ઈસુનું છેલ્લું ભોજન તમારા માટે કેમ મહત્ત્વનું છે?
ઈસુનું છેલ્લું ભોજન તમારા માટે કેમ મહત્ત્વનું છે?
ઈસુએ પોતાના મરણ પહેલાં જે છેલ્લું ભોજન કર્યું એનો શું અર્થ થાય? એ શા માટે મહત્ત્વનો પ્રસંગ હતો? તેમ જ, શા માટે આપણે એ પ્રસંગ ઉજવવો જોઈએ? ચાલો આપણે એ વિષે થોડી માહિતી મેળવીએ.
એ ઈસવીસન ૩૩માં, નીસાન ૧૪ની સાંજ હતી. યરૂશાલેમના એક ઘરમાં ઈસુ પોતાના ૧૨ શિષ્યો સાથે પાસ્ખાપર્વ ઉજવવા માટે ભેગા મળ્યા હતા. તેઓએ પાસ્ખાપર્વની ઉજવણી પૂરી કર્યા પછી, દગાખોર યહુદા ઇસ્કારીઓત ઈસુ સાથે વિશ્વાસઘાત કરવા બહાર નીકળી ગયો. (યોહાન ૧૩:૨૧, ૨૬-૩૦) હવે ઈસુએ પોતાના ૧૧ શિષ્યો સાથે મહત્ત્વના પ્રસંગની શરૂઆત કરી. આ પ્રસંગને, પ્રભુભોજન, ખ્રિસ્તના મરણની યાદગીરી કે મેમોરિયલ પણ કહેવાય છે. (૧ કોરીંથી ૧૧:૨૦) પછી ઈસુએ તેમના શિષ્યોને આમ કહ્યું: “મારી યાદગીરીમાં આ કરો.” તેથી યહોવાહના સાક્ષીઓ આ એક જ પ્રસંગ ઈસુની યાદગીરીમાં ઉજવે છે.—૧ કોરીંથી ૧૧:૨૪.
આજે મોટા ભાગે દરેક દેશોમાં અમુક પ્રખ્યાત લોકોના નામ પરથી સ્મારક ભવનો બાંધવામાં આવે છે. અથવા તેઓના માનમાં રજા રાખવામાં આવે છે. એવી જ રીતે, ઈસુએ ઉજવેલો એ પ્રસંગ પણ ખૂબ જ મહત્ત્વનો હતો. તેથી તેમણે પોતાના શિષ્યોને એ પ્રસંગ યાદ રાખવાનું કહ્યું હતું. આજે પણ પ્રભુભોજન ઉજવનારાઓને આ યાદગાર પ્રસંગ એનું મહત્ત્વ યાદ અપાવે છે. કદાચ તમારા મનમાં પ્રશ્ન થશે કે એ પ્રસંગનો શું અર્થ થાય? તેમ જ એ પ્રસંગ ઉજવવા ઈસુએ શાનો ઉપયોગ કર્યો હતો? વળી, એનો શું અર્થ થતો હતો? ઈસવીસન ૩૩ની સાંજે જે બન્યું એ વિષે બાઇબલ શું કહે છે? તો, ચાલો આપણે એના વિષે જોઈએ.
રોટલી અને દ્રાક્ષારસનો શું અર્થ થાય?
‘ઈસુએ રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપીને કહ્યું, કે આ [રોટલી] મારૂં શરીર છે, તે તમારે સારૂ આપવામાં આવે છે; મારી યાદગીરીમાં આ કરો.’—લુક ૨૨:૧૯.
બાઇબલના સમયમાં રોટલીના લોટને ફુલાવવા આથો ચડાવવામાં આવતો. આથો કે ખમીર ઘણી વાર પાપ કે બૂરાઈને સૂચવે છે. પરંતુ, ઈસુમાં કોઈ પાપ ન હતું! એટલે તેમણે એવી રોટલી વાપરી કે જેમાં કશું જ ઉમેરવામાં આવ્યું ન હતું. આમ, તેમણે પોતાનું સંપૂર્ણ જીવન જગતને સારું આપી દીધું. (યોહાન ૬:૫૧) ઈસુએ રોટલી વિષે કહ્યું કે, “આ રોટલી [એટલે] મારૂં શરીર છે,” એનો શું અર્થ થયો હતો? જોકે અમુક બાઇબલ ભાષાંતરોનું માનવું છે કે ‘એ રોટલી’ ચમત્કારથી ઈસુનું શરીર બની જાય છે. શું એ ખરું છે? એના વિષે થેયર્સનો ગ્રીક-ઈંગ્લીશ લેક્ષીકન ઓફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ પરનો શબ્દકોશ કહે છે કે, ‘એ રોટલી’ ઈસુના શરીરને ‘રજૂ કરે છે.’—માત્થી ૨૬:૨૬.
એ જ રીતે ઈસુએ દ્રાક્ષારસ લઈને કહ્યું: “આ પ્યાલો તમારે સારૂ વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે.”—લુક ૨૨:૨૦.
એ પ્રસંગ વિષે માત્થીનું પુસ્તક કહે છે: “નવા કરારનું એ મારૂં લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને સારૂ વહેવડાવવામાં આવે છે.” (માત્થી ૨૬:૨૮) તો એ પ્યાલામાં શું હતું? એમાં લાલ દ્રાક્ષદારૂ હતો. એ દ્રાક્ષારસ ઈસુના લોહીને રજૂ કરતો હતો. આમ, ઈસુએ પવિત્ર આત્માથી પસંદ કરાયેલા તેમના શિષ્યો સાથે એ દ્રાક્ષારસથી “નવો કરાર” કર્યો. તેઓ ઈસુની સાથે સ્વર્ગમાં રાજાઓ અને યાજકો તરીકે રાજ કરશે.—યિર્મેયાહ ૩૧:૩૧-૩૩; યોહાન ૧૪:૨, ૩; ૨ કોરીંથી ૫:૫; પ્રકટીકરણ ૧:૫, ૬; ૫:૯, ૧૦; ૨૦:૪, ૬.
એ લાલ દ્રાક્ષારસ યાદ અપાવે છે કે ઈસુએ પોતાનું લોહી વહેવડાવ્યું હોવાથી ‘પાપોની માફી’ હવે મળી શકે છે. તેથી જેઓ પવિત્ર આત્માથી પસંદ થયેલા છે, ફક્ત તેઓ જ મેમોરિયલમાં રોટલી ખાય છે અને દ્રાક્ષારસ પીવે છે. કેમ કે તેઓ ખ્રિસ્તના ભાગીદાર હોવાથી સ્વર્ગમાં તેમની સાથે રાજ કરવાના છે.—લુક ૧૨:૩૨; એફેસી ૧:૧૩, ૧૪; હેબ્રી ૯:૨૨; ૧ પીતર ૧:૩, ૪.
ઈસુના બીજા શિષ્યો પણ છે જેઓ નવા કરારમાં નથી, તેઓ વિષે શું? તેઓ ઈસુનાં “બીજાં ઘેટાં” છે. તેઓને આ જગતનો અંત આવશે ત્યારે, સ્વર્ગમાં નહિ પણ પૃથ્વી પર જ સદા જીવવાની આશા છે. (યોહાન ૧૦:૧૬; લુક ૨૩:૪૩; પ્રકટીકરણ ૨૧:૩, ૪) તેઓ “મોટી સભા” કે “બીજાં ઘેટાં” તરીકે પણ ઓળખાય છે, જેઓ “મંદિરમાં રાતદહાડો તેની [યહોવાહની] સેવા કરે છે.” તેઓ પણ આનંદથી મેમોરિયલ ઉજવવા ભેગા મળે છે. ખરું કહીએ તો, તેઓ વાણી અને વર્તનથી કહે છે: “અમારો દેવ, જે રાજ્યાસન પર બેઠેલો છે, તેને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોજો.”—પ્રકટીકરણ ૭:૯, ૧૦, ૧૪, ૧૫.
મેમોરિયલ કેટલી વાર ઉજવવું જોઈએ?
“મારી યાદગીરીમાં આ કરો.”—લુક ૨૨:૧૯.
તો પછી, પ્રભુનું ભોજન કે મેમોરિયલ કેટલી વાર ઉજવવું જોઈએ? જોકે ઈસુએ એ વિષે કંઈ સ્પષ્ટ કહ્યું ન હતું. પરંતુ તેમણે ઈસવીસન ૩૩માં, નીસાન ૧૪ની સાંજે પાસ્ખાપર્વ ઉજવ્યા પછી પોતાના મરણની યાદ અપાવતો એ પ્રસંગ શરૂ કર્યો હતો. એ પાસ્ખાપર્વ ઈસ્રાએલીઓ દર વર્ષે ઉજવતા હતા. તેથી, ઈસુ પણ ઇચ્છતા હતા કે પોતાના મરણની યાદગીરી માટે એ મેમોરિયલ ઉજવવામાં આવે. વધુમાં, ઈસ્રાએલીઓ ઇજિપ્તની ગુલામીમાંથી આઝાદ થયા એને યાદ રાખવા દર વર્ષે પાસ્ખાપર્વ ઉજવતા હતા. જ્યારે કે ખ્રિસ્તીઓ આદમથી આવેલા પાપ અને મરણના પંજામાંથી મુક્ત થયા હોવાથી, એ પ્રસંગ ઉજવે છે.—નિર્ગમન ૧૨:૧૧, ૧૭; રૂમીઓને પત્ર ૫:૨૦, ૨૧.
એ પ્રસંગ ક્યારે ઉજવવો જોઈએ? આજે ઘણા દેશો અથવા લોકો કોઈ ખાસ પ્રસંગ, તહેવાર કે લગ્નની એનિવર્સરી વર્ષમાં એક વાર ઉજવે છે. એવી જ રીતે ઈસુના મરણ પછી ખ્રિસ્તીઓ દર વર્ષે એટલે નીસાન ૧૪મીએ એ પ્રસંગ ઉજવતા હતા. તેથી તેઓને “ચૌદમીવાળા” કહેવામાં આવતા.
સાદું છતાં ખૂબ જ મહત્ત્વનું
ઈસુના મરણને યાદ રાખવા જે મેમોરિયલ રાખવામાં આવે છે, એનો આપણી માટે શું અર્થ થાય? એ વિષે પાઊલે સમજાવતા આમ લખ્યું: “તમે પ્રભુના આવતાં ૧ કોરીંથી ૧૧:૨૬) મેમોરિયલ ઉજવવાથી યહોવાહનો હેતુ સિદ્ધ કરવા ઈસુએ જે ભાગ ભજવ્યો એની આપણા અંતર પર ઊંડી છાપ પડે છે.
સુધી તેનું મરણ પ્રગટ કરો છો.” (ઈસુએ મરણ સુધી પરમેશ્વરને વિશ્વાસુ રહીને તેમને મહિમા આપ્યો. આદમે યહોવાહની સેવા કરવાનું છોડી દીધા પછી શેતાને આરોપ મૂક્યો હતો કે, આપણે સ્વાર્થને કારણે જ યહોવાહને ભજીએ છીએ. પરંતુ, ઈસુએ સાબિત કર્યું કે મનુષ્યો ગમે તેવી મુશ્કેલીઓમાં પણ યહોવાહને વફાદાર રહી શકે છે. આમ, તેમણે શેતાનને જૂઠો ઠરાવ્યો—અયૂબ ૨:૪, ૫.
મેમોરિયલમાં ભાગ લેવાથી, ઈસુએ આપણા માટે જે પ્રેમ બતાવ્યો એ બદલ તેમના માટે આપણી કદર વધે છે. જોકે, તેમના પર સખત કસોટી આવી છતાં, તે મરણ સુધી યહોવાહને આધીન રહ્યાં. એમ કરવાથી આદમે જે સદા જીવવાનો હક્ક તજી દીધો હતો, એ પોતે પાછો ખરીદી શક્યા. એ વિષે સમજાવતા ઈસુએ આમ કહ્યું: ‘ઘણા લોકની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને આવ્યો છું.’ (માત્થી ૨૦:૨૮) તેથી, હવે જે કોઈ ઈસુની ખંડણી કે કુરબાનીમાં શ્રદ્ધા મૂકે તેઓને પાપની ક્ષમા મળી શકે! તેમ જ, પ્રથમ મનુષ્ય માટે યહોવાહનો જે હેતુ હતો એ પ્રમાણે આપણને સદા જીવન મળી શકે છે.—રૂમીઓને પત્ર ૫:૬, ૮, ૧૨, ૧૮, ૧૯; ૬:૨૩; ૧ તીમોથી ૨:૫, ૬. *
હા, આપણે યહોવાહની કૃપા માટે યોગ્ય ન હતા. તેમ છતાં, યહોવાહે આપણા તારણ માટે કેવી જોગવાઈ કરી છે. બાઇબલ કહે છે: “દેવે પોતાના એકનાએક પુત્રને જગતમાં મોકલ્યો, કે આપણે તેનાથી જીવીએ, એ પરથી આપણા પર દેવનો પ્રેમ પ્રગટ થયો. આપણે દેવ પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નહિ, પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્ચિત્ત થવા માટે મોકલ્યો, એમાં પ્રેમ છે.”—૧ યોહાન ૪:૯, ૧૦.
તેથી, શું આપણે મેમોરિયલ ઉજવવું ન જોઈએ? આ એટલો સાદો ઉત્સવ છે કે આપણે ગમે તે દેશમાં કે કોઈ પણ સંજોગોમાં હોઈએ તોપણ એને ઉજવી શકીએ છીએ. આટલા વર્ષો પછી પણ એનું મહત્ત્વ જરાય ઓછું થયું નથી.
એનો તમારા માટે શું અર્થ થાય?
ઈસુએ પોતાનું બલિદાન કે કુરબાની આપી એ તેમના માટે અને યહોવાહ માટે અતિ મૂલ્યવાન હતું. હેબ્રી ૭:૨૬) તેથી, જો તે ચાહત તો પૃથ્વી પર સદાકાળ માટે જીવી શક્યા હોત. તેમની પાસેથી જીવવાનો હક્ક છીનવી લેવાની કોઈની પાસે તાકાત ન હતી! તેમણે કહ્યું: “કોઈ મારું જીવન મારી પાસેથી લઈ શકતું નથી.”—યોહાન ૧૦:૧૮, પ્રેમસંદેશ.
ઈસુ, યહોવાહ પરમેશ્વરની શક્તિથી જન્મ્યા હોવાથી તેમનામાં કોઈ જાતનું પાપ ન હતું. એટલે જ તે સંપૂર્ણ હતા. (રૂમીઓને પત્ર ૫:૧૨;તેમ છતાં, ઈસુએ પોતાની કુરબાની આપી “જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો, નાશ કરે; અને મરણની બીકથી જેઓ આખા જીવનપર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે.” ખ્રિસ્ત પોતાની કુરબાની આપવા તૈયાર હોવાથી આપણે તેમનો પ્રેમ જોઈ શકીએ છીએ. તે જાણતા હતા કે પોતાને પીડાકારક મોત સહેવું પડશે.—માત્થી ૧૭:૨૨; ૨૦:૧૭-૧૯.
એટલું જ નહિ, પરંતુ મેમોરિયલ આપણને યહોવાહના અતૂટ પ્રેમ પણ યાદ અપાવે છે. તે ‘ઘણા દયાળુ તથા કૃપાળુ’ હોવા છતાં, તેમણે ગેથસેમાનેના બાગમાં પોતાના દીકરાને ઊંડી વેદના સહેતા જોવો પડ્યો. દીકરાનો પોકાર સાંભળીને અને તેને તડપી તડપીને મરતા જોઈને યહોવાહને કેવું થયું હશે, એની કલ્પના કરો! (યાકૂબ ૫:૧૧; હેબ્રી ૫:૭; યોહાન ૩:૧૬; ૧ યોહાન ૪:૭, ૮) સદીઓ પછી આજે પણ એનો વિચાર કરતા ઘણા કંપી ઊઠે છે.
જરા વિચારો કે યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્તે આપણને પાપ અને મરણમાંથી છોડાવવા કેટલી કિંમત આપી છે! (રૂમીઓને પત્ર ૩:૨૩) મનુષ્ય માત્ર ભૂલને પાત્ર હોવાથી આપણને દરરોજ પાપી સ્થિતિનો પરચો અનુભવવો પડે છે. તેમ છતાં, ઈસુની કુરબાનીમાં ભરોસો મૂકવાથી પરમેશ્વર આપણને આપણા પાપોની ક્ષમા આપે છે! (૧ યોહાન ૨:૧, ૨) એ કારણે આપણે અચકાયા વગર મદદ માટે તેમને પ્રાર્થના કરી શકીએ છીએ. (હેબ્રી ૪:૧૪-૧૬; ૯:૧૩, ૧૪) એટલું જ નહિ, પરંતુ આપણી પાસે એવી આશા છે કે નવી દુનિયામાં પર આપણે સદા જીવીશું, જ્યાં કોઈ જાતનું દુઃખ કે મરણ પણ નહિ હોય. (યોહાન ૧૭:૩; પ્રકટીકરણ ૨૧:૩, ૪) ઈસુએ આપણા માટે કુરબાની આપી હોવાથી આપણા પર અજોડ આશીર્વાદો આવશે.
મેમોરિયલ માટે કદર બતાવવી જ જોઈએ!
ખરેખર, મેમોરિયલ તો યહોવાહ તરફથી આપણા માટે અનોખી ભેટ છે. તેમ જ, આપણને પાપ અને મરણમાંથી છોડાવવા માટે તેમણે ઈસુ ખ્રિસ્તનું બલિદાન આપ્યું. એ સાચે જ અમૂલ્ય ભેટ છે! (૨ કોરીંથી ૯:૧૪, ૧૫) યહોવાહે અને ઈસુ ખ્રિસ્તે તમારા માટે જે પ્રેમ બતાવ્યો એનાથી શું તમને તેઓનો ઉપકાર માનવાનું મન નથી થતું?
અમને ખાતરી છે કે તમે જરૂર તેઓનો ઉપકાર માનતા જ હશો. તો પછી, તમે પણ યહોવાહના સાક્ષીઓ સાથે ઈસુની કુરબાનીનો યાદગાર પ્રસંગ ઉજવો એવી અમારી દિલની ઇચ્છા છે. આ વર્ષે એ પ્રસંગ ૨૦૦૩, એપ્રિલ ૧૬, બુધવારના રોજ આવે છે. એ સૂર્ય આથમ્યા પછી શરૂ થશે. તેથી, તમે યહોવાહના સાક્ષીઓને પૂછી શકો કે તમારા વિસ્તારમાં આ પ્રસંગ ક્યાં રાખવામાં આવ્યો છે અને એ ક્યારે શરૂ થશે.
[ફુટનોટ્સ]
^ ખંડણી વિષે વધુ માહિતી માટે યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે, પુસ્તક જુઓ.
[પાન ૬ પર બોક્સ/ચિત્રો]
“એ મારૂં શરીર છે,” એમ કહેવાનો શું અર્થ હતો?
ઈસુએ કહ્યું કે ‘હું બારણું,’ અને ‘હું ખરો દ્રાક્ષાવેલો છું.’ એનો શું અર્થ થતો હતો? જોકે એવું કોઈ વિચારી પણ ન શકે કે તે શાબ્દિક રીતે “બારણું” કે “દ્રાક્ષાવેલો” હતા. ખરું ને? (યોહાન ૧૦:૭; ૧૫:૧) એવી જ રીતે, આપણે જ્યારે ગુજરાતી બાઇબલમાં આમ વાંચીએ કે: ‘આ પ્યાલો નવો કરાર છે,’ ત્યારે આપણે એમ માનતા નથી કે એ પ્યાલો પોતે નવો કરાર છે. એ જ રીતે તેમણે જ્યારે કહ્યું કે ‘રોટલી મારૂં શરીર છે,’ ત્યારે તે રોટલી વિષે નહિ પરંતુ પોતાના શરીર વિષે વાત કરી રહ્યા હતા. એમાં કોઈ જ શંકા નથી. એવી જ રીતે ચાર્લ્સ બી. વિલિયમ્સનું બાઇબલ કહે છે: “આ રોટલી મારું શરીર દર્શાવે છે.”—લુક ૨૨:૧૯, ૨૦.
[પાન ૫ પર ચિત્ર]
આથો કે ખમીર વગરની રોટલી અને દ્રાક્ષારસ ઈસુનું પાપ વગરનું સંપૂર્ણ શરીર તથા લોહીને દર્શાવે છે
[પાન ૭ પર ચિત્ર]
મેમોરિયલ આપણને યહોવાહ અને ઈસુ ખ્રિસ્તના અતૂટ પ્રેમની યાદ અપાવે છે