સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ધર્મની આજ-કાલ

ધર્મની આજ-કાલ

ધર્મની આજ-કાલ

“પંદર યુગલો લગ્‍ન પહેલાં સલાહ લેવા માટે એક કૅથલિક સભામાં ગયા. એ ત્રીસમાંથી ફક્ત ત્રણ જ ધાર્મિક હતા.” લા કોઈસ, ફ્રાન્સનું એક કૅથલિક છાપું.

આજે મોટા ભાગના લોકો ભાગ્યે જ ધર્મ વિષે વિચારતા હોય છે. ઈન્ટરનેશનલ ન્યૂઝવીક, જુલાઈ ૧૨, ૧૯૯૯ના અંકના પહેલા જ પાન પર પ્રશ્ન હતો: “શું ભગવાન મરી ગયા છે?” પશ્ચિમ યુરોપના લોકોને મેગેઝિને જવાબ આપ્યો, કે ‘હા એવું જ લાગે છે.’ ઑક્ટોબર ૧૯૯૯માં રોમમાં કૅથલિક ચર્ચનું સંમેલન રાખવામાં આવ્યું હતું. એના વિષે ફ્રાન્સનું લા મોન્ડ જણાવે છે: ‘લોકોને ધાર્મિક શિક્ષણ આપવું, એ ચર્ચને લોઢાના ચણા ચાવવા જેવું લાગે છે. લોકોને દિવસે દિવસે ધર્મ પ્રત્યે નફરત થતી જાય છે. . . . ઇટલીમાં, કૅથલિક ધર્મના લોકો શીખે છે એ પ્રમાણે કરતા નથી. . . . જર્મનીમાં પોપ અને લોકો વચ્ચે મુશ્કેલીઓ વધતી જાય છે. તેઓ વચ્ચે ગર્ભપાત સલાહ સેન્ટર વિષે મતભેદ થયા છે. આજકાલ લોકોને કોઈ પોતાના પર નિયમો ઠોકી બેસાડે એ જરાય ગમતું નથી. [નેધરલૅન્ડ્‌ઝમાં] લોકોએ સંસ્કાર જાણે છાપરે મૂકી દીધા છે. તેમ જ ત્યાં રોગોથી પીડાતા લોકોને જીવનનો અંત લાવવાની “દયા” બતાવાય છે. એ કારણે ઘણા ચર્ચ છોડી રહ્યા છે, એવું કેટલાકનું માનવું છે.’

બીજે બધે પણ એવી જ હાલત છે. કેન્ટરબરીના બિશપ, જ્યોર્જ કેરીએ ૧૯૯૯માં ચેતવણી આપી કે ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડનું “એક પેઢી પછી નામનિશાન નહિ રહે.” ફ્રાન્સના લા ફીગઆરો છાપામાં “ખ્રિસ્તી યુરોપનો અંત” વિષય પરના લેખે બતાવ્યું: “બીજે બધે પણ એવું જ ચાલે છે. . . . લોકો ધર્મ અને એના સંસ્કારને શંકાની નજરે જુએ છે.”

રવિવારે ચર્ચો ખાલી રહે છે

દિવસે દિવસે યુરોપના ચર્ચોમાં બહુ ઓછા લોકો જાય છે. ફ્રાન્સના કૅથલિક ચર્ચોમાં દર રવિવારે ૧૦ ટકા લોકો પણ માંડ હોય છે, જ્યારે કે પેરિસમાં ફક્ત ૩થી ૪ ટકા કૅથલિકો ચર્ચમાં જાય છે. ઇંગ્લૅંડ, જર્મની અને સ્કેન્ડેનેવિયામાં પણ એવી જ હાલત છે. અરે, કોઈ વાર તો એનાથી પણ ઓછા લોકો ચર્ચમાં જાય છે.

ચર્ચના અધિકારીઓને બીજી એક ચિંતા પણ કોરી ખાય છે. ફ્રાન્સમાં છેલ્લાં સો વર્ષોમાં પાદરીઓની સંખ્યા એકદમ ઘટી ગઈ છે. પહેલા દસ હજાર લોકો માટે ૧૪ પાદરીઓ હતા. આજે દસ હજાર લોકો માટે એક પાદરી પણ નથી. વળી, આખા યુરોપમાં મોટા ભાગના પાદરીઓ પણ મોટી ઉંમરના છે. આયર્લૅન્ડ અને બેલ્જિયમ જેવા દેશોમાં તો પાદરીઓ જલદી મળતા પણ નથી. વળી, સન્ડે સ્કૂલમાં પણ બહુ ઓછાં બાળકો જોવા મળે છે. એ માટે કૅથલિક ચર્ચની માન્યતાઓમાં શંકા ઊભી થાય છે.

આજ-કાલ લોકોને ધર્મમાં બહુ રસ રહ્યો નથી. “ફક્ત એક જ ધર્મ સાચો હોવો જોઈએ,” એવું આજે ફક્ત ૬ ટકા ફ્રેન્ચ લોકો જ માને છે. જ્યારે કે ૧૯૫૨માં ૫૦ ટકા અને ૧૯૮૧માં ૧૫ ટકા લોકો એવું માનતા હતા. ‘અમને ધર્મ સાથે કંઈ લેવા-દેવા નથી,’ એવું વધારેને વધારે લોકો કહેતા થઈ ગયા છે. એવું માનનારા ૧૯૮૦માં ૨૬ ટકા હતા, જ્યારે કે હવે ૨૦૦૦માં ૪૨ ટકા છે.—લેવાલો ડા ફ્રેન્સા—અવોલ્યૂસ્યોંગ ડે ૧૯૮૦ એ ૨૦૦૦ (ફ્રેન્ચ સંસ્કાર—૧૯૮૦થી ૨૦૦૦માં ફેરફારો).

લોકોના સંસ્કારમાં મોટા ફેરફારો

લોકોના સંસ્કારમાં પણ મોટા ફેરફારો જોવા મળે છે. અગાઉ જોયું તેમ, ચર્ચમાં જનારા ઘણા ચર્ચનું શિક્ષણ સ્વીકારતા નથી. ભલેને એ ચર્ચના પાદરી હોય, પરંતુ તે લોકોના જીવનમાં કંઈ પણ દખલ કરે, એ તેઓને જરાય પસંદ નથી. જ્યારે પોપ માનવ હક્ક માટે બોલે છે, ત્યારે લોકો વાહ વાહ કરે છે. પરંતુ, પોતાના જીવનમાં લાગુ પાડવાની વાત આવે છે, ત્યારે તેઓ પોપને પણ માનવા તૈયાર નથી. દાખલા તરીકે, ગર્ભ-નિરોધ વિષે પોપે જે સલાહ આપી, એ માનવા લોકો તૈયાર નથી, અરે કૅથલિક યુગલો પણ નહિ.

કોઈ ધાર્મિક હોય કે ન હોય, આ વલણ બધાને અસર કરે છે. બાઇબલ જે કાર્યોને ધિક્કારે છે, એને આજે ચલાવી લેવાય છે. આજથી ૨૦ વર્ષ પહેલાં, ફ્રાન્સના ૪૫ ટકા લોકો સજાતીય સંબંધો ધિક્કારતા હતા. જ્યારે કે આજે ૮૦ ટકા એ ચલાવી લે છે. જોકે મોટા ભાગે લોકોને લગ્‍નમાં વફાદાર સાથી જોઈએ છે. પરંતુ, ફ્કત ૩૬ ટકા લોકો જ માને છે કે, લગ્‍ન પછી લફરાંમાં પડવું ખોટું છે.—રૂમીઓને પત્ર ૧:૨૬, ૨૭; ૧ કોરીંથી ૬:૯, ૧૦; હેબ્રી ૧૩:૪.

ધાર્મિક ગોટાળો

પશ્ચિમના દેશોમાં લોકોને મન ફાવે એ રીતે ધર્મ પાળે છે. ચર્ચના અમુક ખ્રિસ્તીઓ પુનર્જન્મમાં પણ માને છે. વળી, કેટલાક પોતાના ધર્મની સાથે સાથે બીજા ધર્મના તહેવારોની મજા પણ માણતા હોય છે. (સભાશિક્ષક ૯:૫, ૧૦; હઝકીએલ ૧૮:૪, ૨૦; માત્થી ૭:૨૧; એફેસી ૪:૫, ૬) એક બીજું પુસ્તક જણાવે છે કે આજે ઘણા લોકો ચર્ચના માર્ગમાંથી ભટકી ગયા છે.

તેમ છતાં, મન ફાવે એમ ધર્મ પાળવાનું વલણ પણ સારું નથી. ધાર્મિક ઇતિહાસકાર અને ઇન્સ્ટીટ્યુટ ડે ફ્રાન્સના મેમ્બર ઝાન ડેલ્યુમોન માને છે, કે દરેક વ્યક્તિ મનગમતો નવો જ ધર્મ બનાવે એ તો અશક્ય છે. “કોઈ એક ધર્મમાં વિશ્વાસના મૂળ ઊંડા ન હોય તો, એ ઝાઝું ટકી શકતો નથી.” ધર્મ અને એના સંસ્કારનો એક બીજા સાથે તાલમેલ હોવો જોઈએ. આવું આજે ક્યાં જોવા મળે છે?

પરમેશ્વરે આપણને સારા સંસ્કાર આપ્યા છે, એવું બાઇબલ જણાવે છે. તે આપણને પસંદગી આપે છે, બળજબરી કરતા નથી. બાઇબલ ભલે જૂનું હોય, પણ લાખો લોકો એને અનમોલ હીરાની જેમ સ્વીકારે છે. એ આજે પણ લોકોના ‘પગોને સારૂં દીવારૂપ અને માર્ગને સારૂ અજવાળારૂપ છે.’ (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) શા માટે લાખો લોકો એવું માને છે? ચાલો આપણે હવે પછીના લેખમાં એ જોઈએ.