સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમારું દિલ તમને ડંખે છે?

શું તમારું દિલ તમને ડંખે છે?

શું તમારું દિલ તમને ડંખે છે?

ઘણા લોકો કહે છે કે, “તમારા દિલની વાત સાંભળો.” એ સાચી વાત છે. પરંતુ દિલમાં શું છે, એ તમારા પર છે. શું તમે સારું અને ખોટું પારખી શકો છો? જો તમે દિલમાં ફક્ત સારા વિચારો જ ભરશો, તો તમારું ખૂબ ભલું થશે.

બાઇબલના એક અહેવાલનો વિચાર કરો. યરેખો શહેરમાં જાખી નામે એક પૈસાદાર માણસ રહેતો હતો. તે કર ઉઘરાવનારાનો મુખ્ય સાહેબ હતો. તેણે પોતે કબૂલ કર્યું હતું કે તે કાળું-ધોળું કરીને અમીર બન્યો હતો. અરે, ઘણા લોકોને હેરાન કરીને તે પૈસા બનાવતો હતો. શું આ બધું કરવાથી જાખીનું દિલ ડંખ્યું? જો ડંખ્યું પણ હોય તોપણ, લાગે છે કે તેણે બસ આંખ આડા કાન કરી નાખ્યા હતા.—લુક ૧૯:૧-૭.

પરંતુ, એક પ્રસંગે જાખીએ પોતાના દિલની વાત સાંભળવી પડી. એક વાર ઈસુ ખ્રિસ્ત યરેખોમાં આવ્યા ત્યારે, જાખી તેમને મળવા ગયો. પરંતુ, ઈસુ એક મોટા ટોળા વચ્ચે હતા. જાખી ઠીંગણો હોવાથી ઈસુને જોઈ શકતો ન હતો. એટલે તે આગળ દોડીને એક ઝાડ પર ચડી ગયો. ઈસુ જાખીનો ઉત્સાહ જોઈને જોતા જ રહી ગયા. તેમણે જાખીને કહ્યું કે ‘હું તારા ઘેર આવીશ.’ જાખી એકદમ ખુશ થઈ ગયો અને ઈસુ તેના ઘેર ગયા ત્યારે, તેણે ખૂબ સારી સેવા-ચાકરી કરી.

ઈસુએ જે કંઈ પણ કહ્યું એ જાખીના દિલમાં ઊતરી ગયું. એટલે તેણે કહ્યું: “પ્રભુ, મારી મિલકતનો અડધો ભાગ હું ગરીબોને આપું છું. વળી, વેરો વસૂલ કરતી વખતે જો કોઈની પાસેથી મેં વધારે નાણાં પડાવી લીધાં હશે તો હું ચાર ગણાં પાછાં આપીશ.”—લુક ૧૯:૮, IBSI.

સત્યના કિરણો જાખીના દિલમાં ચમકતા હતા. ખરેખર, તે હવે પોતાના દિલની વાત સાંભળવા લાગ્યો. જાખી હવે ઘણો બદલાઈ ગયો હતો. ઈસુએ એ જોઈને કહ્યું: “આજ આ ઘેર તારણ આવ્યું છે.” (લુક ૧૯:૯) આ સાંભળીને જાખીની ખુશીનો પાર રહ્યો નહિ હોય!

આજે લોકો કહેશે કે ‘જે વાંકું છે, એ સીધુ ન થાય.’ પરંતુ, જાખીનો વિચાર કરો. ઈસુનું સાંભળીને તે સાવ બદલાઈ ગયો! જો આપણે પણ ઈસુના બોધને દિલમાં ઉતારીશું તો, આપણને ખબર પડશે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એ રીતે આપણે સાચે માર્ગે ચાલી શકીશું. એ વાતો માનીને આપણું “શુદ્ધ અંતઃકરણ” રહેશે.—૧ પીતર ૩:૧૬.