સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આવો! અમારી સાથે આ પ્રસંગ ઊજવો

આવો! અમારી સાથે આ પ્રસંગ ઊજવો

આવો! અમારી સાથે આ પ્રસંગ ઊજવો

લગભગ બે હજાર વર્ષ પહેલાં ઈસુ ખ્રિસ્તે એક ખાસ ઉજવણીની શરૂઆત કરી હતી. બાઇબલમાંથી આ ઉજવણીનો અર્થ સમજીને લાખો લોકોના દિલ પર ઊંડી છાપ પડી છે. એના લીધે તેઓ દર વર્ષે ભેગા મળીને એને ઊજવે છે.

પરંતુ, શા માટે? કેમ કે ઈસુએ પોતે તેમના શિષ્યોને દર વર્ષે એ ઊજવવાનું કહ્યું હતું: “મારી યાદગીરીમાં આ કરો.”—લુક ૨૨:૧૯; ૧ કોરીંથી ૧૧:૨૩-૨૫.

આખી દુનિયામાં અમે આ ઉજવણી બુધવાર, એપ્રિલ ૧૬, ૨૦૦૩ની સાંજે ઊજવીશું. એ દિવસે ઈસુએ આપણા માટે પોતાનું બલિદાન આપી દીધું એના પર અમે વિચાર કરીશું. તેમણે કહ્યું હતું: “ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો; હવે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.” (યોહાન ૩:૧૬, IBSI) બાઇબલની આવી કલમો પર વિચાર કરવાથી ઈશ્વરમાં અમારી શ્રદ્ધા વધે છે, અને ગુરુ ઈસુમાં અમારો પ્યાર ખીલી ઊઠે છે.

કદાચ તમે વિચારતા હશો કે ‘આ ઉજવણી શાના વિષે છે અને ત્યાં શું થાય છે? શા માટે ઈસુએ આ ઉજવણી શરૂ કરી? એનાથી મને શું લાભ થશે?’ એના જવાબો આ ખાસ પ્રસંગમાં તમને મળશે. તમને એ પણ જોવા મળશે કે તમે પોતે કઈ રીતે ઈશ્વર યહોવાહ અને ઈસુને મહિમા આપી શકો. અમે તમને ભાવભીનું આમંત્રણ આપીએ છીએ કે, આવો, અમારી સાથે આ પ્રસંગ ઊજવો!