સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કાયમનું જીવન પસંદ કરો

કાયમનું જીવન પસંદ કરો

કાયમનું જીવન પસંદ કરો

આજે દરેક બાબતોમાં પસંદગીની લાઈન લાગી જતી હોય છે. દાખલા તરીકે, કપડાં, ખોરાક, કામ, ઘર આ બધી જ બાબતની આપણે પસંદગી કરીએ છીએ. અરે ઘણા દેશોમાં તો, પોતાના લગ્‍ન સાથી પણ લોકો જાતે જ પસંદ કરતા હોય છે. પરંતુ, બાઇબલ આ બધાથી એક ચઢિયાતી પસંદગી વિષે બતાવે છે જેનો દરેક વ્યક્તિ લાભ ઊઠાવી શકે છે. એ શું છે?

બાઇબલ કહે છે: “સદાચારીને જીવન મળે છે; દુરાચારીને મોત મળે છે.” (નીતિવચનો ૧૧:૧૯, IBSI) તેમ જ, ઈસુ ખ્રિસ્તે કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.

ઉત્પન્‍ન કરનાર પરમેશ્વર યહોવાહે, દરેકને તક આપી છે કે આપણે અત્યારે એવું જીવન જીવીએ, જેનાથી કાયમનું જીવન પસંદ કરી શકીએ! પરંતુ, આ જીવન મેળવવા આપણે શું કરવું જોઈએ?

બાઇબલ કહે છે: “નેકીના માર્ગમાં જીવન છે.” (નીતિવચનો ૧૨:૨૮) આપણે પણ એ નેક વ્યક્તિઓના લીસ્ટમાં આવી શકીએ છીએ. કઈ રીતે? ફક્ત યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવીને અને તેમની આજ્ઞાઓ પાળીને આપણે એ જીવન મેળવી શકીએ છીએ. (માત્થી ૭:૧૩, ૧૪) તેથી, ચાલો આપણે જીવનની સૌથી સારી પસંદગી કરીએ અને યહોવાહે આપેલી ભેટ, કાયમનું જીવન પસંદ કરીએ.—રૂમીઓને પત્ર ૬:૨૩.