સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે સાચા પરમેશ્વરને ઓળખો છો?

શું તમે સાચા પરમેશ્વરને ઓળખો છો?

શું તમે સાચા પરમેશ્વરને ઓળખો છો?

જ ર્મનીમાં ૬૫ ટકા લોકો ભગવાનમાં માને છે. વળી ત્યાં હજારોને પૂછવામાં આવ્યું કે પરમેશ્વરની વાત આવે ત્યારે, તમારા મનમાં કેવા વિચારો આવે છે, તો જુદા જુદા જવાબો મળ્યા. એક જર્મન મેગેઝીન ફોકસ જણાવે છે, “અહીં ભગવાન વિષે, જેટલા લોકો છે એટલા જ વિચારો છે.” જોકે, પરમેશ્વરમાં માનવું તો જોઈએ પણ તે ખરેખર કેવા છે એ પણ જાણવું જોઈએ.

અરે, ફક્ત જર્મનીમાં જ નહિ પણ યુરોપના બીજા દેશોમાં પણ લોકો પરમેશ્વર વિષે જુદું જુદું વિચારે છે. ઑસ્ટ્રિયા, બ્રિટન અને નેધરલૅન્ડમાં એક સર્વે કરવામાં આવ્યું. એમાં લોકોએ જણાવ્યું કે, પરમેશ્વરને ઓળખવા તો “આપણા ગજા બહારની વાત છે.” એમાંય ખાસ કરીને યુવાનો માટે તો પરમેશ્વરને ઓળખવા એકદમ અશક્ય બની ગયું છે.

શું તમે ખરેખર પરમેશ્વરને ઓળખો છો?

કોઈકને નામ પૂરતું જ જાણવું અને એક મિત્ર તરીકે બરાબર ઓળખવું એમાં આભ જમીનનો તફાવત છે. જેમ કે તમે કોઈ રાજા કે રાણી, કોઈ ખેલાડી કે ફિલ્મ સ્ટારને નામથી જાણતા હશો. પરંતુ, એક વ્યક્તિને બરાબર ઓળખવા માટે ફક્ત તેમનું નામ જાણવું જ પૂરતું નથી, તેમના વિષે ઘણું જાણવાની જરૂર છે. એક મિત્રની જેમ તેમના ગુણો, વર્તન, તેમને ગમતી અને ન ગમતી બાબતો, તેમ જ તે શું કરશે અને શું નહિ કરે એ વિષે જાણવું જોઈએ. વળી વ્યક્તિને બરાબર ઓળખવાથી, આપણે તેમની સાથે પાક્કી દોસ્તી બાંધી શકીએ છીએ.

તેથી હવે લાખો લોકો માને છે કે પરમેશ્વર વિષે ઉપરછલ્લું જ્ઞાન હોવું જ પૂરતું નથી. એટલા માટે, તેઓએ પરમેશ્વર વિષે થોડુ ઘણુ જાણવા કરતા, એક સારા મિત્રની જેમ ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ, શું તેઓ તેમને ઓળખી શક્યા છે? જર્મનીમાં રહેતા પાઊલનો વિચાર કરો. તે પરમેશ્વરમાં તો થોડુ ઘણુ માનતો હતો, પણ એનાથી વધુ હવે તેણે પરમેશ્વરને ઓળખવાનો પ્રયત્ન કર્યો. પાઊલ કહે છે: “જો કે પરમેશ્વરને ઓળખવા સમય અને પ્રયત્નો માંગી લે છે, પણ એનાથી આપણને જ આશીર્વાદ મળશે. પરમેશ્વર સાથે ગાઢ સંબંધ રાખવાથી, આપણું રોજ-બરોજનું જીવન ફૂલની જેમ ખીલી ઊઠે છે.”

તેથી, શું પરમેશ્વરને ઓળખવા સમય ન કાઢવો જોઈએ? તેમ જ, તેમની સાથે ગાઢ સંબંધ બાંધવા, શું આપણે બનતા બધા જ પ્રયત્નો ન કરવા જોઈએ? એ જાણવા, કેમ નહિ કે હવે પછીનો લેખ વાંચો?

[પાન ૩ પર બ્લર્બ]

કોઈને નામ પૂરતું જાણવું જ અને તેમને મિત્ર તરીકે ઓળખવામા, આભ જમીનનો ફરક છે