સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

પ્રભુનું ભોજન વર્ષમાં કેટલી વાર ઉજવવું જોઈએ?

ઈસુના મરણની યાદગીરી વિષે પાઊલે ૧ કોરીંથી ૧૧:૨૫, ૨૬માં આમ લખ્યું: “તમે જેટલી વાર . . . આ રોટલી ખાઓ છો, અને પ્યાલો પીઓ છો, તેટલી વાર તમે પ્રભુના આવતાં સુધી તેનું મરણ પ્રગટ કરો છો.” આ કલમ પરથી ઘણા લોકો માને છે કે આ પ્રસંગ દર અઠવાડિયે ઉજવવો જોઈએ. તો પછી “જેટલી વાર” શબ્દાવલીનો અર્થ શું થાય છે?

ઈસુએ પોતાના મરણની યાદ અપાવવા એ પ્રસંગની શરૂઆત કરી હતી. એ પ્રસંગ ઈ.સી. ૩૩થી માંડીને આજ સુધી દર વર્ષે ઉજવવામાં આવ્યો છે. એથી ૧ કોરીંથી ૧૧:૨૫, ૨૬મી કલમ પરથી આપણને જોવા મળે છે કે પાઊલ શાની ચર્ચા કરી રહ્યા હતા. એ પ્રસંગ કેટલી વાર ઉજવવો જોઈએ એ વિષે નહિ, પણ કેવી રીતે ઉજવવો જોઈએ એના વિષે તે જણાવતા હતા. એ કલમ લખતી વખતે તેમણે મૂળ ગ્રીકમાં પોલાકીસ શબ્દ વાપર્યો ન હતો, જેનો અર્થ “ઘણી વાર” અથવા “વારંવાર” થાય છે. પરંતુ એને બદલે તેમણે ઓસાકીસ શબ્દ વાપર્યો હતો, જેનો અર્થ “જેટલી વાર” થાય છે. પાઊલ કહેતા હતા: ‘જ્યારે પણ તમે એ ઉજવો ત્યારે તમે પ્રભુનું મરણ પ્રગટ કરી રહ્યા છો.’

તોપછી, પ્રભુનું ભોજન કે મેમોરિયલ વર્ષમાં કેટલી વાર ઉજવવું જોઈએ? જેવી રીતે કોઈ પણ તહેવાર વર્ષમાં એક જ વખત ઉજવવામાં આવે છે. એવી જ રીતે એ પ્રસંગ ઈસુના મરણની યાદ અપાવતો હોવાથી, એ પણ વર્ષમાં એક જ વખત ઉજવવો જોઈએ. એ ઉપરાંત, યહુદીઓ વર્ષમાં એક જ વાર પાસ્ખાપર્વ ઉજવતા હતા. એ જ દિવસે ઈસુને મારી નાખવામાં આવ્યા હતા. તેથી પાઊલે લખ્યું: ‘ખ્રિસ્ત આપણું પાસ્ખા છે.’ ઈસ્રાએલીઓ ઇજિપ્તમાં ગુલામ હતા ત્યારે તેઓએ પાસ્ખાપર્વ ઉજવ્યો હતો. એમ કરવાથી તેઓના સર્વ પ્રથમજનિત બચી ગયા અને તેઓ ગુલામીમાંથી છૂટ્યા. એવી જ રીતે, ખ્રિસ્તે પોતાનું બલિદાન કે કુરબાની આપીને ઈશ્વરના પસંદ કરેલાઓ માટે સ્વર્ગીય જીવનનો માર્ગ ખોલ્યો. (૧ કોરીંથી ૫:૭; ગલાતી ૬:૧૬) તેથી, શું આપણે તેમના મરણને યાદ અપાવતો દિવસ વર્ષમાં એક જ વાર ઉજવવો ન જોઈએ?

એ ઉપરાંત, પાઊલે ઈસુના મરણના દિવસને બીજા એક યહુદી તહેવાર સાથે સરખાવ્યો. એ પ્રાયશ્ચિત્તનો દિવસ હતો. એના વિષે હેબ્રી ૯:૨૫, ૨૬ આમ કહે છે: ‘જેમ આગળ પ્રમુખયાજક [પ્રાણીનું] રક્ત લઈને પરમ પવિત્રસ્થાનમાં [પ્રાયશ્ચિત્તના દિવસે] વર્ષોવર્ષ પ્રવેશ કરતો, તેમ એને [ઈસુને] વારે વારે પોતાનું બલિદાન આપવાની જરૂર ન હતી. એમ હોત, તો જગતના આરંભથી ઘણી વાર તેને દુઃખ સહન કરવાની અગત્ય પડત; પણ હવે છેલ્લા કાળમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તે એક જ વખત પ્રગટ થયો.’ તેથી પ્રાયશ્ચિત્તના દિવસને બદલે ઈસુએ આપેલી કુરબાની વર્ષમાં એક જ વાર ઉજવવામાં આવે છે.

બીજી સદીના એશિયા માયનોરના ખ્રિસ્તીઓ વિષે ઇતિહાસકાર જોન લોરંશ વોન મોશીમે લખ્યું: ‘યહુદીઓ પોતાના કૅલેન્ડર પ્રમાણે પહેલા મહિનાની [નીસાન] ચૌદમી તારીખે, પાસ્ખાપર્વ ઉજવતા. એ જ દિવસે ખ્રિસ્તીઓ પણ પ્રભુનું ભોજન ઉજવતા.’ પરંતુ, વર્ષો પછી ચર્ચના ખ્રિસ્તીઓ વર્ષમાં અનેક વાર એ દિવસ ઉજવવા લાગ્યા.