સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દિલાસો દુઃખીજનો માટે દિલાસો

દિલાસો દુઃખીજનો માટે દિલાસો

દિલાસો દુઃખીજનો માટે દિલાસો

શામાટે પરમેશ્વર દુઃખ દે છે? સદીઓથી ફિલોસોફર અને ધર્મ ગુરુઓએ આ પ્રશ્નનો જવાબ શોધવા ઘણા ફાંફાં મારે છે. ઘણા લોકો માને છે કે પરમેશ્વર શક્તિમાન હોવાથી તે જ દુઃખ લાવે છે. બીજી સદીનું એક પુસ્તક ધ ક્લેમેન્ટટાઈન સર્મન દાવો કરે છે કે પરમેશ્વર બે હાથથી જગત પર રાજ કરે છે. તેમનો “ડાબો હાથ” શેતાન આપણા પર અનેક દુઃખો લાવે છે. તેમ જ, તેમનો “જમણો હાથ” ઈસુ લોકોને બચાવે છે અને આશીર્વાદ આપે છે.

જોકે, ઘણા લોકો માનતા નથી કે ઈશ્વર આપણા પર દુઃખ લાવે છે. તેમ જ દુઃખ હોય તોપણ તેઓ એને સ્વીકારતા નથી. મેરી બેકર એડીએ વિજ્ઞાન અને તંદુરસ્તીથી બાઇબલ સમજવાની ચાવી (અંગ્રેજી) પુસ્તકમાં લખ્યું: “દુષ્ટતા, એ માત્ર એક ભ્રમ છે. પાપ, બીમારી અને મરણ જેવું કંઈ છે જ નહિ, એમ સમજીએ તો જ જીવનમાં સુખ રહેલું છે.”

સદીઓથી ઘણા લોકો માને છે કે ઈશ્વર દુઃખનો અંત લાવી શકતા નથી. ડેવિડ વૉલ્ફ સિલ્વરમૅન એક યહુદી પંડિત છે, જેમણે લખ્યું: “બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન નાઝીઓએ યુરોપના યહુદીઓ અને બીજા લોકોની મોટી કતલ [હોલોકોસ્ટ] કરી હતી. એ પછીથી મેં ઈશ્વરમાં માનવાનું કે એવા શબ્દો વાપરવાનું છોડી દીધું. ઈશ્વર શક્તિશાળી હોય કે આપણે તેમને સમજી શકતા હોય તોપણ, તેમનામાં પણ સદ્‍ગુણોની સાથે દુષ્ટ ગુણો છે.”

તેમ છતાં, લોકો માને છે કે પરમેશ્વર જ દુઃખો લાવતા હોય છે તોપણ એને દૂર કરી શકતા નથી. વળી, અમુક માને છે કે દુઃખ તો ફક્ત ભ્રમ છે. એ ઉપરાંત, જેઓ દુઃખી છે તેઓને કોઈ રાહત મળતી નથી. પરંતુ, બાઇબલ તો આવું કંઈ શીખવતું નથી. એ બતાવે છે કે પરમેશ્વર શક્તિશાળી છે અને તે આપણી ચિંતા પણ રાખે છે. (અયૂબ ૩૪:૧૦, ૧૨; યિર્મેયાહ ૩૨:૧૭; ૧ યોહાન ૪:૮) જો એમ હોય તો, આપણા પર દુઃખ કેમ આવે છે? એ વિષે બાઇબલ શું કહે છે?

દુઃખની શરૂઆત

ભગવાને મનુષ્યને દુઃખી થવા બનાવ્યા ન હતા. તેમણે પ્રથમ યુગલ, આદમ તથા તેની પત્ની હવાને સંપૂર્ણ રીતે બનાવ્યા હતા. તેઓમાં કોઈ જાતનું પાપ કે ખામી ન હતી. એટલું જ નહિ, ઈશ્વરે તેઓને એદનમાં સુંદર ઘર આપ્યું, જેની આસપાસ અતિસુંદર બાગ પણ હતો. આદમ તથા હવા એની સંભાળ રાખે અને એમાં સુખીથી રહે એવો તેમનો હેતુ હતો. (ઉત્પત્તિ ૧:૨૭, ૨૮, ૩૧; ૨:૮) તેઓએ હંમેશ માટે જીવતા રહેવા રાજી-ખુશીથી ઈશ્વરના કહ્યાં પ્રમાણે કરવાનું હતું. એમ કરીને તેઓ બતાવ્યું હોત કે ભલુંભૂંડું પસંદ કરવાનો હક્ક ઈશ્વરનો છે. જોકે, ઈશ્વરે તેઓને એક વૃક્ષનું ફળ ખાવાની મનાઈ કરી, જેને ‘ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ’ કહેવામાં આવે છે. (ઉત્પત્તિ ૨:૧૭) એનું ફળ નહિ ખાવાથી તેઓએ બતાવી આપ્યું હોત કે તેઓ ઈશ્વરના કહ્યા પ્રમાણે રહેવા તૈયાર છે. *

દુઃખની વાત છે કે આદમ અને હવાએ ઈશ્વરનું માન્યું નહિ. એ સમયે એક સ્વર્ગ દૂતે ઈશ્વર સામે બળવો પોકાર્યો, જે સમય જતા શેતાન તરીકે ઓળખાયો. શેતાને હવાને એવું સમજાવ્યું કે ઈશ્વરનું માનવાથી તેનું કદી ભલુ થશે નહિ અને તે એમ પણ કહેવા માંગતો હતો પરમેશ્વર તેમને તેમના પગ તળે રાખવા ચાહે છે. શેતાને દાવો કર્યો કે હવા એ વૃક્ષનું ફળ ખાશે તો, તેની આંખો ઉઘડી જશે અને તે દેવની જેમ ભલુંભૂંડું પારખી શક્શે. (ઉત્પત્તિ ૩:૧-૬; પ્રકટીકરણ ૧૨:૯) હવા છેતરાઈ ગઈ હોવાથી તેણે શેતાનનું માન્યું. તેથી તેણે એ ફળ ખાધું અને આદમને પણ આપ્યું.

આદમ અને હવાએ જે બળવો કર્યો એના પરિણામો તેઓ એ જ દિવસે અનુભવવા લાગ્યા. તેઓએ યહોવાહનું રાજ્ય ધિક્કાર્યુ હોવાથી, તેમનું રક્ષણ અને આશીર્વાદો ગુમાવ્યા. પછી તેઓને એદન ઘરમાંથી બહાર કાઢતાં પરમેશ્વરે આદમને કહ્યું: “તારે લીધે ભૂમિ શાપિત થઈ છે; તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે; તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે.” (ઉત્પત્તિ ૩:૧૭, ૧૯) આમ, આદમ અને હવા દુઃખ અનુભવવા લાગ્યા, બીમાર થવા લાગ્યા અને છેવટે મરણ પામ્યાં. ત્યારથી મનુષ્ય દુઃખી દુઃખી થઈ રહ્યા છે.—ઉત્પત્તિ ૫:૨૯.

વિશ્વ પર રાજ કરવા કોણ હકદાર છે?

તમને પણ આવો પ્રશ્ન થયો હશે: ‘શું પરમેશ્વર આદમ અને હવાના પાપ પ્રત્યે આંખ આડા કાન ન કરી શક્યા હોત?’ ના! એમ કર્યું હોત તો, તેમની સત્તાનું માન ન રહેત અને બીજાઓને યહોવાહનો વિરોધ કરવાનો ઉત્તેજન મળ્યું હોત. એમ કરવાથી દુઃખોનો કદી અંત જ ન આવત. (સભાશિક્ષક ૮:૧૧) એ ઉપરાંત, એમ માનવામાં આવત કે તેઓના પાપ પાછળ ઈશ્વરનો હાથ છે. મુસાએ આપણને યાદ અપાવા લખ્યું: ‘ઈશ્વરનું કામ સંપૂર્ણ છે; તેના સર્વ માર્ગો ન્યાય છે; તે વિશ્વાસુ તથા સત્ય દેવ છે, તે ન્યાયી તથા ખરો છે.’ (પુનર્નિયમ ૩૨:૪) આદમ અને હવાએ બળવો પોકાર્યો ત્યારે ઈશ્વર એ સાબિતી કરાવવા ચાહતા હતા કે પોતે ખરા છે. તેથી ઈશ્વરે તેઓને પાપનાં ફળો ભોગવવા દીધાં.

તો પછી, આદમ તથા હવાએ બળવો પોકાર્યો ત્યારે ભગવાને કેમ તેઓનો અને શેતાનનો તરત જ નાશ ન કર્યો? તેમની પાસે એમ કરવાની શક્તિ તો હતી. પરંતુ, જો એમ કર્યું હોત તો, આદમ અને હવાને બાળકો થયા ન હોત. તેમ જ તેઓએ દુઃખ અને મરણ અનુભવ્યું ન હોત. તોપણ, એનો પુરાવો મળ્યો ન હોત કે ઈશ્વર ન્યાયથી વિશ્વમાં રાજ કરે છે. એ ઉપરાંત, આદમ તથા હવા વાંઝિયા જ મરી જાત. આથી, એનો અર્થ થાત કે સંપૂર્ણ મનુષ્યોથી પૃથ્વી ભરવાનો ઈશ્વરનો હેતુ નિષ્ફળ ગયો છે. (ઉત્પત્તિ ૧:૨૮) જોકે “ઈશ્વર માણસ નથી; . . . જે વચન તે આપે છે તે પ્રમાણે તે કરે છે. તે બોલે છે અને તે પ્રમાણે થાય છે.”—ગણના ૨૩:૧૯, IBSI.

યહોવાહે વિચારીને મનુષ્યોને અમુક સમય સુધી જાતે જ રાજ કરવા આપ્યું છે. ખરું કે એમ કરવાથી થોડો લાંબો સમય સુધી દુષ્ટતા ચાલશે. તેમ છતાં પરમેશ્વરના માર્ગદર્શન વગર, મનુષ્યોને પોતાના ન્યાયી ધોરણો પ્રમાણે ખરું-ખોટું પારખીને જીવવાની તક મળી. પરંતુ, એનું શું પરિણામ આવ્યું? ઇતિહાસ બતાવે છે કે મનુષ્યને ઈશ્વરના માર્ગદર્શનની જરૂર છે. એટલું નહિ પણ ઈશ્વર જાણતા હતા કે પોતાનું રાજ્ય મનુષ્ય અને શેતાનના રાજ્ય કરતાં ચઢિયાતું છે. તેથી, સંપૂર્ણ મનુષ્યોથી પૃથ્વીને ભરપૂર કરવા માટે યહોવાહે ગોઠવણ કરી. પછી તેમણે “સંતાનનું” વચન આપ્યું, જે ‘શેતાનનું માથું છૂંદશે.’ એમ કરવાથી સદાની માટે દુષ્ટતાનો અને દુઃખનો અંત આવશે.—ઉત્પત્તિ ૩:૧૫.

એ વચન પ્રમાણે ઈસુ ખ્રિસ્ત “સંતાન” છે. તેમના વિષે ૧ યોહાન ૩:૮ આમ કહે છે: “શેતાનનાં કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો.” આદમનાં સંતાનને પાપમાંથી છોડાવવા ખ્રિસ્તે પોતાના સંપૂર્ણ જીવનનું બલિદાન આપ્યું. (યોહાન ૧:૨૯; ૧ તીમોથી ૨:૫, ૬) ખ્રિસ્તે આપણને મોતમાંથી છુટકારો આપવા પોતાનું બલિદાન આપ્યું છે એમ પૂરા દિલથી માનનારાઓને વચન આપવામાં આવ્યું છે કે દુઃખનો અંત નજીકમાં છે. (યોહાન ૩:૧૬; પ્રકટીકરણ ૭:૧૭) એવું ક્યારે થશે?

જલ્દી જ દુઃખનો અંત

આદમ અને હવાએ ઈશ્વરના રાજ્યનો ત્યાગ કરવાથી મનુષ્ય પર દુઃખનો પહાડ તુટી પડ્યો.તેથી, ઈશ્વર પોતાની સત્તાનો ઉપયોગ કરીને દુઃખનો અંત લાવે એ ખુબ જ જરૂરી છે. તેમ જ પોતાનો પ્રથમ હેતુ સિદ્ધ કરે. ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે ઈશ્વર કઈ રીતે દુઃખનો અંત લાવશે. તેમણે કહ્યું: “હે અમારા પરમપિતા . . . તારૂં રાજ્ય આવો; સ્વર્ગમાં તેમ જ પૃથ્વી ઉપર તારી ઇચ્છા પૂર્ણ થાઓ.”—માથ્થી ૬:૯, ૧૦, સંપૂર્ણ બાઇબલ.

મનુષ્યોનો રાજ કરવાનો સમય પૂરો થવા આવ્યો છે. બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે ઈશ્વરે ૧૯૧૪માં સ્વર્ગમાં રાજ્ય સ્થાપ્યું, જેના રાજા ઈસુ ખ્રિસ્ત છે. * હવે થોડા જ સમયમાં તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને એનો નાશ કરશે.—દાનીયેલ ૨:૪૪.

ઈશ્વરના રાજ્ય હેઠળ પૃથ્વી પર કેવી પરિસ્થિતિ હશે? એ વિષે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે નાના પ્રમાણમાં બતાવ્યું હતું. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે અમીર અને ગરીબ સાથે કેવો વ્યવહાર કર્યો હતો? એના વિષે માત્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તકમાં ઘણું જાણવા મળે છે. તેમણે બીમારને સાજા કર્યા, ભૂખ્યાને ખવડાવ્યું અને મૂએલાંને જીવતાં કર્યા હતા. એટલું જ નહિ પરંતુ તેમણે પવન અને સમુદ્રને પણ શાંત પાડ્યા હતા. (માત્થી ૧૧:૫; માર્ક ૪:૩૭-૩૯; લુક ૯:૧૧-૧૬) ઈસુએ આપણી માટે બલિદાન આપ્યું એનાથી આપણને કેવા લાભો થશે એની જરા કલ્પના કરો! ઈશ્વરે બાઇબલમાં વચન આપ્યું છે કે ઈસુના રાજમાં “તે [ઈશ્વર] તેઓની [મનુષ્યની] આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”—પ્રકટીકરણ ૨૧:૪.

દુઃખીજનો માટે દિલાસો

યહોવાહ પરમેશ્વર શકિતશાળી છે અને આપણે તેમની નજરમાં અતિપ્રિય છીએ. તેથી તે જલદીથી આપણા સર્વ દુઃખોનો અંત લાવશે! એ જાણીને શું આપણા દિલને ટાઢક વળતી નથી? કોઈ કારણે આપણે ઑપરેશન કરાવાનું થાય તો દુઃખ સહેવું પડે છે. તોપણ આપણે સારવાર કરાવવા તૈયાર થઈએ છીએ. એવી જ રીતે પરમેશ્વર બાબતો થાળે પાળે ત્યાં સુધી આપણને દુઃખ સહન કરવું પણ પડે. પરંતુ, એમ કરવાથી કાયમ માટે લાભ થશે એવી ખબર હોય તો, તે દુઃખનો અંત લાવે ત્યાં સુધી શું આપણે રાહ ન જોવી જોઈએ?

ઘણા લોકો આજે બાઇબલમાંથી દિલાસો લઈ રહ્યા છે. એમાંનો એક રીકી પણ છે, જેનો પહેલા લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તે કહે છે: “મારી પત્ની ગુજરી ગયા પછી મને કોઈની સાથે રહેવાનું ગમતું ન હતું. પરંતુ એમ કરવાથી મારી પત્ની હમણાં પાછી જીવતી થવાની તો નથી, પણ મને જ નુકશાન થશે.” તેથી રીકીએ પહેલાંની જેમ નિયમિત સભામાં જવાનું અને પ્રચાર કાર્યમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું. તે કહે છે: “યહોવાહ પરમેશ્વર જે રીતે મારી પ્રાર્થનાનો જવાબ આપતા એનાથી હું મારા પર તેમનો પ્રેમ જોઈ શક્યો. એ કારણે તેમની સાથે મારો સંબંધ વધારે દૃઢ થયો. તેમના પ્રેમને કારણે હું દુઃખોને સહન કરી શક્યો. મને આજે પણ મારી પત્ની ખૂબ જ યાદ આવે છે. પરંતુ મને ભરોસો છે કે યહોવાહ ભલેને મારા પર દુઃખ આવવા દે તોપણ, એ કાયમ સહેવું નહિ પડે.”

રીકીની જેમ આજે અગણિત લોકો એવા સમયની રાહ જુએ છે, જ્યારે કોઈને દુઃખ હશે નહિ તેમ જ કોઈના મનમાં અગાઉનું દુઃખ યાદ આવશે નહિ. તેઓની જેમ શું તમે પણ એવું ઇચ્છો છો? (યશાયાહ ૬૫:૧૭) તમે પણ બાઇબલની સલાહ પ્રમાણે જીવશો તો, યહોવાહનું રાજ્ય જે આશીર્વાદો લાવશે એ જરૂર અનુભવશો: “યહોવાહ મળે છે એટલામાં તેને શોધો.”—યશાયાહ ૫૫:૬.

એ કઈ રીતે થઈ શકે? એની એક રીત છે કે, બાઇબલ વાંચીને એનો દરરોજ અભ્યાસ કરવા સમય કાઢવો જોઈએ. એમ કરવાથી તમે ખરા પરમેશ્વરને અને ઈસુ ખ્રિસ્તને ઓળખી શકશો. પછી બાઇબલમાં જણાવેલા યહોવાહના ધોરણો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરો. એમ કરવાથી તમે તેમના નિયમો પ્રમાણે જીવવા તૈયાર છો એવું બતાવી શકશો. પછી ભલેને તમારા વિશ્વાસના કારણે દુઃખ સહેવું પડે, છતાં તમને આનંદ થશે. એટલું નહિ, પરંતુ યહોવાહ પરમેશ્વર દુઃખ વગરનું જગત લાવશે ત્યારે, તમે એમાં આનંદ માણી શકશો.—યોહાન ૧૭:૩.

[ફુટનોટ્‌સ]

^ ધ યરૂશાલેમ બાઇબલમાં ઉત્પત્તિ ૨:૧૭ની ફુટનોટ કહે છે: ‘પરમેશ્વરે ભલુંભૂંડું જાણવાની શક્તી આપી છે, એટલે કે પોતે નક્કી કરી શકીએ કે શું સાચું છે અને શું ખોટુ છે. એમ કરવા માટે પરમેશ્વરના માર્ગદર્શનની જરૂર છે. પરંતુ સૌથી પહેલા માણસે ખોટુ કરવાનું પસંદ કર્યું તેથી તેણે પરમેશ્વરના માર્ગદર્શનનું અપમાન કર્યું.’

^ વર્ષ ૧૯૧૪ વિષે બાઇબલ શું કહે છે? એના વિષે વધુ માહિતી માટે યહોવાહના સાક્ષીઓએ છાપેલું, જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે, પુસ્તકનું પ્રકરણ ૧૦ અને ૧૧ જુઓ.

[પાન ૬, ૭ પર બોક્સ]

આપણે દુઃખ કઈ રીતે સહન કરી શકીએ?

“તમારી સર્વ ચિંતા તેના [ઈશ્વર] પર નાખો.” (૧ પીતર ૫:૭) આપણાં પર દુઃખ આવે અથવા કોઈને દુઃખી થતાં જોઈએ ત્યારે, વિચારમાં પડી જઈએ અથવા મૂંઝાઈ જઈએ. તેમ જ, આપણને તજી દેવામાં આવ્યા છે એવું લાગી શકે. તેમ છતાં, યહોવાહ તમારી લાગણીઓ સમજે છે, એ ભૂલશો નહિ. (નિર્ગમન ૩:૭; યશાયાહ ૬૩:૯) પ્રાચીન સમયમાં ઈશ્વર ભક્તોએ જે રીતે યહોવાહ આગળ પોતાનું દિલ ઠાલવીને ચિંતાઓ પ્રાર્થનામાં જણાવી હતી, એમ આપણે પણ કરી શકીએ. (નિર્ગમન ૫:૨૨; અયૂબ ૧૦:૧-૩; યિર્મેયાહ ૧૪:૧૯; હબાક્કૂક ૧:૧૩) જોકે, એમ કરવાથી યહોવાહ ચમત્કારિક રીતે આપણી મુશ્કેલીઓ દૂર કરવાના નથી. પરંતુ તે આપણી પ્રાર્થના જરૂર સાંભળશે. તેમ જ, દુઃખ સહન કરવા શક્તિ તથા બુદ્ધિ પણ આપશે.—યાકૂબ ૧:૫, ૬.

‘તમારી પર જે અગ્‍નિરૂપી દુઃખ પડે છે, તેમાં, જાણે તમને કંઈ થઈ રહ્યું છે એમ સમજીને આશ્ચર્ય ન પામો.’ (૧ પીતર ૪:૧૨) જોકે, અહીં પ્રેષિત પીતર સતાવણી વિષે વાત કરતા હતા. જે કોઈ દુઃખ સહન કરતા હોય તેઓને પણ એ શબ્દો લાગુ પડે છે. પછી ભલેને આપણે બીમાર પડ્યા હોઈએ, કે પછી તંગીમાં ફસાઈ ગયા હોઈએ અથવા આપણને જેની સાથે ખુબ જ બનતું હોય તે ગુજરી જાય તો તેઓ વગર જીવન સૂનું સૂનું થઈ ગયું હોય. બાઇબલ કહે છે કે દરેક પર અણધાર્યા સમયે આફત આવે છે. (સભાશિક્ષક ૯:૧૧) દરેકે એ સહેવું પડે છે. એ સ્વીકારવાથી આપણા પર આવેલી આફત કે દુઃખ સહન કરવું સહેલું બનશે. (૧ પીતર ૫:૯) સૌથી મહત્ત્વનું તો એ છે: “યહોવાહની દૃષ્ટિ સર્વ સ્થળે છે, તે ભલા અને ભૂંડા પર લક્ષ રાખે છે.” એ આપણે કદી ભૂલવું ન જોઈએ. તે ખરેખર આપણને દિલાસો આપશે.—ગીતશાસ્ત્ર ૩૪:૧૫; નીતિવચનો ૧૫:૩; ૧ પીતર ૩:૧૨.

“આશામાં આનંદ કરો.” (રૂમીઓને પત્ર ૧૨:૧૨) આપણા અગાઉના સુખી જીવનનો નહિ પણ, દુઃખનો અંત લાવવાનું પરમેશ્વરનું વચન છે. આ આપણે કાયમ યાદ રાખવું જોઈએ. (સભાશિક્ષક ૭:૧૦) ટોપ પહેરવાથી આપણા માથાને રક્ષણ મળે છે. એવી જ રીતે વિશ્વાસમાં દૃઢ રહેવાથી આપણા મનમાં ખોટા વિચારોથી રક્ષણ મળશે. એમ કરવાથી ભલેને આપણા જીવનમાં ઘણાં દુઃખ આવે, તોપણ આપણે વિશ્વાસમાં ડગમગ થઈશું નહિ.—૧ થેસ્સાલોનીકી ૫:૮.

[પાન ૫ પર ચિત્ર]

આદમ તથા હવાને ઈશ્વરનું રાજ્ય પસંદ ન હતું

[પાન ૭ પર ચિત્ર]

દુઃખનો અંત લાવવાનું પરમેશ્વરનું વચન છે