વહાણની યાદગાર મુસાફરી
વહાણની યાદગાર મુસાફરી
રીચર્ડ ઈ. બર્ડ નામના એક સંશોધકે ૧૯૨૮થી ૧૯૫૬ સુધીમાં દક્ષિણ-ધ્રુવમાં પાંચ વાર મુસાફરી કરી. એ યાદગાર મુસાફરીની દરેક બાબતની તેણે ઝીણામાં ઝીણી નોંધ રાખી અથવા રેકોર્ડ રાખ્યો. એના પરથી તેણે અને તેની ટીમે પવનની દિશા નક્કી કરી. વળી, તેઓએ દક્ષિણ-ધ્રુવના નકશાઓ અને બીજી બધી સારી એવી માહિતી મેળવી.
બર્ડનો અનુભવ બતાવે છે કે નાની નાની માહિતીનો રેકોર્ડ રાખવો બહુ જ મદદરૂપ છે. રેકોર્ડ રાખવાનો એ અર્થ થાય કે તમે કોઈ પણ મુસાફરી કરતા હોવ, એની બધી માહિતી રાખવી. જેથી, એ રેકોર્ડનો ફરીથી ઉપયોગ કરી શકાય.
પવિત્ર શાસ્ત્ર નુહના જમાનામાં આવેલા પાણીના પ્રલય અથવા પૂર વિષે ઝીણામાં ઝીણી વિગતો આપે છે. લગભગ એક વરસ સુધી આ આખું જગત પૂરના પાણીમાં રહ્યું. પૂર આવવા પહેલાં ઘણી તૈયારીઓ થઈ હતી. નુહ, તેમની પત્ની, અને તેઓના ત્રણ દીકરા અને તેઓની પત્નીઓને વહાણ બાંધતા ૫૦થી ૬૦ વર્ષો લાગ્યાં. આ વહાણ ખૂબ જ મોટું હતું. તેનું કદ ૪૦,૦૦૦ ઘનમીટર હતું. આવું મોટું વહાણ શા માટે? જેથી, પાણીના આવનાર પ્રલયમાંથી માનવીઓ અને પશુ-પંખીઓ બચી શકે.—ઉત્પત્તિ ૭:૧-૩.
બાઇબલમાં ઉત્પત્તિ નામનું પુસ્તક છે, જેમાં માનો કે નુહની ડાયરી કે રેકોર્ડ છે. એમાં નુહના જમાનામાં આવેલા પાણીના પ્રલયની શરૂઆતથી, તેમનું કુટુંબ વહાણમાંથી બહાર આવ્યું ત્યાં સુધીની ઝીણી ઝીણી વિગતો જોવા મળે છે. પવિત્ર શાસ્ત્રના એ રેકોર્ડમાંથી આપણે શું શીખી શકીએ?