યહોવાહના સાક્ષીઓ પર જુલમ! શા માટે?
યહોવાહના સાક્ષીઓ પર જુલમ! શા માટે?
કલ્પના કરો કે તમારા ધર્મને લીધે તમારા પર જુલમ કરવામાં આવે તો, તમને કેવું લાગશે! તમે કહેશો કે એ કોઈને ન ગમે, ખરું ને? પણ દુઃખની વાત છે કે ઘણાં વર્ષોથી આજ સુધી ધર્મની સતાવણી થઈ રહી છે. દાખલા તરીકે, વીસમી સદીમાં વારંવાર યુરોપ અને બીજા ઘણા દેશોમાં રહેતા યહોવાહના સાક્ષીઓ પાસેથી તેઓનો ધર્મ પાળવાનો હક્ક પણ લઈ લેવામાં આવ્યો હતો. એટલું જ નહિ, તેઓ પર ક્રૂર રીતે જુલમ પણ કરવામાં આવો હતો.
યુરોપમાં જર્મન અને સોવિયેત રશિયાએ યહોવાહના સાક્ષીઓ સાથે જંગલી પશુઓ જેવો વર્તાવ કર્યો હતો. તેઓ પર જે જુલમ કરવામમાં આવ્યો એમાંથી આપણે શું શીખી શકીએ?
‘જગતના ભાગ નથી’
યહોવાહના સાક્ષીઓ બધાની સાથે હળીમળીને રહેવાનો અને નીતિ-નિયમો પાળવાનો સખત પ્રયત્ન કરે છે. તેઓ સરકારને ઉથલાવવાનો વિચાર પણ કરી શકતા નથી. અરે, તેઓ ધર્મને નામે શહીદ થવાના પણ સપના જોતા નથી! હકીકતમાં, યહોવાહના સાક્ષીઓ ઈસુ ખ્રિસ્તના પગલે ચાલી રહ્યા છે. ઈસુએ કહ્યું હતું: ‘જેમ હું જગતનો ભાગ નથી, તેમ મારા શિષ્યો જગતના ભાગ નથી.’ (યોહાન ૧૭:૧૬) તેથી, યહોવાહના સાક્ષીઓ રાજકારણમાં કોઈ ભાગ લેતા નથી. એ વિષે મોટા ભાગની સરકારો વાંધો ઉઠાવતી નથી. પરંતુ, અમુક સરકારોએ યહોવાહના સાક્ષીઓની માન્યતાને લીધે સખત સતાવણી કરી છે.
નવેમ્બર ૨૦૦૦માં જર્મનીની એક યુનિવર્સિટીમાં જુલમી સરકારો વિષે સભા ભરવામાં આવી હતી. એનો વિષય હતો: કઈ રીતે યહોવાહના સાક્ષીઓએ પોતાનો ધર્મ પાળવાના હક્ક માટે લડત આપી. આ સભામાં ડૉ. ફલહાનસે કહ્યું: “જુલમી સરકારોને ફક્ત તમારો મત જ જોઈતો નથી, પણ તેઓ માંગે છે કે તમે તેઓની તનમનથી સેવા કરો.”
પરંતુ યહોવાહના સાક્ષીઓ તેઓનું જીવન સરકારોને આપી શકતા નથી, કારણ કે તેઓએ યહોવાહ પરમેશ્વરને એ અર્પી દીધું છે. તેઓ જુલમી સરકારના હાથ નીચે રહે છે, પણ પોતાના ધર્મને કારણે હર વખત સરકારની માંગ પૂરી કરી શકતા નથી. એવા સંજોગોમાં તેઓ શું કરે છે? ઈસુના શિષ્યોએ જે નિર્ણય લીધો હતો, એ જ યહોવાહના સાક્ષીઓ લે છે: “માણસોના કરતાં દેવનું અમારે વધારે માનવું જોઈએ.”—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.
તેથી, યહોવાહના સાક્ષીઓ રાજકારણમાં કોઈ ભાગ લેતા નથી. એ કારણથી તેઓ પર ક્રૂર રીતે જુલમ કરવામાં આવ્યો હતો, છતાં તેઓ પોતાના ધર્મને વળગી રહ્યા. તેઓને દુઃખ સહન કરવા ક્યાંથી શક્તિ મળી? ચાલો આપણે તેઓના અમુક અનુભવો જોઈએ. આપણે એ પણ જોઈશું કે એમાંથી આપણને બધાને શું શીખવા મળે છે.
[પાન ૪ પર બ્લર્બ]
વીસમી સદીમાં યહોવાહના સાક્ષીઓએ જર્મનીમાં બે જુલમી સરકારોની ક્રૂર સતાવણી સહી હતી
[પાન ૪ પર બ્લર્બ]
“જુલમી સરકારોને ફક્ત તમારો મત જ જોઈતો નથી, પણ તેઓ માંગે છે કે તમે તેઓની તનમનથી સેવા કરો.” ઇતિહાસકાર ડૉ. ફલહાનસે
[પાન ૪ પર ચિત્ર]
કુશરો કુટુંબને તેઓના ધર્મને કારણે જેલમાં પૂરવામાં આવ્યા
[પાન ૪ પર ચિત્ર]
યોહાનેસ હામઝેને પોતાના ધર્મને લીધે નાઝી છાવણીમાં મોતની સજા થઈ