સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે ઈશ્વરને શું પૂછશો?

તમે ઈશ્વરને શું પૂછશો?

તમે ઈશ્વરને શું પૂછશો?

આજે લોકોના મનમાં અનેક પ્રશ્નો ગુંજતા હોય છે. જેમ કે, જીવનની શરૂઆત કઈ રીતે થઈ? શું તમારા મનમાં કદી આવા પ્રશ્નો થયા છે? જોકે, ઘણા લોકોએ એવા પ્રશ્નો સાધુ-સંત, પાદરી કે ઈમામને ઘણી વાર પૂછ્યા છે. પરંતુ મનને શાંતિ આપતો કોઈ જવાબ તેઓને મળ્યો નથી! વળી, ઘણા તો એવા પ્રશ્નો મનમાં લઈને જ ફરતા હોય છે. એટલું જ નહિ, ઘણાએ તો એનો જવાબ મેળવવા પ્રાર્થના પણ કરી છે. કદાચ તમે પણ એમાંના એક હોય શકો. ધારો કે અમુક નિર્ણય લેતા પહેલાં તમે ઈશ્વરને પ્રાર્થના કરી છે. પરંતુ હવે તમે કેવી રીતે જાણી શકશો કે તમારી પ્રાર્થનાનો જવાબ શું છે? લોકો પાસે અનેક પ્રશ્નો છે, જેના વિષે તેઓ ઈશ્વરને પૂછવા ચાહે છે. એમાંના અમુક આ પ્રશ્નો છે.

ખરેખર ઈશ્વર કોણ છે?

જોકે, તમે જેમને ઈશ્વર માનો છો તેમને કદાચ બીજા લોકો નહિ પણ માને. શા માટે નહિ? એની પાછળ ઘણા કારણો છે. જેમ કે, તેઓના માબાપ કયા સમાજમાંથી આવે છે અને તેઓ કયો ધર્મ પાળે છે? તેમ જ, શું તેઓએ એ ધર્મ અપનાવ્યો છે કે પછી એમાં જન્મ્યા છે? આજે ઘણા લોકો પોતાના દેવ-દેવીનું નામ લઈને ભજે છે, જ્યારે કે બીજા લોકો તેમને ફક્ત ઈશ્વર નામથી પોકારે છે. તેથી મનમાં સવાલ થાય છે, શું આપણે ઈશ્વરનું નામ લઈને જ તેમને પ્રાર્થના કરવી જોઈએ કે કેમ? શું એનો અર્થ એમ થાય કે એક જ સાચા ઈશ્વર છે? એમ હોય તો, શું તેમનું એક જ નામ છે કે અનેક? શું તેમણે ક્યાંય પણ પોતાનું નામ અને ઓળખ આપી છે?

શા માટે આટલું દુઃખ છે?

આજે અમુક લોકો અનૈતિક જીવન જીવતા હોવાથી હાથે કરીને પોતાના પર બીમારીઓ લાવે છે અથવા ભિખારી બની જાય છે. તેથી, તેઓ કદાચ પોતાની હાલત પર નિસાસા નાખીને ફરિયાદ પણ કરે. તેમ છતાં, તેઓ શા કારણથી દુઃખી છે એ વિષે અજાણ નથી.

પરંતુ, આજે એવા ઘણા લોકો છે જેઓ બેકસૂર હોવા છતાં દુઃખ સહી રહ્યા છે. અમુકને તો મૃત્યુઘંટ વગાડતી બીમારીઓ હોય છે. બીજા ઘણાને જીવનની જરૂરિયાતો પૂરી પાડવાના પણ ફાંફાં પડતા હોય છે. અરે, અમુક પાસે તો રહેવાને છાપરું કે કુટુંબ માટે એક ટંકનું ભોજન પણ હોતું નથી. કરોડો લોકો ગુનાખોરી, યુદ્ધો, કુદરતી આફતો, રંગભેદ અને જાતિની લડાઈઓ કે અધિકારીઓના જુલમનો ભોગ બન્યા હોય છે.

તેથી સમજી શકાય કે ઘણા લોકો કેમ આવા સવાલો કરે છે: ‘શા માટે બધે જ પરિસ્થિતિ બગડી રહી છે? હે ઈશ્વર, અમારા પર શા માટે દુઃખ આવવા દે છે?’

પ્રભુ, મને શા માટે ઘડ્યો છે? મારા જીવનનો હેતુ શું છે?

લોકો કાળી મજૂરી કરતા હોવા છતાં તેઓને પોતાનું જીવન ઝેર જેવું લાગે છે. તેથી તેઓના મનમાં આવા પ્રશ્નો ગુંજતા રહે છે. જોકે આજે ઘણા લોકોના કિસ્સામાં એવું બને છે. તેમ જ, કરોડો લોકો એવું કહેશે કે ‘જેવા મારા નસીબ.’ શું એ ખરું છે? જો પ્રભુએ તમને કોઈક કામ માટે પેદા કર્યા હોય તો, શું એ જાણવાની તમને તમન્‍ના નથી થતી? એમાં કોઈ શંકા જ નથી!

જોકે આપણે બધા જ માનીએ છીએ કે ઈશ્વર તો એક જ છે. પરંતુ શું તમે કદી વિચાર્યું છે કે તે કોણ છે? તેમનું નામ શું છે? તેમનો સ્વભાવ કેવો છે? તમે જે રીતે તેમની ભક્તિ કરો છો એ ઈશ્વરને પસંદ છે કે નહિ, એ તમે કેવી રીતે જાણી શકો? આજે દુનિયામાં અનેક શાસ્ત્રો જોવા મળે છે. જો પરમેશ્વર પાસેથી આવતું એક જ ધર્મશાસ્ત્ર બધી ભાષામાં હોય તો, બધાને કેવો લાભ થાય એનો વિચાર કરો! એ બધા જ પ્રશ્નોના જવાબ એક સરખા જ આપશે! આજે એવી માહિતી આપતું શાસ્ત્ર કયું છે? એ બાઇબલ છે જે સૌથી વધુ ભાષાઓમાં લખાયું છે. એ બધા પ્રશ્નોના જવાબો આપે છે. એ વિષે વધુ જાણવા માટે હવે પછીનો લેખ વાંચો.

[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

પહાડ: Chad Ehlers/Index Stock Photography

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

પહેલું પાનું: Chad Ehlers/Index Stock Photography