સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શેતાનની સદી?

શેતાનની સદી?

શેતાનની સદી?

“વીસમી સદીમાં એટલી બધી દુષ્ટતા જોવા મળે છે, કે એને ‘શેતાનની સદી’ કહેવામાં કંઈ ખોટું નથી. અગાઉ કોઈ પણ સદીમાં જાતિ, ધર્મ કે સમાજના ભેદભાવે, લાખો લોકોનો ભોગ લીધો હોય એવું જોવા મળ્યું નથી.”

જાન્યુઆરી ૨૬, ૧૯૯૫માં ધ ન્યૂ યૉર્ક ટાઈમ્સ છાપાએ આમ જણાવ્યું. એ છાપું નાઝી જુલમી કેમ્પમાંના નિર્દોષ કેદીઓની મુક્તિનાં ૫૦ વર્ષોની ઉજવણીનો રીપોર્ટ આપતું હતું. નાઝીઓએ લગભગ ૬૦ લાખ યહુદીઓને મારી નાખ્યા, એ જગજાહેર છે. પરંતુ, એમાં ૩૦ લાખ લોકો યહુદી નહિ પણ પૉલિશ હતા, એ મોટે ભાગે ભૂલી જવાય છે.

માનવતા—વીસમી સદીનો નૈતિક ઇતિહાસ (અંગ્રેજી) પુસ્તકમાં, જોનાથન ગ્લોવર કહે છે: “૧૯૦૦-૧૯૮૯માં લગભગ ૮૦ કરોડ ૬૦ લાખ

લોકો યુદ્ધનો ભોગ બન્યા છે.” તે ઉમેરે છે કે “વીસમી સદીમાં યુદ્ધમાં એટલા બધા લોકો મરણ પામ્યા છે, કે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કોઈ અંદાજ એની સાચી સંખ્યા આપી શકતો નથી, કેમ કે લગભગ ૫.૮ કરોડ લોકો તો બે વિશ્વ યુદ્ધોમાં જ મરણ પામ્યા છે. એની ગણતરી કરવામાં આવે તો, યુદ્ધમાં જાણે દરરોજ ૨,૫૦૦ લોકો મર્યા. એટલે કે જાણે ૯૦ વર્ષો સુધી, દર કલાકે લગભગ એકસોથી વધારે લોકો મરણ પામતા હતા.”

તેથી, વીસમી સદીના ઇતિહાસમાં બસ લોહીની નદીઓ જ વહી છે. વ્યક્તિ જુલમમાં પણ જીવવા લડત આપે છે, એ વિષય પર એક લેખિકાએ લખ્યું: “આજે માણસાઈના સિદ્ધાંતોને પગ તળે કચડી નાખવામાં આવે છે, એટલે દુષ્ટતાની જીત થઈ છે.” શું ભલાઈ અને દુષ્ટતાની લડાઈમાં, ખરેખર દુષ્ટતાનો વિજય થયો છે?

[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

COVER: Mother and daughter: J.R. Ripper/SocialPhotos

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

U.S. Department of Energy photograph