સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ગરીબી કદી દૂર થશે?

શું ગરીબી કદી દૂર થશે?

શું ગરીબી કદી દૂર થશે?

રાજા સુલેમાને કહ્યું: ‘જુલમ વેઠનારાઓ આંસુ પડતાં હતાં, અને તેમને દિલાસો દેનાર કોઈ નહોતું; તેમના પર જુલમ કરનારાઓના પક્ષમાં બળ હતું, પણ તેમને દિલાસો દેનાર કોઈ નહોતું.’ (સભાશિક્ષક ૪:૧) સુલેમાને જે જુલમ વેઠનારાઓને જોયા તેઓમાંના ઘણા ગરીબ હતા.

હાલમાં, જૂન ૨૦૦૨માં વર્લ્ડ બેંકે રીર્પોટ આપ્યો કે, “વર્ષ ૧૯૯૮માં દુનિયાના લગભગ ૧૨૦ કરોડ લોકોની, રોજની આવક ૪૮ રૂપિયાથી પણ ઓછી હતી . . . અને ૨૮૦ કરોડ લોકો દિવસના ૯૬ કરતા પણ ઓછા રૂપિયામાં જીવન જીવતા હતા.” આ રીર્પોટ બતાવે છે કે ધારવા કરતા ગરીબી ઓછી છે. તેમ છતાં “હજુ ઘણા લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે.”

તો પછી, શું ગરીબી કદી દૂર થશે? ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને કહ્યું: “ગરીબો તો સદા તમારી સાથે છે.” (યોહાન ૧૨:૮) તો શું લોકો હંમેશા ગરીબીમાં જ રહેશે? ના, જરાય નહિ. ઈસુએ કંઈ પોતાના શિષ્યોને એવું વચન આપ્યું ન હતું કે બધા ધનવાન થઈ જાય. એનો અર્થ એમ પણ નથી કે, ગરીબી આમને આમ જ ચાલ્યા કરશે.

માણસો ગરીબી દૂર કરવાના વચનો તો આપે છે, પણ એ પૂરાં કરી શકતાં નથી. પરંતુ, બાઇબલ આપણને ખાતરી આપે છે કે જલદી જ ગરીબીને દૂર કરવામાં આવશે. ઈસુએ ‘દીનજનોને પણ શુભસંદેશ’ જણાવ્યો હતો. (લુક ૪:૧૮, પ્રેમસંદેશ) આ શુભસંદેશમાં ગરીબી દૂર કરવાનું વચન આપવામાં આવ્યું. પરંતુ, એ યહોવાહનું રાજ પૃથ્વી પર આવશે ત્યારે જ એમ થશે.

ખરેખર, એ સમય કેટલો સરસ હશે! યહોવાહ, ઈસુ ખ્રિસ્ત દ્વારા ‘દરિદ્રી તથા લાચારની કાળજી લેશે; કેમ કે તેઓનો બચાવ કરનાર બીજો કોઈ નથી.’ એટલું જ નહિ પણ ‘તે નબળા તથા દીનજનો પ્રત્યે દયાળુ બની તેઓને બચાવી લેશે.’—ગીતશાસ્ત્ર ૭૨:૧૩, ૧૪, IBSI.

એ સમય વિષે બાઇબલ કહે છે: “પ્રત્યેક વ્યક્તિ શાંતિ અને સમૃદ્ધિ ભોગવશે અને પોતાના ઘરમાં રહેશે, કેમ કે ભય લાગે તેવું કશું જ હશે નહિ. આ વચન પ્રભુએ પોતે આપ્યું છે.” (મિખા ૪:૪, IBSI) યહોવાહના રાજમાં, આપણી બધી જ મુશ્કેલીઓ દૂર થશે. અરે, માંદગી અને મરણને પણ કાઢી નાખશે. યહોવાહ, ‘મરણનો હમેશને માટે અંત લાવશે. તે સર્વ આંસુઓ લૂછી નાખશે.’—યશાયા ૨૫:૮, IBSI.

યહોવાહે પોતે જ, બાઇબલમાં આ વચનો આપ્યા છે. તેથી, આપણે એમાં ભરોસો મૂકી શકીએ છીએ. પરંતુ, બાઇબલ એ વિષે વધુ શું કહે છે, એ ન તપાસવું જોઈએ?

[પાન ૩૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

FAO photo/M. Marzot