ગિલયડ સ્કૂલ—૬૦ વર્ષોની મિશનરી સેવા
ગિલયડ સ્કૂલ—૬૦ વર્ષોની મિશનરી સેવા
“અમે દિવસ-રાત બાઇબલ વિષે શીખતા હોવાથી, યહોવાહની વધારે નજીક મહેસુસ કરીએ છીએ. તેમ જ તેમના સંગઠનનો વધારે અનુભવ કરીએ છીએ. એનાથી અમે પરદેશમાં પ્રચાર કામ માટે તૈયાર થઈએ છીએ.” વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડના પહેલા ક્લાસમાં હતા, એ બહેને કોર્સ વિષે કહ્યું. ગિલયડ સ્કૂલ, ૬૦ વર્ષથી મિશનરિઓને તૈયાર કરે છે. માર્ચ ૮, ૨૦૦૩ના રોજ પેટરસન, ન્યૂ યૉર્ક વૉચટાવર એજ્યુકેશન સેન્ટરમાં ૧૧૪મા ક્લાસનું ગ્રેજ્યુએશન હતું. ઑડિટોરિયમમાં અને ટીવીથી કાર્યક્રમ જોઈ શકાય, એવી જગ્યાએ ૬,૪૦૪ ભેગા મળ્યા, અને કાર્યક્રમ સાંભળ્યો. આ કાર્યક્રમમાં ટોક, ઇન્ટર્વ્યૂં અને વાતચીત તેઓએ ધ્યાનથી સાંભળી.
નિયામક જૂથ એટલે કે ગવર્નિંગ બોડીના મેમ્બર થીયોડોર જારસ ચેરમેન હતા. તેમના શબ્દોએ ઑડિયન્સનું ધ્યાન પકડી રાખ્યું. ઑડિયન્સમાં એશિયા, કૅરેબિયન, મધ્ય અને દક્ષિણ અમેરિકા તેમ જ યુરોપમાંથી આવેલા લોકો હતા. ભાઈ જારસે ૨ તીમોથી ૪:૫ પર ધ્યાન દોર્યું, જે કહે છે: “સુવાર્તિકનું કામ કર.” તેમણે ઉત્તેજન આપ્યું કે મિશનરિઓનું એ જ કામ છે. તેઓ લોકોને બાઇબલમાંથી સત્યની સાક્ષી આપે છે.
સ્ટુડન્ટ્સને છેલ્લી શિખામણ
અમેરિકાની બ્રાંચ કમિટીના મેમ્બર, જોન લારસને એક સરસ ટોક આપી, જેનો વિષય હતો: “જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામો કોણ?” (રૂમીઓને પત્ર ૮:૩૧) ભાઈ લારસને બાઇબલમાંથી સ્ટુડન્ટ્સનો ભરોસો દૃઢ કર્યો કે ભલેને ગમે તેવી મુશ્કેલીઓ આવે, છતાં યહોવાહ તેઓને મદદ કરશે. રૂમીઓને પત્ર ૮:૩૮, ૩૯માંથી ભાઈ લારસને ઉત્તેજન આપ્યું: “તમને મદદ કરવામાં યહોવાહનો કેટલો હાથ છે, એ વિચારો. વળી હંમેશાં યાદ રાખો કે યહોવાહે તમારી સાથે જે પ્રેમનું બંધન બાંધ્યું છે, એ કોઈ તોડી શકશે નહિ.”
પછી ગવર્નિંગ બોડીના મેમ્બર ગાઈ પીઅર્સે ટોક આપી. તેમનો વિષય હતો, “પૂરા દિલથી યહોવાહની સેવામાં લાગી પડો.” (લુક ૧૦:૨૩) તેઓ એમ કઈ રીતે કરી શકે? ભાઈ પીઅર્સે સમજાવ્યું કે ‘યહોવાહને તમારા જિગરી દોસ્ત બનાવો. તેમના હેતુઓ વિષે બની શકે એ બધું જાણો, અને એ કઈ રીતે પૂરા થાય છે એ સમજવાનો પ્રયત્ન કરો. પછી ભલે તમે ગમે ત્યાં જાવ, તમે યહોવાહની પૂરા દિલથી સેવા કરીને સાચે જ સુખી થશો. ભાઈ પીઅર્સે ઉત્તેજન આપ્યું કે યહોવાહ બહુ જ ભલા છે. તેમની ભલાઈ પર હંમેશાં મનન કરો, અને તમારા કામમાં મંડ્યા રહો. પછી ભલેને ગમે એવી મુશ્કેલીઓ આવે યહોવાહ જરૂર મદદ કરશે.—ગીતશાસ્ત્ર ૭૭:૧૨.
એ પછી ક્લાસના બે શિક્ષકોએ ઉત્તેજન આપ્યું. લોરેન્સ બોએને પ્રશ્ન પૂછ્યો કે “શું તમે તમારું નામ રોશન કરવા ચાહો છો?” મોટા ભાગે લોકો પોતાને માન-પાન મળે એવું ચાહે છે. પરંતુ, ગીતોના એક લેખક, આસાફ પોતાના અનુભવથી કંઈક જુદું જ જણાવે છે. તે કહે છે કે ખરેખર નામ રોશન કરવા ગીતશાસ્ત્ર ૭૩:૨૪, ૨૫) ક્લાસમાંના દરેક સ્ટુડન્ટ્સને ઉત્તેજન આપવામાં આવ્યું કે બાઇબલના શબ્દો દિલમાં ઉતારીને, યહોવાહ સાથે પાક્કી દોસ્તી બાંધે. યહોવાહના હેતુઓ કઈ રીતે ઈસુ ખ્રિસ્ત દ્વારા પૂરા થશે, એ જોવાની કે ‘નિરીક્ષા કરવાની ઇચ્છા દૂતો’ પણ રાખે છે. (૧ પીતર ૧:૧૨) સ્વર્ગદૂતો યહોવાહ વિષે વધારેને વધારે શીખવા માંગે છે. જેથી, સ્વર્ગદૂતો પોતાની સેવામાં યહોવાહનું નામ રોશન કરી શકે. ભાઈ બોએને સ્ટુડન્ટ્સને ઉત્તેજન આપ્યું કે તેઓ લોકોને યહોવાહ વિષે શીખવીને આ અનમોલ ખજાનો આપી શકે. આમ, મિશનરિઓ પણ યહોવાહનું નામ રોશન કરી શકે.
બીજું કંઈ નહિ, પણ યહોવાહ સાથેનો અતૂટ સંબંધ જરૂરી છે. (સ્કૂલના રજિસ્ટ્રાર, વોલેસ લીવરેન્સે આ વિષય પર ટોક આપી: “ગુપ્ત રખાએલું પરમેશ્વરનું જ્ઞાન આપો.” (૧ કોરીંથી ૨:૭) પ્રેષિત પાઊલે મિશનરિ તરીકે જે પરમેશ્વરનું જ્ઞાન આપ્યું, એ શું છે? એ જ્ઞાન યહોવાહ વિષેનું છે, જે બતાવે છે કે કઈ રીતે તે આખી દુનિયામાં શાંતિ અને એકતા લાવશે. એ માટે ઈસુ શું કરશે, એ બતાવે છે. પાઊલે લોકોને પ્રચાર કર્યો કે આદમ જે પાપ અને મરણ લાવ્યો, એ કઈ રીતે યહોવાહ દૂર કરશે. (એફેસી ૩:૮, ૯) ભાઈ લીવરેન્સે સ્ટુડન્ટ્સને ઉત્તેજન આપ્યું: “પાઊલે મિશનરિ તરીકે લોકોને શીખવ્યું કે યહોવાહ કઈ રીતે પોતાના હેતુ પૂરા કરશે. તમે પણ એમ જ કરતા રહો.”
પછી, ગિલયડના બીજા શિક્ષક, માર્ક નુમેરે ક્લાસના અમુક સ્ટુડન્ટ્સ સાથે ચર્ચા કરી. તેમનો વિષય રૂમીઓને પત્ર ૧૦:૧૦ પ્રમાણે હતો: “બાઇબલ તમારા દિલમાં ઊતારો અને પૂરા દિલથી પ્રચાર કરો.” સ્ટુડન્ટ્સ સ્કૂલ માટે અહીં રહ્યા એ સમયમાં પ્રચારમાં થયેલા ઘણા અનુભવો પણ જણાવ્યા. તેઓના અનુભવોથી દેખાઈ આવ્યું કે આપણે યહોવાહ વિષે બાઇબલમાંથી વધારે શીખીએ તો, આપણું દિલ તેમના પ્રેમથી ઉભરાઈ જશે. પછી, યહોવાહ વિષે વાતો કરતા આપણને કોઈ રોકી શકશે નહિ. સ્ટુડન્ટ્સ વૉચટાવર એજ્યુકેશન સેન્ટરમાં પાંચ મહિના રહ્યા. એ સમયમાં તેઓએ ૩૦ કરતાં વધારે બાઇબલ સ્ટડી એવી ટેરેટરીમાં શરૂ કરી, જેમાં વારંવાર પ્રચાર થઈ ચૂક્યો છે.
અનુભવી મિશનરિઓની સલાહ
ગિલયડ સ્કૂલના સમયમાં, સ્ટુડન્ટ્સે અમેરિકાના બેથેલ કુટુંબની સંગતનો આનંદ માણ્યો. અમેરિકા બ્રાંચના બે મેમ્બરો, રોબર્ટ સીરાન્કો અને રોબર્ટ પી. જોન્સને અમુક ઇન્ટર્વ્યૂં લીધા. એ ઇન્ટરવ્યૂમાં લાંબા સમયથી યહોવાહની સેવા કરતા ભાઈ-બહેનો હતા. તેમ જ, એમાં વૉચટાવર એજ્યુકેશન સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહેલા સરકીટ ઓવરશીયરો પણ હતા. ઇન્ટર્વ્યૂં લેવામાં આવેલા સર્વ ગિલયડ ગ્રેજ્યુએટ હતા, જેઓએ એક ક્યાં તો બીજા સમયે મિશનરિ સેવા આપી હતી. આ અનુભવી ભાઈઓ પાસેથી ઉત્તેજન મેળવીને, સ્ટુડન્ટ્સ અને તેઓના સગાં-વહાલાઓને આનંદ થયો.
તેઓએ સલાહ આપી: “જેમ બને તેમ પ્રચાર અને મંડળમાં બીઝી રહો.” “હંમેશાં પોતાને વિષે જ વિચાર્યા ન કરો. તમે શા માટે મિશનરિ બન્યા, એ ન ભૂલો. તમને જ્યાં મોકલવામાં આવે, એ જ તમારું ઘર સમજો.” વળી, ભાઈઓએ બીજી કોમેન્ટો પણ કરી, કે ભલે ગમે એ કામ સોંપવામાં આવે, પણ ગિલયડની ટ્રેનિંગ સૌથી બેસ્ટ છે. તેઓની અમુક કોમેન્ટ્સ આ રહી: “અમે હળી-મળીને કામ કરવાનું શીખ્યા.” “સ્કૂલે અમને એક-બીજા વિષે શીખવા મદદ કરી.” “અમે બાઇબલ વિષે ઘણું નવું નવું શીખ્યા.”
ભાઈ જોન ઈ. બાર લાંબા સમયથી ગવર્નિંગ બોડીના મેમ્બર છે. તેમણે ગ્રેજ્યુએશન પ્રોગ્રામની ખાસ ટોક આપી. ટોકનો વિષય હતો: ‘આખી પૃથ્વી પર તેઓનાં વચનો ફેલાયાં છે.’ (રૂમીઓને પત્ર ૧૦:૧૮) તેમણે પ્રશ્ન પૂછ્યો, શું પરમેશ્વરના સેવકો આ મુશ્કેલ કાર્યને આજે કરી શકે છે? હા, કરી શકે છે. છેક ૧૮૮૧માં, અંગ્રેજી ચોકીબુરજમાં પ્રશ્ન પૂછાયો હતો: “શું તમે પ્રચાર કરો છો?” પછી ભાઈ બારે ઓડિયન્સને ૧૯૨૨માં સીડર પોઈન્ટ, ઓહાયો, અમેરિકામાંના સંમેલનની યાદ અપાવી. એમાં કહેવામાં આવ્યું હતું: “રાજા અને તેમના રાજ્યને જાહેર કરો!” ધીમે ધીમે યહોવાહના વિશ્વાસુ સેવકોની ધગશ વધી અને તેઓ બધી નાત-જાતના લોકોને સત્ય જણાવવા લાગ્યા. જુદા જુદા પ્રકાશનો દ્વારા અને પ્રચાર કરીને પૃથ્વીના ખૂણે-ખૂણે સત્ય જણાવવા પ્રયત્ન કરવામાં આવે છે. એ બધાથી યહોવાહનું માન રોશન થાય છે. છેલ્લે, ભાઈ બારે સ્ટુડન્ટ્સને મિશનરિ સેવાની કદર કરવાનું ઉત્તેજન આપ્યું. તેમણે કહ્યું: “તમે જ્યાં પણ જાવ, ત્યાં દરરોજ યહોવાહને પ્રાર્થના કરતી વખતે, તેમનો દિલથી આભાર માનો. ‘આખી પૃથ્વીમાં તેમનાં વચન ફેલાવવા’ તમે મિશનરિ તરીકે જે કંઈ કરી શકો, એની ખરેખર કદર કરો.”
આ ટોક પછી, ભાઈ જારસે અલગ અલગ બ્રાંચમાંથી આવેલા સંદેશા વાંચ્યા. પછી, તેમણે દરેક ગ્રેજ્યુએટને ડિપ્લોમા આપ્યા. સ્ટુડન્ટ્સના ગ્રુપમાં આનંદ અને દુઃખની લાગણી હતી. આખા ક્લાસ માટે એક સ્ટુડન્ટે પત્ર વાંચ્યો, જેમાં ગવર્નિંગ બોડી અને બેથેલ કુટુંબની બહુ જ કદર કરવામાં આવી. તેમ જ, એ પત્ર સ્ટુડન્ટ્સનો નિર્ણય જણાવતો હતો: “અમે આજથી તે સર્વકાળ સુધી યાહની સ્તુતિ કરીશું.”—ગીતશાસ્ત્ર ૧૧૫:૧૮.
છેલ્લા ૬૦ વર્ષોથી ગિલયડની ટ્રેનિંગ લઈને મિશનરિઓ સફળ થયા છે. આપણી એ જ પ્રાર્થના છે કે તેઓની જેમ આ વહાલા ભાઈ-બહેનો પણ પોતાના નવા ઘરમાં ખુશ રહે. તેમ જ મહત્ત્વના પ્રચાર કાર્યમાં બનતું બધું જ કરે.
[પાન ૨૩ પર બોક્સ]
ક્લાસની વિગત
કેટલા દેશમાંથી આવ્યા? ૧૨
કેટલા દેશોમાં જશે? ૧૬
સ્ટુડન્ટ્સની સંખ્યા: ૪૮
સ્ટુડન્ટ્સની ઉંમર: આશરે ૩૪.૪
સત્યમાં વર્ષો: આશરે ૧૭.૬
ફૂલ-ટાઈમ સેવાનાં વર્ષો: આશરે ૧૩.૫
[પાન ૨૪ પર ચિત્ર]
વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડનો ૧૧૪મો ક્લાસ
નીચે આપેલાં નામો આગળથી પાછળની લાઈનમાં અને દરેક લાઈનમાં ડાબેથી જમણે જાય છે.
(૧) રોઝા, ડી.; ગારેગોલાસ, જે.; લીન્ડસ્ટ્રોમ, આર.; પાવાનેલ્લો, પી.; ટેઈટ, એલ. (૨) વાન હાઉટ્ટ, એમ.; ડોનાબોઅર, સી.; માર્ટિનેસ, એલ.; મીલર, ડી.; ફેસ્તરા, વાય.; નાઉટર, એસ. (૩) માર્ટિનેસ, પી.; ક્લાર્ક, એલ.; મૉન, બી.; ફીશર, એલ.; રોમો, જી. (૪) રોમો, આર.; ઈડી, એસ.; ટીમેન, સી.; કેમ્બેલ, પી.; મીલર, ડી.; રોઝા, ડબલ્યુ. (૫) લીન્ડસ્ટ્રોમ, સી.; ગારેગોલાસ, જે.; માર્કવીચ, એન.; લીન્ડાલા, કે.; વાન ડેન હોવેલ, જે.; ટેઈટ, એસ.; નાઉટર, પી. (૬) મૉન, પી.; પાવાનેલ્લો, વી.; ઈડી, એન.; વેસ્ટ, એ.; ક્લાર્ક, ડી.; માર્કવીચ, જે. (૭) ફીશર, ડી.; ડોનાબોઅર, આર.; કરી, પી.; કરી, વાય.; કારફેનો, ડબલ્યુ.; વેસ્ટ, એમ.; ટીમેન, એ. (૮) વાન હાઉટ્ટ, એમ.; કેમ્બેલ, સી.; ફેસ્તરા, વાય.; કારફેનો, સી.; વાન ડેન હોવેલ, કે.; લીન્ડાલા, ડી.