સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મેમોરિયલ અને તમે

મેમોરિયલ અને તમે

મેમોરિયલ અને તમે

“જે કોઇ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાશે, કે તેનો પ્યાલો પીશે, તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે.”—૧ કોરીંથી ૧૧:૨૭.

૧. વર્ષ ૨૦૦૩માં મેમોરિયલ ક્યારે છે? એની શરૂઆત કેવી રીતે થઈ?

 આ વર્ષે મેમોરિયલ એપ્રિલ ૧૬, ૨૦૦૩ની સાંજે ઉજવવામાં આવશે. નીસાન ૧૪, ૩૩ની સાલમાં, ઈસુએ શિષ્યો સાથે પાસ્ખા પર્વ ઉજવ્યો અને પછી મેમોરિયલની શરૂઆત કરી. મેમોરિયલમાં રોટલી ઈસુના સંપૂર્ણ શરીરને અને દ્રાક્ષારસ તેમના શુદ્ધ લોહીને રજૂ કરે છે. ફક્ત ઈસુનું બલિદાન જ આપણને પાપ અને મરણના ફાંદાથી છોડાવી શકે છે.—રૂમીઓને પત્ર ૫:૧૨; ૬:૨૩.

૨. આપણને ૧ કોરીંથી ૧૧:૨૭ કઈ ચેતવણી આપે છે?

મેમોરિયલમાં કોણ રોટલી ખાય શકે અને દ્રાક્ષારસ પી શકે? એ જાણવું શા માટે બહુ જ મહત્ત્વનું છે? બાઇબલ કહે છે, કે “જે કોઇ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાશે, કે તેનો પ્યાલો પીશે, તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે.” (૧ કોરીંથી ૧૧:૨૭) કોરીંથ મંડળમાં મેમોરિયલ યોગ્ય રીતે પાળવામાં આવતું ન હતું. તેથી, પ્રેષિત પાઊલે ચેતવણી આપવી પડી હતી.—૧ કોરીંથી ૧૧:૨૦-૨૨.

મેમોરિયલનું અપમાન

૩. મેમોરિયલ વખતે કોરીંથ મંડળમાં શું થતું હતું?

કોરીંથ મંડળના ઘણા ભાઈ-બહેનો અયોગ્ય રીતે મેમોરિયલ ઉજવતા હતા. અરે, કેટલાક તો ઘરેથી ખાવાનું લઈ આવતા અને મિટિંગ પહેલાં કે મિટિંગમાં ખાતા. મોટા ભાગે તેઓ વધારે ખાઈ-પી લેતા, અને પછી ઝોકા મારતા. જ્યારે કે કેટલાકે હજુ ખાધું ન હોવાથી, ભૂખે આમ-તેમ ફાંફાં મારતા. આમ, ઘણા એ પ્રસંગ સમજી-વિચારીને ઉજવતા ન હતા. તેથી, તેઓ ‘પ્રભુના શરીર તથા રક્તના અપરાધી થયા,’ અને પોતાના પર આફત લાવ્યા.—૧ કોરીંથી ૧૧:૨૭-૩૪.

૪, ૫. મેમોરિયલમાં ભાગ લેનારે શા માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ?

મેમોરિયલમાં રોટલી ખાવી અને દ્રાક્ષારસ પીવો એ કંઈ નાની વાત નથી. ઈસ્રાએલી લોકોના સમયમાં અપાતા શાંતિના અર્પણનો વિચાર કરો. જો કોઈ એ અયોગ્ય રીતે ખાતો, તો તે ‘પોતાના લોકોમાંથી અલગ કરાતો.’ જે કોઈ ઈસુના અમૂલ્ય બલિદાનનું અપમાન કરે, તેને પણ એવી જ સજા થશે. તેથી, મેમોરિયલમાં ભાગ લેનારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.—લેવીય ૭:૨૦; હેબ્રી ૧૦:૨૮-૩૧.

પાઊલ પણ મેમોરિયલને શાંતિના અર્પણ સાથે સરખાવે છે. તેમણે સમજાવ્યું કે એમાં ખાનાર-પીનાર યહોવાહ અને ઈસુ સાથે ભાગ લે છે. પછી, પાઊલે કહ્યું: “પ્રભુના [યહોવાહના] પ્યાલામાંથી અને ભૂતોના પ્યાલામાંથી એમ બન્‍નેમાંથી તમે પી શકો નહિ. તેમ જ તમે પ્રભુની મેજ પરથી અને ભૂતોની મેજ પરથી એમ બન્‍ને પરથી ખાઈ શકો નહિ.” (૧ કોરીંથી ૧૦:૧૬-૨૧, પ્રેમસંદેશ) ખરેખર, મેમોરિયલમાં રોટલી ખાનાર અને દ્રાક્ષારસ પીનારનું જીવન યહોવાહના માર્ગમાં નમૂનારૂપ હોવું જોઈએ. જો તે કોઈ પાપ કરે, તો તરત જ યહોવાહની આગળ એ કબૂલ કરવા જોઈએ. તેમ જ, મંડળના વડીલો પાસે મદદ માંગવી જોઈએ. (નીતિવચનો ૨૮:૧૩; યાકૂબ ૫:૧૩-૧૬) જો તે ખરા દિલથી પસ્તાવો કરીને એ જ પ્રમાણે જીવે, તો મેમોરિયલમાં લીધેલો ભાગ અયોગ્ય કહેવાશે નહિ.—લુક ૩:૮.

મેમોરિયલમાં ભેગા મળવું

૬. યહોવાહે મેમોરિયલમાં ભાગ લેવાનો લહાવો કોને આપ્યો છે?

તો પછી, શું મેમોરિયલમાં આપણે બધા જ ભાગ લઈ શકીએ? ના. યહોવાહે ફક્ત ૧,૪૪,૦૦૦ને પોતાના પવિત્ર આત્માથી પસંદ કર્યા છે, જેથી તેઓ ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરે. એ સિવાયના બીજા બધા તેઓને યહોવાહની સેવામાં મદદ કરે છે. (માત્થી ૨૫:૩૧-૪૦; પ્રકટીકરણ ૧૪:૧) યહોવાહે મેમોરિયલમાં ભાગ લેવાનો લહાવો ફક્ત “ખ્રિસ્તની સંઘાતે વારસાના ભાગીદાર” થનારા માટે જ રાખ્યો છે. (રૂમીઓને પત્ર ૬:૩-૫; ૮:૧૪-૧૮; ૧ યોહાન ૨:૨૦) તો પછી એ સિવાયના બીજા બધા વિષે શું? યહોવાહની ગોઠવણ પ્રમાણે, તેઓની આશા આ પૃથ્વી પર હંમેશ માટે જીવવાની છે. તેથી, તેઓ આ પ્રસંગે ખાવા-પીવામાં ભાગ લેતા નથી, પણ એ ઉજવવા ભેગા મળે છે.—લુક ૨૩:૪૩; પ્રકટીકરણ ૨૧:૩, ૪.

૭. મેમોરિયલમાં કોણે ભાગ લેવો એ પહેલી સદીમાં કઈ રીતે ખબર પડતી હતી?

જો કે કોઈ કઈ રીતે જાણી શકે કે પોતે પસંદ થયેલા છે? પહેલી સદીમાં પસંદ થયેલામાંથી ઘણાને જુદી જુદી ભાષા બોલવા જેવી ભેટો મળી હતી. તેથી, એ સમયે ભાઈ-બહેનો સહેલાઈથી જાણી શક્યા કે, યહોવાહે પોતાને પસંદ કર્યા છે. એટલે તેઓએ મેમોરિયલની રોટલી ખાધી અને દ્રાક્ષારસ પીધો. પરંતુ, આજે એ કઈ રીતે જાણી શકાય? એ બાઇબલનાં આવા વચનો પરથી જાણી શકાય છે: “જેઓ ઈશ્વરના આત્માથી દોરાય છે, તેઓ ઈશ્વરના પુત્રો છે. ઈશ્વરે જે આત્મા તમને આપ્યો છે, તે તમને ગુલામ બનાવતો નથી, કે નથી તમને ગભરાવતો. એથી ઊલટું, પવિત્ર આત્મા આપણને ઈશ્વરના પુત્રો બનાવે છે. પવિત્ર આત્માની શક્તિથી આપણે ‘આબ્બા,’ એટલે, ‘મારા પિતા’ કહીને પોકારીએ છીએ.”—રોમનો ૮:૧૪, ૧૫, પ્રેમસંદેશ.

૮. માત્થી ૧૩ પ્રમાણે ઘઉં કોણ છે, અને કડવા દાણા કોણ છે?

ખેતરમાં નકામા ઘાસ જેવા કડવા દાણા ઊગે તેમ, સમય જતાં જૂઠા ખ્રિસ્તીઓ દેખાવા લાગ્યા. પરંતુ, એની સાથે ‘ઘઉં’ જેવા સાચા ખ્રિસ્તીઓ પણ, ખાસ કરીને ૧૮૭૦થી વધવા લાગ્યા. (માત્થી ૧૩:૨૪-૩૦, ૩૬-૪૩) તેથી, વડીલોને સલાહ આપવામાં આવી હતી, કે ‘તેઓએ મેમોરિયલમાં ભેગા થયેલા લોકોને આમ પૂછવું: (૧) શું તેઓએ ખ્રિસ્તના લોહીમાં પૂરો વિશ્વાસ મૂક્યો છે? અને (૨) શું તેઓ જીવનભર પ્રભુની પૂરા દિલથી સેવા કરવા તૈયાર છે? જેઓએ એમ કરવાનો નિર્ણય કર્યો હોય, એ સર્વને વડીલોએ પ્રભુના મરણની યાદગીરીમાં ભાગ લેવા આમંત્રણ આપવું.’—સ્ટડીઝ ઈન ધ સ્ક્રીપ્ચર્સ, સીરીઝ ૬, ધ ન્યૂ ક્રિએશન, પાન ૪૭૩. *

‘બીજાં ઘેટાંની’ શોધ

૯. કઈ રીતે ૧૯૩૫માં ‘મોટી સભાની’ ઓળખ થઈ? એ પછી મેમોરિયલમાં ભાગ લેતા અમુકે શું કર્યું?

ઈસુ સાથે તેમની કન્યા તરીકે ૧,૪૪,૦૦૦ સ્વર્ગમાં જશે. પરંતુ, ૧૯૩૦ પહેલાં યહોવાહના સાક્ષીઓ એમ માનતા હતા કે પ્રકટીકરણ ૭:૯માંની “મોટી સભા,” તેઓની સખી તરીકે સ્વર્ગમાં જશે. (ગીતશાસ્ત્ર ૪૫:૧૪, ૧૫; પ્રકટીકરણ ૭:૪; ૨૧:૨,) જો કે મે ૩૧, ૧૯૩૫માં એની ખરી સમજણ આપવામાં આવી. એ સમયે વૉશિંગ્ટન, અમેરિકામાં યહોવાહના સાક્ષીઓનું એક સંમેલન ભરાયું હતું. ત્યાં એક ટૉકમાં બાઇબલમાંથી સમજણ અપાઈ કે “મોટી સભા” તો “બીજાં ઘેટાં” છે. આ જગતના અંતે, તેઓ સ્વર્ગમાં નહિ પણ પૃથ્વી પર રહેશે. (યોહાન ૧૦:૧૬) એ સંમેલન પછી, અમુકે મેમોરિયલમાં રોટલી ખાવાનું અને દ્રાક્ષારસ પીવાનું બંધ કર્યું. તેઓએ પારખ્યું કે આ પૃથ્વી પર જ જીવવાની તેઓની આશા છે.

૧૦. ‘બીજાં ઘેટાંની’ આશા કઈ છે, અને ખુશીથી તેઓ શું કરે છે?

૧૦ ખાસ કરીને, ૧૯૩૫થી ‘બીજાં ઘેટાંની’ શોધ થવા લાગી. તેઓ કેવા હોવા જોઈએ? તેઓ ઈસુના બલિદાનમાં પૂરો વિશ્વાસ મૂકીને, યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરતા હોવા જોઈએ. વળી, તેઓ ‘નાની ટોળીના’ ભાઈ-બહેનોને પૂરા દિલથી ટેકો આપતા હોવા જોઈએ. (લુક ૧૨:૩૨) ભલે તેઓને પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા છે, છતાં બીજી બધી જ રીતે તેઓ સ્વર્ગમાં જનારા જેવા જ છે. અગાઉના ઈસ્રાએલના પરદેશીઓ ખુશીથી યહોવાહની ભક્તિ કરીને, તેમના નિયમો પાળતા. એ જ રીતે, બીજાં ઘેટાં પોતાની જવાબદારી ખુશીથી ઉપાડે છે. વળી, તેઓ પસંદ થયેલા સાથે જોર-શોરથી યહોવાહના રાજ્યનો પ્રચાર પણ કરે છે. (ગલાતી ૬:૧૬) ઈસ્રાએલમાં કોઈ રાજા કે યાજક પરદેશી ન હતો, એ જ રીતે રાજા કે યાજક તરીકે બીજાં ઘેટાંમાંથી કોઈ સ્વર્ગમાં જશે નહિ.—પુનર્નિયમ ૧૭:૧૫.

૧૧. સ્વર્ગમાં જવા પસંદ થયેલા શું સત્યમાં નવા હોવા જોઈએ?

૧૧ લગભગ ૧૯૩૦ પછી એ દેખાઈ આવતું હતું કે સ્વર્ગમાં જનારા પસંદ થઈ ગયા હતા. છેલ્લાં ૭૦ વર્ષોથી બીજાં ઘેટાંને ભેગા કરવાનું કામ જોર-શોરથી ચાલી રહ્યું છે. જો કે, સ્વર્ગમાં જનારામાંથી કોઈ બેવફા બને તો શું? એમ થાય તો, ૧,૪૪,૦૦૦માં એક ઓછું થાય. તેની જગ્યાએ બીજાં ઘેટાંમાંથી એવા કોઈને લેવામાં આવે, જે લાંબા સમયથી યહોવાહને વફાદાર હોય.

શા માટે કોઈ ભૂલ કરી શકે?

૧૨. કોઈ ભૂલથી મેમોરિયલમાં ભાગ લેતા હોય તો શું કરવું જોઈએ અને શા માટે?

૧૨ સ્વર્ગમાં જવા પસંદ થઈ ચૂકેલાને એ વિષે કોઈ જ શંકા નથી. પરંતુ, જો કોઈ પસંદ થયેલા ન હોય, તોપણ મેમોરિયલમાં રોટલી ખાય અને દ્રાક્ષારસ પીએ તો શું? એમ હોય તો હવે તેઓને જાણ થઈ છે, એટલે ચોક્કસ તેઓ પોતે એમ કરવાનું બંધ કરશે. જો તે ખોટા ભ્રમમાં રહીને હજુ પોતાને સ્વર્ગમાં જનાર ગણતા રહેશે, તો યહોવાહ તેમનાથી જરાય રાજી નહિ હોય. (રૂમીઓને પત્ર ૯:૧૬; પ્રકટીકરણ ૨૦:૬) યહોવાહે લેવી કોરાહનો નાશ કર્યો, કેમ કે તે પોતાને હારૂનની જેમ યાજક માનતો હતો. (નિર્ગમન ૨૮:૧; ગણના ૧૬:૪-૧૧, ૩૧-૩૫) જો કોઈને ખબર પડે કે પોતે ભૂલથી મેમોરિયલની રોટલી અને દ્રાક્ષારસમાં ભાગ લે છે, તો હવેથી તેમણે એમ ન કરવું જોઈએ. તેમ જ, એને માટે યહોવાહની માફીની ભીખ માંગવી જોઈએ.—ગીતશાસ્ત્ર ૧૯:૧૩.

૧૩, ૧૪. શા માટે કોઈને એવું લાગે કે પોતે સ્વર્ગમાં જવાના છે?

૧૩ શા માટે કોઈને એવું લાગે કે પોતે સ્વર્ગમાં જવાના છે? કોઈનું જીવન-સાથી મરણ પામે અથવા કંઈક એવું બને, જેનાથી આ દુનિયા છોડી જવાનું મન થાય. કદાચ પોતાનો મિત્ર દાવો કરતો હોય કે તે સ્વર્ગમાં જવા પસંદ થયેલો છે. તેથી, તેની સાથે જ રહેવાનું મન થતું હોય. પરંતુ, યહોવાહે આ ખાસ લહાવા માટે પસંદગી કરવાનું કામ કોઈને સોંપ્યું નથી. વળી, યહોવાહ જાત-જાતના અવાજોથી કે કોઈ સંદેશા મોકલીને એ પસંદગી કરતા નથી.

૧૪ ઘણા ધર્મો માને છે કે બધા સારા લોકો સ્વર્ગમાં જાય છે. તેથી, એવી જૂઠી માન્યતાનો રંગ આપણા પર ન લાગે, એ પણ જોવું જોઈએ. વળી, આવા પ્રશ્નો પણ વિચારો: ‘શું હું એવી કોઈ દવા લઉં છું, જે મારી લાગણીને અસર કરતી હોય? શું હું બહુ લાગણીશીલ છું, જેના કારણે આવી ભૂલ કરી બેસું?’

૧૫, ૧૬. કઈ રીતે કોઈ ભૂલ કરી શકે કે પોતે સ્વર્ગમાં જવાના છે?

૧૫ શું તમને લાગે કે તમે સ્વર્ગમાં જવા પસંદ થયેલા છો? તો પછી આ પ્રશ્નો વિચારો: ‘શું મારે બીજાથી ચડિયાતું થવું છે? શું મને ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં સત્તા જોઈએ છે?’ પહેલી સદીમાં યહોવાહે જેઓને પસંદ કર્યા, તેઓ બધાને મંડળમાં કોઈ સત્તા ન હતી. વળી, આજે પસંદ થયેલા ભાઈ-બહેનો પણ સત્તાના ભૂખ્યા નથી, કે પોતાના વિષે બડાઈ મારતા નથી. તેઓને ‘ખ્રિસ્તનું મન છે,’ એટલે તેઓ તેમની જેમ જ જીવે છે.—૧ કોરીંથી ૨:૧૬.

૧૬ વળી, ધારો કે કોઈ ભાઈ કે બહેનને બાઇબલનું ઘણું જ્ઞાન છે. તે સરસ પ્રચાર કરે, અને ભાઈ જોરદાર ટોક આપે છે. શું એનો અર્થ એમ થાય કે યહોવાહે તેમને પસંદ કર્યા છે? ના, એમ તો બીજા ભાઈ-બહેનો પણ સારી રીતે કરી શકે છે. પવિત્ર આત્માથી પસંદ થયેલા હોવાનો અર્થ એવો નથી, કે તમે પંડિત હોવા જોઈએ. પ્રેષિત પાઊલે પસંદ થયેલાને પણ શિક્ષણ અને સલાહ આપવી પડી હતી. (૧ કોરીંથી ૩:૧-૩; હેબ્રી ૫:૧૧-૧૪) યહોવાહે પોતાના સર્વ ભક્તોને જ્ઞાન આપવાની ગોઠવણ કરી છે. (માત્થી ૨૪:૪૫-૪૭) તેથી, કોઈએ એમ ધારી ન લેવું જોઈએ કે સારું જ્ઞાન હોવાથી, પોતે સ્વર્ગમાં જવા પસંદ થયા છે.

૧૭. આ વિષે તમને શંકા હોય તો તમે શું કરી શકો, અને આ પસંદગી કોણ કરે છે?

૧૭ જો તમને આ વિષે શંકા હોય, તો કોઈ વડીલ કે અનુભવી ખ્રિસ્તી સાથે વાત કરો. જો કે આ વિષે કોઈ બીજાને માટે નક્કી કરી શકે નહિ. જો તમે પસંદ થયેલા હોવ, તો તમારે બીજાને પૂછવાની જરૂર પણ પડશે નહિ. બાઇબલ કહે છે કે ‘વિનાશી નહિ પણ ઈશ્વરના જીવંત અને સદાકાળ રહેનાર વચનના બીજ વડે તમને નવો જન્મ આપવામાં આવ્યો છે.’ (૧ પીતર ૧:૨૩, પ્રેમસંદેશ) યહોવાહ પોતાના પવિત્ર આત્મા અને વચનથી “બીજ” રોપે છે. એ તમને “નવી ઉત્પત્તિ” એટલે નવું સર્જન બનાવે છે અને સ્વર્ગમાં જવા માટે પસંદ કરે છે. (૨ કોરીંથી ૫:૧૭) એ પસંદગી યહોવાહ પોતે કરે છે: “એ તો ઇચ્છનારથી નહિ, અને દોડનારથી નહિ, પણ . . . દેવથી થાય છે.” (રૂમીઓને પત્ર ૯:૧૬) તો પછી, તમે કઈ રીતે ખાતરી કરી શકો કે તમે પસંદ થયેલા છો?

સો ટકા ખાતરી

૧૮. કઈ રીતે પવિત્ર આત્મા પસંદ થયેલાનું જીવન બદલી નાખે છે?

૧૮ સ્વર્ગમાં જવા પસંદ થયેલા ભાઈ-બહેનોને, ખુદ યહોવાહનો પવિત્ર આત્મા ખાતરી કરાવે છે. પ્રેષિત પાઊલે લખ્યું: ‘પવિત્ર આત્મા આપણને ઈશ્વરના પુત્રો બનાવે છે. એની શક્તિથી આપણે “આબ્બા,” એટલે, “મારા પિતા” કહીને પોકારીએ છીએ. આપણા આત્માની સાથે ઈશ્વરનો આત્મા જાહેર કરે છે કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ. આપણે ઈશ્વરનાં બાળકો હોવાથી ઈશ્વરે પોતાના લોક માટે રાખેલી આશિષો આપણે મેળવીશું, અને ખ્રિસ્તને માટે પણ ઈશ્વરે જે રાખેલું છે તે મેળવીશું. કારણ, જો આપણે ખ્રિસ્તના દુઃખમાં ભાગીદાર થઈએ, તો તેમના મહિમાના ભાગીદાર પણ બનીશું.’ (રોમનો ૮:૧૫-૧૭, પ્રેમસંદેશ) યહોવાહથી પસંદ થયેલાનું આખું જીવન પવિત્ર આત્માથી બદલાઈ જાય છે. પવિત્ર આત્મા તેઓમાં યહોવાહના છોકરાંની લાગણી મૂકે છે, જેનાથી આ અજોડ આશા તેઓને મળે છે. (ગલાતી ૪:૬, ૭; ૧ યોહાન ૩:૨) કલ્પના કરો કે પૃથ્વી જ્યારે બદલાઈને સુંદર બગીચા જેવી બનશે, ત્યારે મિત્રો અને સગાં-વહાલાં સાથે જીવન કેવું મજાનું હશે. પરંતુ યહોવાહે, પસંદ થયેલા ભાઈ-બહેનોને અલગ જ આશા આપી છે. એ કારણે તેઓ પૃથ્વી પરના બધા બંધનો છોડવા અને બધી આશા જતી કરવા રાજી છે.—૨ કોરીંથી ૫:૧-૫, ૮; ૨ પીતર ૧:૧૩, ૧૪.

૧૯. પસંદ થયેલા પર નવા કરારની કઈ અસર થાય છે?

૧૯ ઈસુએ કહ્યું હતું: “આ પ્યાલો તમારે સારૂ વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે.” (લુક ૨૨:૨૦) યહોવાહ પરમેશ્વર અને સ્વર્ગમાં જવા પસંદ થયેલાઓ વચ્ચે આ નવો કરાર થયો છે. તેથી, તેઓને પોતાની પસંદગી વિષે કોઈ જ શંકા નથી. (યિર્મેયાહ ૩૧:૩૧-૩૪; હેબ્રી ૧૨:૨૨-૨૪) ઈસુ એ કરારના મધ્યસ્થ છે, એટલે કે તેઓની વચ્ચે રહ્યા છે. આ કરાર ઈસુના લોહીથી થયો છે. એમાં ફક્ત યહુદી લોકો જ નહિ, પરંતુ જુદા જુદા દેશોના લોકો પણ છે. તેઓ યહોવાહના નામની ખાતર, ઈબ્રાહીમનાં “સંતાન” તરીકે પસંદ થયા છે. (ગલાતી ૩:૨૬-૨૯; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૪) આ હંમેશ માટેના કરારને લીધે, સર્વ પસંદ થયેલા સજીવન થઈને સ્વર્ગમાં જશે.—હેબ્રી ૧૩:૨૦.

૨૦. ઈસુ ખ્રિસ્ત અને પસંદ થયેલા વચ્ચે કયો કરાર છે?

૨૦ સ્વર્ગમાં જવા પસંદ થયેલાને એની સો ટકા ખાતરી છે. ઈસુએ તેઓ સાથે રાજ્યનો કરાર કરતા કહ્યું: “મારાં પરીક્ષણોમાં મારી સાથે રહેનાર તમે જ છો. જેમ મારા બાપે મને રાજ્ય ઠરાવી આપ્યું છે, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું.” (લુક ૨૨:૨૮-૩૦) ઈસુ ખ્રિસ્ત અને પસંદ થયેલા રાજાઓ વચ્ચે થયેલો આ કરાર કાયમ ટકશે.—પ્રકટીકરણ ૨૨:૫.

મેમોરિયલ, એક આનંદી પ્રસંગ

૨૧. મેમોરિયલ કઈ રીતે આશીર્વાદો લાવે છે?

૨૧ મેમોરિયલનો સમય ઘણા આશીર્વાદો લાવે છે. કઈ રીતે? મેમોરિયલનું ખાસ બાઇબલ વાંચન હોય છે, જેનો આપણે પ્રાર્થનાપૂર્વક પૂરો લાભ ઊઠાવી શકીએ. વળી, આપણે ઈસુના પૃથ્વી પરના જીવન અને મરણ પર મનન કરીએ. તેમ જ, વધારે પ્રચાર કરવાનો પણ આ સૌથી સારો મોકો છે. (ગીતશાસ્ત્ર ૭૭:૧૨; ફિલિપી ૪:૬, ૭) ખરેખર, આ યાદગાર પ્રસંગ આપણને યહોવાહ અને ઈસુનો કેટલો બધો પ્રેમ બતાવે છે! (માત્થી ૨૦:૨૮; યોહાન ૩:૧૬) તેઓના આ પ્રેમને કારણે આપણને આશા અને દિલાસો મળે છે. વળી, એ આપણને દિવસે દિવસે ઈસુ ખ્રિસ્ત જેવા બનવાની હિંમત આપે છે. (નિર્ગમન ૩૪:૬; હેબ્રી ૧૨:૩) તેમ જ, યહોવાહનું દિલ ખુશ કરનારા ભક્તો બનવા, મેમોરિયલ આપણને ઉત્તેજન આપે છે. આમ, આપણે યહોવાહના વહાલા દીકરા, ઈસુ ખ્રિસ્તના પગલે ચાલતા રહીશું.

૨૨. યહોવાહે કયો મહાન આશીર્વાદ આપ્યો, અને આપણે કઈ રીતે કદર બતાવીએ?

૨૨ ખરેખર, યહોવાહ આપણને ખુલ્લા દિલથી આશીર્વાદો આપે છે. (યાકૂબ ૧:૧૭) તે બાઇબલ દ્વારા આપણા જીવનમાં પ્રકાશ ફેલાવે છે. યહોવાહ પોતાના પવિત્ર આત્માથી મદદ કરે છે અને હંમેશા જીવવાની આશા પણ આપે છે. યહોવાહે તેમના વહાલા દીકરાની કુરબાની આપી, એ સૌથી મહાન આશીર્વાદ છે. એના દ્વારા આપણાં પાપોની માફી મળે છે. (૧ યોહાન ૨:૧, ૨) તો પછી, ઈસુના એ બલિદાનની તમારે મન કેટલી કિંમત છે? ખરેખર, ચાલો આપણે પૂરા દિલથી એમાં ભરોસો મૂકીએ. ખાસ કરીને, એપ્રિલ ૧૬, ૨૦૦૩ની સાંજે આપણે સર્વ મેમોરિયલ પ્રસંગે ભેગા થઈએ, અને કદર બતાવીએ.

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓનાં પુસ્તકો, પણ હવે પ્રિન્ટ થતાં નથી.

તમે કેવો જવાબ આપશો?

• મેમોરિયલમાં કોણ રોટલી ખાય શકે અને દ્રાક્ષારસ પી શકે?

• બીજાં ઘેટાંના લોકો શા માટે મેમોરિયલમાં ભેગા મળે છે?

• સ્વર્ગમાં જનારા કઈ રીતે જાણે છે કે તેઓએ મેમોરિયલમાં ભાગ લેવો જોઈએ?

• મેમોરિયલ સમયે આપણને શું વધારે કરવાનો મોકો મળે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[ગ્રાફ/પાન ૧૮ પર ચિત્રો]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

મેમોરિયલની હાજરી

લાખ—કરોડ

૧,૫૫,૯૭,૭૪૬

૧.૫

૧.૪

૧,૩૧,૪૭,૨૦૧

૧.૩

૧.૨

૧.૧

૧.૦

૯૦

૮૦

૭૦

૬૦

૫૦

૪૯,૨૫,૬૪૩

૪૦

૩૦

૨૦

૧૦

૮,૭૮,૩૦૩

૬૩,૧૪૬

૧૯૯૫ ૧૯૭૫ ૧૯૫૫ ૧૯૩૫ ૨૦૦૨

[પાન ૧૮ પર ચિત્ર]

આ વર્ષે મેમોરિયલ ચૂકતા નહિ

[પાન ૨૧ પર ચિત્ર]

મેમોરિયલ સમયે આપણને વધારે બાઇબલ વાંચન અને પ્રચાર કરવાનો મોકો છે