સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પંખીઓ પાસેથી શીખો

પંખીઓ પાસેથી શીખો

પંખીઓ પાસેથી શીખો

“આ કાશનાં પક્ષીઓને જુઓ; તેઓ તો વાવતાં નથી, ને કાપતાં નથી, ને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાળણ કરે છે; તો તેઓ કરતાં તમે અધિક નથી શું?” (માત્થી ૬:૨૬) ઈસુ ખ્રિસ્તે આ શબ્દો ગાલીલના સાગર કિનારે પહાડ પરના ઉપદેશમાં કહ્યા હતા. તેમની સાથે ફક્ત તેમના શિષ્યો જ ન હતા, પણ મોટું ટોળું હતું. ઘણા ગરીબ હતા અને તેઓ ઘણા બીમાર લોકોને સાજા થવા લઈ આવ્યા હતા.—માત્થી ૪:૨૩–૫:૨; લુક ૬:૧૭-૨૦.

ઈસુએ બધાને સાજા કર્યા પછી, તેમણે વધારે મહત્ત્વની બાબત પર લોકોનું ધ્યાન ખેંચ્યું. ઈસુએ તેઓને યહોવાહનું શિક્ષણ આપ્યું, જેમાં શરૂઆતમાં જણાવેલી વાત પણ હતી.

પંખીઓ તો લાંબા સમયથી ઉત્પન્‍ન કરવામાં આવ્યા છે. અમુક પંખીઓ જીવ-જંતુઓ ખાય છે, અમુક ફળ અને બી કે દાણા ખાય છે. એ બધું યહોવાહે પંખીઓ માટે પુષ્કળ પ્રમાણમાં પૂરું પાડ્યું છે. તો પછી, આપણા વિષે શું? ખરેખર, એમાં કોઈ શંકા નથી કે યહોવાહ આપણી એથી પણ વધારે સંભાળ રાખે છે. તે કદાચ આપણને નોકરી શોધવા મદદ કરે, કે આપણને ખોરાક ઉગાડવા મદદ કરે. અરે, મુસીબતના સમયે યહોવાહ પાડોશી કે મિત્રોને પણ એવી પ્રેરણા આપી શકે, જેથી તેઓ આપણી જરૂરિયાતો પૂરી પાડી શકે.

આપણે પંખીઓના જીવન પર મનન કરીએ તો, આપણે ઘણું જ શીખી શકીએ. યહોવાહે પક્ષીઓને એવી બુદ્ધિ આપી છે કે તેઓ પોતાનાં બચ્ચાં મોટા કરવા પોતાનું ઘર બાંધશે. બે જુદા જુદા માળાને ધ્યાનથી જુઓ. ડાબી બાજુએ (આફ્રિકન રોક માર્ટિન) અબાબીલ જેવા ચકલીથી જરાક મોટા પક્ષીનો માળો છે. એ છતને અડીને આવેલી દીવાલમાં બાંધવામાં આવ્યો છે. એ માળો કાદવથી બંધાયો હોય છે, અને એ કપ જેવો દેખાય છે. નર અને માદા બંને ઘણી મહેનતથી કાદવના નાના નાના ગઠ્ઠા ભેગા કરે છે. પછી એના પર ઘાસ અને પીંછાંનો જાણે ગાલીચો કે કારપેટ બીછાવે છે. આમ, લગભગ એક મહિનામાં ઘર તૈયાર થઈ જાય છે. બચ્ચાં માટે બંને ખાવાનું લાવે છે. નીચેના ચિત્રમાં સુગરી જેવું પક્ષી અને એનો માળો છે. આ મહેનતું પક્ષી ઝાડ-પાનની ડાંખળીઓ અને ઘાસમાંથી માળો બાંધે છે. એ એક જ દિવસમાં પોતાનું ઘર બાંધી લે છે, અને એક મોસમમાં જ ત્રીસ કરતાં વધારે માળા બાંધે છે!

આપણે તેઓ પાસેથી શું શીખી શકીએ છીએ? યહોવાહ પંખીઓને પણ આવી આવડત અને બુદ્ધિ આપે છે. માળો બાંધવા જરૂરી ચીજો આપે છે. તો પછી, એમાં કોઈ જ શંકા રાખી ન શકાય કે આપણને રહેવા માટે જરૂર ઘર આપશે. ઈસુએ જણાવ્યું કે યહોવાહ પાસે આપણી જોઈતી જરૂરિયાત મેળવવી હોય, તો આપણે શું કરવાની ખાસ જરૂર છે. ઈસુએ વચન આપ્યું કે “તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.” (માત્થી ૬:૩૩) તમને થશે કે ‘પરમેશ્વરના રાજ્યને પહેલાં શોધવાનો’ અર્થ શું થાય? આ મેગેઝિન આપનારા યહોવાહના સાક્ષીઓને, એ પ્રશ્નનો જવાબ આપતા ખુશી થશે.