સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે, ૩૩થી ૩૬ની સાલમાં બાપ્તિસ્મા વખતે દરેક યહુદીઓએ પોતાનું સમર્પણ કરવાની જરૂર ન હતી. તો પછી શા માટે ૧ એપ્રિલ ૨૦૦૨નું ચોકીબુરજ પાન ૧૧, ફકરો સાત કહે છે કે, પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં બાપ્તિસ્મા દ્વારા વિશ્વાસુ યહુદીઓએ “ઈસુ ખ્રિસ્તના નામે વ્યક્તિગત સમર્પણ” કર્યું?

યહોવાહ દેવે ઈસ્રાએલીઓને ઈ.સ. પૂર્વે ૧૫૧૩માં, પોતાના પવિત્ર લોકો બનવાનો મોકો આપ્યો. પરંતુ, બદલામાં તેઓએ ફક્ત ‘યહોવાહનું કહેલું માનવાનું હતું અને તેમનો જ કરાર પાળવાનો,’ હતો. ત્યારે ઈસ્રાએલીઓએ કહ્યું: “યહોવાહે જે ફરમાવ્યું તે સઘળું અમે કરીશું.”—નિર્ગમન ૧૯:૩-૮; ૨૪:૧-૮.

આ રીતે મુસાના નિયમ કરારને વળગી રહીને ઈસ્રાએલીઓએ, યહોવાહને પોતાનું સમર્પણ કર્યું. વળી, તેમનાથી થયેલા બધા જ યહુદીઓ પણ યહોવાહને સમર્પિત થયેલા જન્મ્યા. પરંતુ, પેન્તેકોસ્ત ૩૩ની સાલ પછી જેઓ ઈસુ ખ્રિસ્તના શિષ્યો બન્યા, તેઓએ બાપ્તિસ્મા માટે ફક્ત યહોવાહને સમર્પણ જ નહિ, પરંતુ, વધારે કંઈક કરવાનું હતું. એ શું હતું? હવે તેઓએ ઈસુ ખ્રિસ્ત દ્વારા, યહોવાહને સમર્પણ કરવાનું હતું. પણ કઈ રીતે?

યરૂશાલેમમાં પેન્તેકોસ્ત ૩૩ની સાલના, એક ઘરમાં લગભગ ૧૨૦ જેટલા શિષ્યો ભેગા થયા હતા. તેઓ દરેકને પવિત્ર આત્મા આપવામાં આવ્યો. આ જોવા માટે ઘણા યહુદીઓ અને બનેલા યહુદીઓ ભેગા થયા. ત્યારે, પ્રેષિત પીતર ઊભા થઈને તેઓને પ્રચાર કરવા મંડ્યા. તેમ જ, આ ભાંગી પડેલા યહુદીઓને કહ્યું: “તમે પ્રત્યેક તમારા પાપથી પાછા ફરો, અને ઈસુ ખ્રિસ્તને નામે બાપ્તિસ્મા લો; તેથી તમારાં પાપ માફ કરવામાં આવશે.” પીતરનું સાંભળીને “ઘણાં લોકોએ તેના સંદેશ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા; તે દિવસે સંગતમાં લગભગ ત્રણ હજાર માણસો ઉમેરાયા.”—પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪૧, પ્રેમસંદેશ.

તો પછી, શું પીતરનો સંદેશો સાંભળીને જે યહુદીઓ બાપ્તિસ્મા પામ્યા તેઓ પહેલેથી જ યહોવાહને સમર્પિત ન હતા? શું તેઓનો પહેલેથી જ યહોવાહ સાથે સંબંધ ન હતો? ના, કદી નહિ. પ્રેષિત પાઊલે લખ્યું કે, ‘યહોવાહ દેવે એ નિયમને ભૂંસી નાખીને તથા વધસ્તંભે ખીલા મારીને વચમાંથી કાઢી નાખ્યું.’ (કોલોસી ૨:૧૪) ઈસ્રાએલીઓ પહેલેથી જ યહોવાહને સમર્પિત છે એ નિયમ કરાર, ઈસુ ખ્રિસ્ત ૩૩ની સાલમાં મરણ પામ્યા ત્યારે યહોવાહ દેવે કાઢી નાખ્યો. જે લોકોએ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ ન કર્યો તેઓને યહોવાહે પણ નકારી કાઢ્યા. તેથી, ‘જેઓ જન્મજાત ઈસ્રાયલીઓ છે,’ તેઓ પહેલેથી જ યહોવાહને સમર્પિત છે એમ ન કહી શકાય.—૧ કોરીંથી ૧૦:૧૮, સંપૂર્ણ બાઇબલ; માત્થી ૨૧:૪૩.

જો કે નિયમ કરારને તો ૩૩ની સાલમાં જ કાઢી નાખવામાં આવ્યો હતો. પરંતુ, યહોવાહ આ યહુદીઓને ભૂલી ગયા નહિ. * ત્યારથી તો ૩૬ની સાલ સુધી યહોવાહે તેમની ઘણી જ કાળજી લીધી અને આશીર્વાદ આપ્યો. ત્યાં સુધી કે પીતરે ઇટાલીઅન કરનેલ્યસ જે ઘણો જ ધાર્મિક હતો, તેને અને તેના કુટુંબને યહોવાહનો સંદેશો જણાવ્યો. ફક્ત તેમને જ નહિ, પણ જેઓ યહુદી ન હતા તેઓને પણ પીતરે યહોવાહનો સંદેશો જણાવ્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૧-૪૮) પરંતુ, શા માટે યહોવાહે તેમને આટલો બધો આશીર્વાદ આપ્યો?

દાનીયેલ ૯:૨૭કહે છે, “[મસીહ] ઘણાઓની સાથે એક અઠવાડીઆ સુધીનો પાકો કરાર કરશે.” આ નિયમ કરારને, ઈબ્રાહીમ સાથે પરમેશ્વરનો કરાર કહેવામાં આવતો હતો. એ ઈસુના બાપ્તિસ્માથી લઈને, ૨૯ની સાલમાં તેમણે પ્રચાર કામ શરૂ કર્યું ત્યાં સુધી, એટલે કે સાત વર્ષ અથવા “એક અઠવાડીઆ” સુધી રાખવામાં આવ્યો. વળી, જે ઈબ્રાહીમના કુળમાં જન્મ્યો હોય ફક્ત તે જ આ કરારમાં આવી શક્તો. પરંતુ, આ ફક્ત એક પક્ષનો જ કરાર હતો અને એનાથી કોઈ આપોઆપ યહોવાહને સમર્પિત થઈ જતું ન હતું. તેથી પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં, પીતરનું સાંભળીને જે યહુદીઓ બાપ્તિસ્મા પામ્યા તેઓ પર યહોવાહનો આશીર્વાદ તો હતો જ. પરંતુ, એક વખતે નિયમ કરાર કાઢી નાખ્યા પછી, તેઓ કોઈ પણ રીતે યહોવાહને આપોઆપ સમર્પિત ન હતા. પણ હવે તેઓએ યહોવાહને પોતાનું સમર્પણ કરવાનું હતું.

વળી બીજું પણ એક કારણ હતું જેના લીધે યહુદીઓ અને થયેલા યહુદીઓ પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં, બાપ્તિસ્મા વખતે પોતાનું સમર્પણ કરે એ જરૂરી હતું. તેથી, એ સમયે પ્રેષિત પીતરે દરેકને વિનંતિ કરી કે પસ્તાવો કરો અને ઈસુના નામમાં બાપ્તિસ્મા લો. એમ કરવાથી તેઓએ આ દુનિયાના રીત-રિવાજોને છોડી દેવાના હતા. તેમ જ, ઈસુ પ્રભુ અને મસીહ, પ્રમુખ યાજક અને તે સ્વર્ગમાં યહોવાહને જમણે હાથે બેઠા છે એ સ્વીકારવાનું હતું. તેઓએ ઈસુમાં વિશ્વાસ મૂકવાનો હતો અને તેમને પ્રમુખ તરીકે માનવાના હતા, જેથી તેઓ ઈસુ ખ્રિસ્ત દ્વારા યહોવાહ દેવને તારણ માટે પ્રાર્થના કરી શકે. આ રીતે, યહોવાહ સાથે સંબંધ બાંધવો અને પાપોની માફી માંગવાની રીત હવે એકદમ બદલાઈ ગઈ. તેમ જ, દરેક યહુદીએ હવે આ નવી ગોઠવણ અપનાવવાની હતી. પરંતુ, કઈ રીતે? એક તો, તેમણે યહોવાહને સમર્પણ કરવાનું હતું. બીજું કે, સમર્પણ કર્યા પછી તેઓએ ઈસુના નામમાં બાપ્તિસ્મા લેવાનું હતું. આમ આ બાપ્તિસ્મા, તેઓએ યહોવાહને સમર્પણ કર્યું છે એની એક નિશાની હતી. એમ કરવાથી તેઓ ઈસુ ખ્રિસ્ત દ્વારા યહોવાહ દેવ સાથે નવો સંબંધ બાંધી શકે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૧, ૩૩-૩૬; ૩:૧૯-૨૩.

[ફુટનોટ્‌સ]

^ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ગયા અને પોતાનું બલિદાન આપેલું જીવન યહોવાહને અર્પણ કર્યું, ત્યારે જ મુસાનો નિયમ રદ કરવામાં આવ્યો હતો. એની સાથે સાથે, “નવો કરાર” સ્થાપવામાં આવ્યો.—યિર્મેયાહ ૩૧:૩૧-૩૪.