સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહનું નામ રોશન કરતા યુવાનો

યહોવાહનું નામ રોશન કરતા યુવાનો

યહોવાહનું નામ રોશન કરતા યુવાનો

પ્યારા યુવાનો, આ લેખો સ્પેશિયલી તમારા માટે છે. એટલે તમે ખાસ વાંચજો અને એના પર વિચારજો. પછી વૉચટાવર સ્ટડીમાં દિલ ખોલીને જવાબ આપજો.

“મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ, કે મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.”—નીતિવચનો ૨૭:૧૧.

૧, ૨. (ક) આ દુનિયાના રંગ-રૂપ કેવા છે? બાઇબલ એ વિષે શું કહે છે? (રૂમીઓને પત્ર ૭:૨૧) (ખ) આસાફના અનુભવમાંથી તમે શું શીખ્યા? (પાન ૧૩ પરનું બૉક્સ જુઓ.)

 ડિઅર ફ્રેન્ડ્‌સ, માનો કે તમે શોપીંગ કરવા ગયા છો. કપડાંની જાતજાતની વેરાઈટીના શો-રૂમમાં તમે દાખલ થાવ છો. એક સૂટ જોતા જ તમને થાય છે, ‘વાહ, વાહ, શું ડિઝાઈન, શું સ્ટાઈલ! કમાલ છે યાર, પાછો સેલમાં છે!’ પરંતુ, નજીક જઈને જોતા જ તમે બોલી ઊઠો છો: ‘અરે યાર, આ તો લૂંટવાના ધંધા છે. કાપડ તો જો. આનાથી તો હું બૂટ-પૉલિશ પણ ન કરું!’ રીઅલી, ભલે દૂરથી ગમે એટલો હાઈ-ક્લાસ દેખાતો હોય, એ સૂટ નકામો માલ છે. શું એવી ક્વોલીટી પર તમારા પૈસા ફેંકશો?

હવે, આ દુનિયા જોઈ લો. એ પેલા હાઈ-ક્લાસ સૂટ જેવી છે, જોતા જ એના પ્રેમમાં પડી જવાય. પણ રીઅલ લાઇફમાં એ કેવી છે? જેમ કે, તમારા ફ્રેન્ડ-સર્કલમાં જોરદાર પાર્ટીઓ, સ્મોકિંગ, ડ્રિંકિંગ, કદાચ ડ્રગ્સની મહેફિલ જામતી હોય. અરે એમ પણ કહેવાતું હોય: ‘ગર્લ-ફ્રેન્ડ્‌સ, મેરેજ પહેલાં સેક્સ! એ તો ચાલે, એમાં શું ખોટું?’ ફ્રેન્ડ સર્કલમાં ભળી જવાનું કોને ન ગમે? જો તમને એવા વિચારો આવતા હોય તો, ડિપ્રેસ ન થઈ જતા. બાઇબલ જણાવે છે કે આ જગતના રંગ-રૂપ એવા જ છે. ભલેને યહોવાહની સેવામાં કોઈ જાન કુરબાન કરવા તૈયાર હોય, તેને પણ આ જગત પોતાની મોહ-માયામાં ફસાવી શકે છે.—૨ તીમોથી ૪:૧૦.

૩. (ક) શા માટે આ દુનિયા પાછળ દોડવું નકામું છે? (ખ) ડોલીનો અનુભવ કઈ કડવી હકીકત બતાવે છે?

હવે દોસ્તો, જેમ તમે પેલા સૂટને નજીકથી જોશો, તેમ આ દુનિયાને પણ જોઈ લો. ખરેખર, ‘યે દુનિયા ગોલ-મ-ગોલ, અંદર સે પોલ-મ-પોલ’ છે. બાઇબલ જણાવે છે કે આ દુનિયાના ભપકાનો નાશ થશે. (૧ યોહાન ૨:૧૭) દુનિયાની મોજ-મસ્તી બસ પલભરની જ હોય છે. લિમિટ બહાર જવાથી આપણને જ મોંઘું પડી શકે. ડોલીના અનુભવનો વિચાર કરો. ‘બરબાદ કરેલી યુવાની’ વિષે તે કહે છે: “આ દુનિયા રંગ-રંગીલી લાગી શકે. તમને લાગે કે જવાની-દીવાનીની મજા લો, શું ખોટું છે? પણ રીઆલીટી બહુ કડવી થઈ શકે. આ દુનિયા સ્વાર્થી છે. પોતાનું કામ પતે, એટલે તમને નકામા કચરાની જેમ ફેંકી દેશે.” * તો પછી, એની પાછળ શું કામ તમારી અનમોલ જવાની બગાડવી?

યહોવાહનું રક્ષણ

૪, ૫. (ક) ઈસુએ યહોવાહ પરમેશ્વરને કઈ પ્રાર્થના કરી? (ખ) ઈસુએ શા માટે એ પ્રાર્થના કરી?

યહોવાહના વીટનેસીસમાં જુવાનિયાઓ દુનિયાની મોજ-મજામાં ડૂબી જતા નથી. (યાકૂબ ૪:૪) જો તમે પણ દુનિયાના રંગમાં રંગાતા ન હોવ, તો એકદમ સરસ કહેવાય. ખરું કે ફ્રેન્ડ-સર્કલમાં કોઈ વાતની ના પાડવી, એ સહેલું નથી. પણ ડોન્ટ વરી, તમારા રીઅલ ફ્રેન્ડ હાજર છે!

ઈસુએ યહોવાહ પરમેશ્વરને પ્રાર્થના કરી કે ‘યહોવાહ, મારા બધા ફ્રેન્ડ્‌સને શેતાનની નજરથી બચાવો.’ (યોહાન ૧૭:૧૫) ભલે શેતાનને આપણે જોઈ શકતા નથી, પણ તે રીઅલ છે. આજે આખી દુનિયા તેની મુઠ્ઠીમાં છે. બાઇબલ જણાવે છે કે “શેતાન ગાજનાર સિંહની” જેમ, શિકાર શોધતો ફરે છે. (૧ પીતર ૫:૮) ઈસુ જાણતા હતા કે શેતાન સામે ટકવું સહેલું નથી, કેમ કે તે પાવર-ફૂલ છે. પરંતુ, યહોવાહ તેનાથી ઘણા પાવર-ફૂલ છે, એટલે ઈસુએ તેમને પ્રાર્થના કરી.

૬. શું બતાવે છે કે શેતાનને બાળકો કે યુવાનોની કંઈ જ પડી નથી?

તમે હીસ્ટરી પર નજર કરો તો, શેતાને માનવને દુઃખ જ દુઃખ આપ્યું છે. વળી આપણે રીબાઈ રીબાઈને મરીએ, એ જોઈને શેતાનને મજા આવે છે. દાખલા તરીકે, શેતાન અયૂબ અને તેમની ફેમીલી પર જે આફત લાવ્યો, એનો વિચાર કરો. (અયૂબ ૧:૧૩-૧૯; ૨:૭) વળી, શેતાને પહેલી સદીમાં રાજા હેરોદના મનમાં ઝેર ભર્યું હોય શકે. હેરોદે બેથલેહેમમાં બે વર્ષથી નાના, ફૂલ જેવા કોમળ બાળકોની કતલ કરાવી. એ તો કંઈ રાજા કહેવાય કે રાક્ષસ! (માત્થી ૨:૧૬) હકીકતમાં, શેતાન નાનકડા ઈસુને મારી નાખવા ચાહતો હતો. (ઉત્પત્તિ ૩:૧૫) આના પરથી જોઈ શકાય કે શેતાનને, બાળકો અથવા યુવાનોની કંઈ જ પડી નથી. આજે શેતાન લપાતો-છૂપાતો શિકારની શોધમાં ફરતો જ રહે છે. સ્પેશિયલી આજના જમાનામાં તો બસ એને બધાનો શિકાર કરી જવો છે. શેતાનને સ્વર્ગમાંથી પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો છે. તેથી ‘તે ઘણો કોપાયમાન થયો છે, કેમકે તે જાણે છે કે હવે તેને માટે થોડો જ વખત રહેલો છે.’—પ્રકટીકરણ ૧૨:૯, ૧૨.

૭. (ક) યહોવાહ અને શેતાનમાં શું ફરક છે? (ખ) યહોવાહ તમારે માટે શું ચાહે છે?

પણ પ્યારા દોસ્તો, શેતાન અને યહોવાહમાં આસમાન-જમીનનો ફરક છે! ગોડ ઈઝ ગ્રેટ, યહોવાહ તો દયાના સાગર છે. (લુક ૧:૭૮) વળી, બાઇબલ જણાવે છે કે યહોવાહના પ્રેમનું ઝરણું વહેતું જ રહે છે. (૧ યોહાન ૪:૮) શેતાન બધાને મોતને ઘાટ ઉતારવા તૈયાર છે ત્યારે, યહોવાહ ચાહે છે કે “કોઈનો નાશ ન થાય.” (૨ પીતર ૩:૯) એવા મહાન યહોવાહના ફ્રેન્ડ થવાનો તમને પણ ચાન્સ છે! તેમની નજરમાં તમે સ્પેશિયલ છો. યહોવાહ આ દુનિયાના લોકો સાથે મિક્સ થવાની તમને ના પાડે, એનો અર્થ એમ નથી કે તે તમારી ખુશી ઝૂંટવી લેવા ચાહે છે. અથવા તો એવું પણ નથી કે તે તમને હિમાલયમાં જઈ સાધુ બનવા કહે છે. (યોહાન ૧૫:૧૯) ના, ના, આ દુનિયામાં શેતાનનું રાજ ચાલતું હોવાથી, ફક્ત યહોવાહ જ આપણું રક્ષણ કરી શકે છે. શેતાનનું આ જગત ડૂબતું વહાણ છે, એમ જાણ્યા પછી પણ બે પલની મોજ લેવા એમાં શું કામ જવું? એના કરતાં, યહોવાહ તમને સૌથી બેસ્ટ આપવા ચાહે છે. તે તમને રીઅલ લાઇફ એટલે કે “ખરેખરૂં જીવન” આપવા ચાહે છે. (૧ તીમોથી ૨:૪; ૬:૧૭-૧૯) યહોવાહ તમને એક સ્પેશિયલ ઇન્વીટેશન પણ આપે છે. એ શું છે?

“મારા હૃદયને આનંદથી ભરી દે”

૮, ૯. (ક) યહોવાહને તમે કેવી ગીફ્ટ આપશો? (ખ) અયૂબના અનુભવમાંથી જોયું તેમ યહોવાહને શેતાન કેવો ટોન્ટ મારે છે?

શું તમે કોઈ ખાસ ફ્રેન્ડને ગીફ્ટ આપી છે? તમે બહુ વિચાર કરી કરીને એ ગીફ્ટ લીધી હશે, રાઈટ? જ્યારે એ દોસ્ત ગીફ્ટ જોઈને ખુશ ખુશ થઈ જાય, ત્યારે તમને કેવું લાગે છે? હવે દોસ્તો, વિચારો કે યહોવાહ પરમેશ્વરને તમે ગીફ્ટમાં શું આપશો? તમને થશે: ‘યાર, મજાક ન કરો. હું ગોડને શું આપી શકું? તેમની પાસે તો બધું જ છે!’ પરંતુ, બાઇબલ તમને પર્સનલ ઇન્વીટેશન આપે છે: “બેટા, ડાહ્યો થા અને મારા હૃદયને આનંદથી ભરી દે, જેથી મને મહેણાં મારનારને હું જવાબ દઈ શકું.”—સુભાષિતો ૨૭:૧૧, સંપૂર્ણ બાઇબલ.

યહોવાહ શા માટે એમ કહે છે? ફરીથી અયૂબનો વિચાર કરો. યહોવાહને શેતાન ટોન્ટ મારે છે: ‘શું તું અયૂબનું, તેના ઘરનું તથા તેના સર્વસ્વનું રક્ષણ કરતો નથી? તેં તેને તેના કામધંધામાં આશીર્વાદ દીધો છે, જેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઇ છે. પણ તારો હાથ લંબાવીને તેના સર્વસ્વને સ્પર્શ કર, એટલે તે તારે મોઢે ચઢીને તારો ઇનકાર કરશે.’ (અયૂબ ૧:૧૦, ૧૧) શેતાનનું કહેવું છે કે યહોવાહના ભક્તો સ્વાર્થી છે. તે ચેલેંજ ફેંકે છે કે જો આપણા જીવનમાં પ્રોબ્લેમ આવે, તો પછી યહોવાહ કોણ અને આપણે કોણ? એવા સંજોગોમાં આપણે તરત જ યહોવાહને ભૂલી જઈશું.

૧૦. (ક) કઈ રીતે શેતાને ફક્ત અયૂબની જ નહિ, આપણી બધાની વફાદારી પર શંકા કરી છે? (ખ) યહોવાહને હેલ્પ કરવા તમે શું કરી શકો?

૧૦ બાઇબલ જણાવે છે તેમ, શેતાને ફક્ત અયૂબની વફાદારી પર જ શંકા ઊઠાવી નહિ. ના તેણે બધાની, અરે તમારી વફાદારી પર પણ શંકા કરી છે. યહોવાહને શેતાને ચેલેંજ ફેંકી કે દરેક માણસ સ્વાર્થી છે અને ‘તે કોઈ પણ ભોગે પોતાનું જીવન બચાવતો હોય છે.’ (યોબ ૨:૪, IBSI) પરંતુ તમને થશે કે, એમાં મારે શું? નીતિવચનો ૨૭:૧૧ પ્રમાણે, તમે યહોવાહ માટે કંઈક કરી શકો છો! એવું કંઈક જેના લીધે યહોવાહ ગર્વથી માથું ઊંચું રાખીને, શેતાનને જવાબ આપી શકે. જરા વિચાર તો કરો, કે યહોવાહને હેલ્પ કરવાનો તમને કેવો જોરદાર ચાન્સ છે! શું તમે યહોવાહનું મહાન નામ રોશન કરશો? અયૂબે કર્યું હતું. (અયૂબ ૨:૯, ૧૦) તેમ જ, ઈસુએ પણ કર્યું હતું. તમારા જેવા યંગ ફ્રેન્ડ્‌સ અને બીજા ઘણાએ એમ જ કર્યું છે. (ફિલિપી ૨:૮; પ્રકટીકરણ ૬:૯) એમાં કોઈ ડાઉટ નથી કે તમે પણ એમ જ કરી શકો છો! જો કે ભૂલતા નહિ કે તમે જે રીતે તમારી લાઇફ જીવશો, એનાથી ક્યાં તો શેતાનની ચાલે ચાલશો, અથવા યહોવાહ માટે કંઈક કરશો. તમારી ચોઈસ શું છે?

યહોવાહ તમારી સંભાળ રાખે છે!

૧૧, ૧૨. તમારા નિર્ણયની યહોવાહ પર કેવી અસર થશે?

૧૧ તમે જે ચોઈસ કરો છો એમાં શું યહોવાહને ઈન્ટરસ્ટ છે? અત્યાર સુધીમાં તો કેટલા બધા લોકો યહોવાહને વફાદાર રહ્યા છે. શેતાનના ટોન્ટનો જવાબ આપવા એ લોકોની વફાદારી પૂરતી નથી શું? ખરું કે શેતાનની એ ચેલેંજનો જોરદાર જવાબ મળ્યો છે કે આપણે દરેક સ્વાર્થના સગા નથી. આપણે બધા સ્વાર્થ વિના યહોવાહને દિલથી ચાહીએ છીએ. પરંતુ, શું તમે પોતે યહોવાહને દિલથી ચાહો છો? યહોવાહ તમારું ખૂબ ધ્યાન રાખે છે. ઈસુએ કહ્યું હતું: ‘આ નાનાઓમાંથી એકનો પણ નાશ થાય, એવી તમારા આકાશમાંના બાપની ઈચ્છા નથી.’—માત્થી ૧૮:૧૪.

૧૨ દોસ્તો, યહોવાહ પર તમારા નિર્ણયની અસર થશે. બાઇબલ સાફ સાફ જણાવે છે કે યહોવાહ કંઈ પથ્થર દિલ નથી. તે જીવતા-જાગતા ઈશ્વર છે અને તેમનામાં લાગણી છે. જેમ કે, નુહના દિવસોમાં પૂર આવ્યું એ પહેલાં, ‘પૃથ્વી પર માણસની ભૂંડાઈ બહુ જ વધી ગઈ.’ એ જોઈને તેમને ખૂબ દુઃખ થયું. (ઉત્પત્તિ ૬:૫, ૬) વળી, ઈસ્રાએલી લોકો વારંવાર સામા થયા ત્યારે, યહોવાહ દુઃખી દુઃખી થઈ ગયા. (ગીતશાસ્ત્ર ૭૮:૪૦, ૪૧) તમને શું લાગે પ્યારા દોસ્તો? જરા વિચારો, તમે રોંગ ચોઈસ કરશો તો, યહોવાહનું દિલ તૂટી જશે. શું એનો અર્થ એ થાય કે યહોવાહને વાત-વાતમાં દુઃખ લાગે છે? ના, ના, પણ પ્રેમાળ માબાપની જેમ, તે તો તમારું જ ભલું ચાહે છે! તમે જો રાઈટ ચોઈસ કરો, તો તે બહુ હેપી થાય છે. ફક્ત એટલા માટે નહિ કે તે શેતાનને જવાબ આપી શકશે, પણ તે તો તમારું જીવન ખુશીઓથી ભરી દેવા ચાહે છે. (હેબ્રી ૧૧:૬) રીઅલી, યહોવાહ કેવા સંભાળ રાખનારા છે.

હમણાં પણ તમે આનંદથી જીવી શકો

૧૩. કઈ રીતે હમણાં પણ તમારું જીવન ખુશીઓથી ભરાઈ શકે?

૧૩ યહોવાહ તમારું જીવન ખુશીઓથી ભરી દે, એને વર્ષો નહિ લાગે. યહોવાહના વીટનેસીસમાં યુવાનો હમણાં પણ આનંદથી જીવે છે, કારણ કે ‘યહોવાહના વચનો સાચે જ સત્ય છે, આપણા હૃદયને તે આનંદ આપે છે.’ (ગીતશાસ્ત્ર ૧૯:૮, IBSI) ફક્ત યહોવાહ જ જાણે છે કે આપણા માટે શું બેસ્ટ છે. તેમણે પોતાના સેવક યશાયાહ દ્વારા જણાવ્યું: “હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું. જો તેં મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારૂં! ત્યારે તો તારી શાંતિ નદીના જેવી, ને તારૂં ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થાત.”—યશાયાહ ૪૮:૧૭, ૧૮.

૧૪. બાઇબલનું કહેવું માનવાથી તમે કયા પ્રોબ્લમ ઓછા કરી શકો?

૧૪ બાઇબલનું કહેવું માનવાથી, તમારી લાઇફમાં ઘણા પ્રોબ્લમ ઓછા કરી શકો. દાખલા તરીકે, પૈસાના પ્રેમને લીધે, લોકોએ ‘ઘણાં દુઃખોથી પોતાને વીંધ્યા છે.’ (૧ તીમોથી ૬:૯, ૧૦) શું તમે કોઈને જાણો છો, જેઓએ પૈસાની પાછળ લાઇફ બરબાદ કરી નાખી હોય? કદાચ તમારા ફ્રેન્ડ-સર્કલમાં જ એવું કોઈ હોય. તે લેટેસ્ટ બ્રાન્ડના કપડાં, ટીવી, કૉમ્પ્યુટર કે મોબાઇલના પ્રેમમાં પડી ગયા હોય. પણ ફેશન તેઓને મોંઘી પડી જાય છે, કેમ કે દેવું ભરતા ભરતા નાકે દમ આવી જાય છે. ખરેખર પૈસાની પાછળ પાગલ બનીને, તેઓ પોતે જ એની જાળમાં ફસાઈ જાય છે!—નીતિવચનો ૨૨:૭.

૧૫. મેરેજ પહેલાં સેક્સના અખતરાથી આવતા પ્રોબ્લમ વિષે બાઇબલ કઈ સલાહ આપે છે?

૧૫ આજ-કાલના છોકરા-છોકરીઓ વધારે પડતા મોર્ડન બનીને લફરાં કરે છે. તેથી, દુનિયામાં દર વર્ષે મેરેજ પહેલાં જ લાખો છોકરીઓ પ્રેગ્‍નન્ટ બને છે. અમુક તો બાળકોને ફક્ત જન્મ આપે છે, પણ પ્રેમ આપી શકતા નથી. ઘણા ગર્ભપાત અથવા એબોર્શન કરાવે છે, પણ પછી જિંદગીભર તેઓનું મન વીંછીની જેમ ડંખ્યા કરે છે. વળી, ઘણા સેક્સના અખતરા કરવા જતા એઇડ્‌સ જેવા રોગના ભોગ બને છે. જો કે યહોવાહના ફ્રેન્ડ હોય એવા યુવાનોએ ભારે કિંમત ચૂકવવી પડે છે. એમાં ફસાયા પછી, તેઓ યહોવાહ સામે કયા મોઢે જઈ શકે? * (ગલાતી ૫:૧૯-૨૧) એટલે જ બાઇબલ કહે છે: “વ્યભિચારથી નાસો.”—૧ કોરીંથી ૬:૧૮.

યહોવાહ તમારું ભલું ચાહે છે

૧૬. (ક) શા માટે યહોવાહ ચાહે છે કે તમે યુવાનીનો આનંદ માણો? (ખ) યહોવાહ તમને કઈ સલાહ આપે છે?

૧૬ બાઇબલ જણાવે છે કે યહોવાહ હંમેશાં તમારું ભલું જ ચાહે છે. તેથી, તે કહે છે કે ‘હે જુવાન, તારી જુવાનીમાં તું આનંદ કર.’ (સભાશિક્ષક ૧૧:૯) યહોવાહ ફક્ત આજનો જ નહિ, પરંતુ કાલનો પણ વિચાર કરે છે. એટલે જ તે તમને કહે છે: “યુવાનીના ઉત્સાહમાં તું તારા સર્જનહારને ભૂલી ન જા. તું જીવનનો આનંદ માણી શકે નહિ તેવા ભૂંડા વર્ષો અને દિવસો આવે તે પહેલાં તારી યુવાનીમાં તારા સર્જનહારનું સન્માન કર.”—ઉપદેશક ૧૨:૧, IBSI.

૧૭, ૧૮. યહોવાહની ભક્તિ કરનાર લીના શું કહે છે, અને તમે પણ એવો જ આનંદ કઈ રીતે મેળવી શકો?

૧૭ આજે ઘણા યુવાનો યહોવાહની સેવા ખુશીથી કરી રહ્યા છે. પંદર વર્ષની લીના કહે છે: ‘હું મારી લાઇફથી હેપી છું. હું નથી સ્મોકિંગ કરતી કે નથી ડ્રગ્સ લેતી, એટલે મારી તબિયત પણ ફાઈન છે. મને મિટીંગોમાંથી ઘણું શીખવાનું મળે છે. જેથી હું શેતાનની સામે ફાઈટ કરી શકું. મારા બેસ્ટ ફ્રેન્ડ્‌સ કિંગ્ડમ હૉલમાં જ છે. એટલું જ નહિ, મને એવી હેપી લાઇફની આશા પણ છે, જે બીજી કોઈ પણ કિંમતે ન મળી શકે.’

૧૮ લીનાની જેમ જ, આજે ઘણા યુવાનો શેતાનની સામે જીતી રહ્યા છે. તેઓ સમજે છે કે લાઇફ ભલે ચેલેંજવાળી હોય, પણ એ જ રીઅલ લાઇફ છે! તેથી, તમારું જ ભલું ચાહનાર યહોવાહ પરમેશ્વરનું કહેવું માનતા રહો. તેમનું નામ રોશન કરો અને તે તમને રીઅલ, હેપી લાઇફ આપશે!—ગીતશાસ્ત્ર ૫:૧૧.

[ફુટનોટ્‌સ]

^ “યહોવાહના જ્ઞાનથી મારી લાઇફ મને પાછી મળી,” ઑક્ટોબર ૨૨, ૧૯૯૬ના અવેક!નો લેખ જુઓ.

^ જો કે તમે કરેલી ભૂલો કબૂલીને, દિલથી પસ્તાવો કરો અને ખોટો માર્ગ છોડી દો, તો યહોવાહ ‘સંપૂર્ણ ક્ષમા કે માફી આપશે.’—યશાયાહ ૫૫:૭.

તમને યાદ છે?

• શેતાન કયા ખતરા ઊભા કરે છે?

• તમે કઈ રીતે યહોવાહનું નામ રોશન કરી શકો?

• યહોવાહ તમારી સંભાળ રાખે છે એ તમે કઈ રીતે જોયું છે?

• યહોવાહનું કહેવું માનવાના કયા લાભ છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૩ પર બોક્સ/ચિત્ર]

આસાફ પાપમાં પડતા બચે છે

આસાફ અગાઉના જમાનામાં યહોવાહના મંદિરમાં સંગીતકાર હતા. લોકો તેમના ગીતોથી યહોવાહની ભક્તિ કરતા. આસાફનો આટલો બધો પ્રભાવ હતો. તેમ છતાં, એક સમયે તેમને એવા લોકોની અદેખાઈ આવી, જેઓ પરમેશ્વરનો જરાય ડર રાખતા ન હતા. તેઓ મન ફાવે તેમ કરતા હોવા છતાં, બહુ હેપી દેખાતા હતા. પરંતુ, આસાફે કબૂલ્યું: “મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી; હું પગલાં ભરતાં લગભગ લપસી ગયો હતો. કેમકે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, ત્યારે મેં ગર્વિષ્ટોની અદેખાઈ કરી.”—ગીતશાસ્ત્ર ૭૩:૨, ૩.

તેથી, આસાફે યહોવાહને કરગરીને પ્રાર્થના કરી. પછી આસાફ સમજ્યા કે યહોવાહને ખોટા કામ પ્રત્યે સખત નફરત છે. આપણે બધા જ જેવું વાવીશું એવું લણીશું. (ગીતશાસ્ત્ર ૭૩:૧૭-૨૦; ગલાતી ૬:૭, ૮) જેઓનું મન મેલું છે, તેઓએ ફેરફારો કરવાની જરૂર છે. નહિ તો, યહોવાહ આ જગતનો વિનાશ કરશે ત્યારે, તેઓએ ભારે કિંમત ચૂકવવી પડશે.—પ્રકટીકરણ ૨૧:૮.

[પાન ૧૫ પર ચિત્ર]

યહોવાહ તમને હેપી કરવા ચાહે છે, પણ શેતાન તમને બરબાદ કરવા ચાહે છે

[પાન ૧૬ પર ચિત્ર]

આજે ઘણા યુવાનો રાજી-ખુશીથી યહોવાહનું દિલ ખુશ કરે છે