીઓનું મહાસંમેલન હતું. તેમ જ મારા મમ્મી-પપ્પા મને આઇન્ડહોવન શહેરમાં આવેલા એક નાના હૉલમાં લઈ જતા હતા. ત્યાં અમારા કુટુંબને મજા આવતી અને મને પણ ત્યાં જવાનું ગમતું, કારણ કે ત્યાંના બધા લોકો સારા હતા. તેમ છતાં મને એ ખબર ન હતી કે અમે ત્યાં કેમ જઈએ છીએ. હવે મને ખબર પડી કે એ તો યહોવાહના સાક્ષીઓનો પરમેશ્વર વિષે શીખવાનો એક હૉલ હતો.
એ હૉલમાં જે શીખવવામાં આવતું હતું એ મને બહેરા લોકોની ભાષામાં સજાવવાવાળું કોઈ ન હતું. હવે હું સમજુ છું કે તેઓ બધા જ મને મદદ કરવા ઇચ્છતા હતા. પરંતુ તેઓને ખબર ન હતી કે કઈ રીતે મને સમજવા મદદ કરવી. એ કારણથી આ સભાઓમાં મને સૂનું સૂનું લાગતું. તેથી ‘મને થયું કે અહીંયા હોવા કરતાં હું સ્કૂલે હોવ તો સારૂં’ મારા મનમાં આ વિચારો દોડતા હતા, એવામાં બે બહેનોએ આવીને મને ચિઠ્ઠી આપી. જેના વિષે મેં શરૂઆતમાં વાત કરી હતી. જોકે એ ચિઠ્ઠીથી અમે પાકી બહેનપણી બની જઈશું, એવું પણ મેં ધાર્યું ન હતું. એટલું જ નહિ પરંતુ હું મારી પોતાની એક સૂમસામ દુનિયામાંથી બહાર નીકળી.
મારી વહાલી બહેનપણીઓ
મને જે બહેનોએ ચિઠ્ઠી આપી તેઓનું નામ કૉલેટ તથા હર્મીના હતું. તેઓ લગભગ ૨૦ વર્ષની હતી. થોડા સમય પછી મને ખબર પડી કે તેઓ નિયમિત પાયોનિયરીંગ કરતા હતા. જોકે, કૉલેટ તથા હર્મીનને બહેરા લોકોની ભાષા આવડતી ન હતી. તેમ છતાં તેઓ જે કંઈ બોલતા ત્યારે હું તેઓના હોઠો જોતી હતી એ રીતે મને ખબર પડતી કે તેઓ શું કહે છે. આમ અમે સારી રીતે વાતચીત કરી શકતા હતા.
કૉલેટ તથા હર્મીનાએ મારા મમ્મી-પપ્પાને જ્યારે પૂછ્યું, કે તેઓ મને બાઇબલમાંથી શીખવવા ચાહે છે
ત્યારે તેઓ રાજી થઈ ગયા. જોકે, કૉલેટ તથા હર્મીનાએ ફક્ત એટલું જ ન કર્યું, પણ સભામાં મને સમજાવવા ભાષાંતર કરવાના ખૂબ જ પ્રયત્નો કરતી. તેમ જ મંડળના ભાઈબહેનોને મળવા તેઓ મને સાથે લઈ જતી. એ ઉપરાંત પ્રચાર કાર્યમાં બાઇબલનો ઉપયોગ કઈ રીતે કરવો અને સેવા શાળામાં કેવી રીતે ટોક આપવી એની પણ મારી સાથે તેઓ પ્રૅકટિસ કરતી. અરે જરા વિચાર કરો કે હવે હું જેઓ સાંભળી શક્તા હતા તેઓ આગળ ટોક આપી શકતી હતી.એ ઉપરાંત કૉલેટ તથા હર્મીના મારું ખુબ જ ધ્યાન રાખતી હતી તેથી હું તેઓનો ભરોસો કરવા લાગી. જોકે હું ભૂલ કરતી ત્યારે અમે સાથે હસતા, છતાં તેઓ કદી મારી મશ્કરી કરતા નહિ. તેમ જ તેઓને મારી સાથે ફરવાથી શરમ ન આવતી. હું તેઓ જેવી જ હોવ એવી રીતે તેઓ મારી સાથે વર્તતા હતા. આ છોકરીઓએ મને તેઓના પ્રેમની એક સુંદર ભેટ આપી હતી.
સૌથી મહત્ત્વનું તો કૉલેટ તથા હર્મીનાએ મને યહોવાહ પરમેશ્વર વિષે શીખવ્યું. જેથી હું યહોવાહ પરમેશ્વરને ખરેખર ઓળખી શકું. તેઓએ જણાવ્યું હું બહેરી છું છતાં જે તકલીફો સહન કરીને સભાઓમાં આવું છે, એ યહોવાહ ખરેખર જાણે છે. યહોવાહ પર પ્રેમ હોવાથી અમે ત્રણે બહેનપણી બની એ માટે હું તેઓનો ઉપકાર માનું છું! યહોવાહ પરમેશ્વરે જે રીતે મારી કાળજી રાખી છે એ જોઈને મે જુલાઈ ૧૯૭૫માં બાપ્તિસ્મા લીધું.
હું મારા જીવન સાથીને મળી
થોડા વર્ષો પછી હું ઘણા ખ્રિસ્તી ભાઈબહેનોને ઓળખતી થઈ. આ રીતે હું મારા જીવન સાથીને મળી અને ૧૯૮૦માં અમે લગ્ન કર્યા. પછી હું એક પાયોનિયર તરીકે સેવા આપવા લાગી. વર્ષ ૧૯૯૪માં મને અને મારા પતિ હૅરીને, ડચના બહેરા લોકોને તેઓની ભાષામાં પ્રચાર કરવાની સોંપણી મળી. એના પછીના વર્ષે અમને સરકીટ નિરીક્ષક તરીકે મદદ કરવાની પણ સોંપણી મળી. મારા પતિ સાથે દર અઠવાડિયે અલગ અલગ મંડળમાં જવું મારી માટે સહેલું ન હતું.
અમે નવા મંડળની મુલાકત લેતા ત્યારે હું શું કરતી એ જણાવું. હું બની શકે એટલી જલદીથી ભાઈબહેનોને મળીને મારું નામ જણાવતી. તેમ જ તેઓને જણાવતી કે હું બહેરી છું. હું તેઓને કહેતી કે મારી સામે જોઈને ધીમેથી બોલો. સભાઓમાં પ્રશ્ન પૂછવામાં આવતા ત્યારે હું જવાબ આપવાનો પ્રયત્ન કરતી. તેમ જ હું ભાઈબહેનોને પૂછતી કે મારી માટે આ અઠવાડિયાની સભાઓ અને ક્ષેત્ર સેવા બહેરાંઓની ભાષાથી મને સમજાવે.
આ રીતે અમે મંડળોની મુલાકાતો લેતા. ઘણી વાર ભાઈબહેનો ભૂલી જતા કે હું બહેરી છું. દાખલા તરીકે તેઓ મને રસ્તા પર ચાલતી જુએ ત્યારે ગાડીનો હૉર્ન
મારતા, પણ હું તેઓ સામે જોતી નહિ. એ જાણીને પછી અમે હસી પડતાં. બીજુ કે, હું જોરથી કંઈક બોલી નાખું તો મને ખબર પડતી નહીં કારણ કે મને મારો પોતાનો અવાજ ન સાંભળાતો. જેમ કે કોઈ વાર હું હૅરીના કાનમાં કંઈક ખાનગી વાત કરવા જતી પણ પછી તે જ્યારે લાલ ચોળ થઈ જતા ત્યારે જ મને ખ્યાલ આવતો કે મારો અવાજ તો બધા સાંભળી શકે છે!બાળકો પણ મને ઘણી રીતે મદદ કરતાં. અમે પહેલી વાર એક મંડળના કિંગ્ડમ હૉલ કે રાજ્યગૃહમાં ગયા ત્યારે નવ વર્ષનો છોકરો જોતો હતો કે મારી સાથે કોઈ વાત કરતું નથી. તેથી તે મારો હાથ પકડીને મને હૉલમાં વચ્ચે લઈ ગયો અને બૂમ પાડીને કહ્યું: “ઈરાનીબહેને મળો. તે બ-હે-રી છે!” એમ બોલ્યા પછી બધા જ મને મળવા આવ્યા.
હૅરી મંડળોની મુલાકાત લેવા જાય ત્યારે હું પણ તેની સાથે જાઉ છું. આ રીતે મારા ઘણા મિત્રો થયા છે. વર્ષો પહેલાં મને સૂનું સૂનું લાગતું, પરંતુ આજે એવું જરાય લાગતું નથી! કૉલેટ તથા હર્મીના જે રાત્રે મને ચિઠ્ઠી આપી ત્યારથી હું જોઈ શકી કે ખરા મિત્રો કોને કહેવા. એ કારણે હું ઘણા ભાઈબહેનોને મળી જેઓને હું બહુ જ ચાહું છું. એટલું નહિ, પણ હું યહોવાહ પરમેશ્વરને સારી રીતે ઓળખી શકી અને હવે તે જ મારા પરમેશ્વર છે. (રૂમીઓને પત્ર ૮:૩૮, ૩૯) હા, એ ચિઠ્ઠીથી મારું જીવન બદલાઈ ગયું!
[પાન ૨૪ પર ચિત્ર]
મારા રમકડાંનો ઢોલ કેવો વાગતો એ હજું મને યાદ છે
[પાન ૨૫ પર ચિત્ર]
મારા પતિ હૅરી સાથે પ્રચાર કાર્યમાં