સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

જો પાળેલું પ્રાણી ખૂબ જ બીમાર થઈ જાય કે ઘરડું થઈ ગયું હોય તો, શું એનું જીવન ટૂંકાવી નાંખવું એ ખોટું છે?

મોટા ભાગના લોકોને પ્રાણીઓ ખૂબ જ ગમતા હોય છે. પાળેલા પ્રાણીઓ એના માલિકને પણ સારો સાથ આપતા હોય છે. દાખલા તરીકે, કૂતરાઓ પોતાના માલિકને વફાદાર રહેવા માટે જાણીતા છે. તેથી, વર્ષોથી પાળેલા પ્રાણી પ્રત્યે માલિકોને ખૂબ પ્યાર હોય છે.

તેમ છતાં, પાળેલા દરેક પ્રાણીઓનું જીવન કંઈ લાંબું હોતું નથી. સામાન્ય રીતે, કૂતરા કે બિલાડીઓ ૧૦થી ૧૫ વર્ષ જીવતા હોય છે. પરંતુ, સમય જતા પ્રાણીઓ ઘરડા થાય છે અને અનેક બીમારીઓથી પીડાતા હોય છે. આ જોઈને માલિકને ખૂબ દુઃખ થઈ શકે છે. આવા સંજોગોમાં આ દુઃખી પ્રાણીઓને મારી નાંખવા, એ શું ખોટી બાબત છે?

આવા સંજોગોમાં પણ એક ખ્રિસ્તીએ યહોવાહના નિયમો પાળવા જોઈએ. પ્રાણીઓની ક્રૂર સારવાર કરવામાં આવતી હોય એ યહોવાહને જરાય ગમતું નથી. એ આપણને આ શબ્દોમાંથી જોવા મળે છે: “નેકીવાન માણસ પોતાના પશુના જીવની દરકાર રાખે છે.” (નીતિવચનો ૧૨:૧૦) પરંતુ એનો અર્થ એમ નથી કે મનુષ્યો અને પ્રાણીઓને યહોવાહ એક સરખા ગણે છે. પરમેશ્વરે મનુષ્યોને બનાવ્યા ત્યારે, તેમણે બતાવ્યું કે પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચે ઘણો ફરક છે. દાખલા તરીકે, તેમણે પ્રાણીઓને નહિ, પણ ફક્ત મનુષ્યોને કાયમી જીવનની આશા આપી છે. (રૂમીઓને પત્ર ૬:૨૩; ૨ પીતર ૨:૧૨) યહોવાહે જ બધું બનાવ્યું હોવાથી ફક્ત તે જ સમજાવી શકે કે, માણસોએ કઈ રીતે પ્રાણીઓનું ધ્યાન રાખવું જોઈએ.

આ વિષે ઉત્પત્તિ ૧:૨૮માં આપણને સલાહ જોવા મળે છે. યહોવાહે આદમ અને હવાને કહ્યું: “સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.” ગીતશાસ્ત્ર ૮:૬-૮ પણ કહે છે: “તેના [માણસના] પગ તળે તેં [યહોવાહે] સઘળું મૂક્યું છે: એટલે સર્વ મેંઢાં તથા ઢોર, હા, રાની પશુઓ પણ; આકાશનાં પક્ષીઓ, સમુદ્રનાં માછલાં.”

આમ, પરમેશ્વરે સ્પષ્ટ જણાવ્યું છે કે આપણે પ્રાણીઓનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ. તેથી લોકો અનેક કારણોને લીધે એઓને મારી નાખે છે. દાખલા તરીકે, ઘણા લોકો પ્રાણીઓના ચામડાંનો કપડાં માટે ઉપયોગ કરે છે. તેમ જ, નુહના દિવસોમાં જળપ્રલય પછી, યહોવાહે મનુષ્યોને શાકભાજીની જેમ માંસ ખાવાની પણ મંજૂરી આપી.—ઉત્પત્તિ ૩:૨૧; ૪:૪; ૯:૩.

પરંતુ, એનો અર્થ એમ નથી કે આપણે બહાદુરી બતાવવા કે આપણા મોજશોખ માટે પ્રાણીઓનો શિકાર કરવો જોઈએ. ઉત્પત્તિ ૧૦:૯ કહે છે કે નિમ્રોદ “બળવાન શિકારી” હતો. આ જ કલમ આગળ બતાવે છે કે આ કારણે તે “યહોવાહ આગળ વિરોધી [NW] થયો.

આમ, મનુષ્ય પ્રાણીઓ પર અમલ ચલાવી શકે, પણ તેણે એ સત્તાનો દુરુપયોગ કરવો જોઈએ નહિ. પરંતુ, તેણે યહોવાહના શિક્ષણના પ્રમાણે પોતાની સત્તા ચલાવવી જોઈએ. તો પછી, જો પાળેલું પ્રાણી બહુ ઘરડું થઈ ગયું હોય અને એકદમ બીમાર હોય તો શું? આ હાલતમાં એનું જીવન ટૂંકાવી શકાય. આવા કિસ્સામાં, માલિકે પોતે નિર્ણય લેવાનો હોય છે. જો તેમને લાગે કે પાળેલું પ્રાણી ખૂબ દુઃખી છે અને સાજું થવાનું નથી તો, તે એનું જીવન ટૂંકાવી શકે.