સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું એ લાંચ નથી?

શું એ લાંચ નથી?

શું એ લાંચ નથી?

પોલૅન્ડની અમુક કૉલેજોમાં વિદ્યાર્થીઓ પૈસા ઉઘરાવે છે, જેથી ટીચરને ભેટ આપી શકે. શા માટે? તેઓ એવી આશા રાખે છે કે પરીક્ષામાં ટીચર તેઓને વધારે માર્ક આપશે. એના લીધે, કાતારઝીના નામની એક છોકરીને ઘણી જ મુશ્કેલી સહેવી પડી. તેને થયું કે, “શું મારે પૈસા આપવા જોઈએ?” તેની સાથે ભણતા વિદ્યાર્થીઓએ તો તેને કહ્યું, કે “એ તો રિવાજ છે. એનાથી તને જ ફાયદો થશે. એમાં વિચારવાનું શું?”

કાતારઝીના કહે છે, કે “કૉલેજના પહેલા વર્ષમાં તો મેં પણ પૈસા આપ્યા. જો કે પછી મને ભાન થયું કે આ તો લાંચ કહેવાય. બાઇબલ એની ચોખ્ખી ના પાડે છે.” પછી તેણે એ કલમો યાદ કરી, જે કહે છે કે યહોવાહ પરમેશ્વર લાંચ ધિક્કારે છે. (પુનર્નિયમ ૧૦:૧૭; ૧૬:૧૯; ૨ કાળવૃત્તાંત ૧૯:૭) કાતારઝીના કહે છે: “હવે મને ખબર પડી કે, મિત્રોના કહેવામાં ફસાય જવું કેટલું સહેલું છે. મેં ફરી એના પર ઊંડો વિચાર કર્યો. પછી મેં કદી પણ આવો રિવાજ પાળ્યો નહિ.” કૉલેજના ત્રણ વર્ષોમાં બીજા વિદ્યાર્થીઓએ તેની ઘણી મજાક ઉડાવી. તેમ છતાં, તે અમુકને સમજાવી શકી કે બાઇબલ પ્રમાણે, તે આવી “ભેટ” આપી શકતી નથી.

અમુક કાતારઝીનાને સ્વાર્થી અને મૂર્ખી કહેતા. તે કહે છે: “હજી પણ અમુક મારી સાથે સારી રીતે વાત કરતા નથી. જ્યારે કે, ઘણા વિદ્યાર્થીઓ મારી માન્યતાની કદર કરે છે. એનાથી મને ખૂબ આનંદ થાય છે.” કાતારઝીના રોજના જીવનમાં પણ બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવે છે. તેથી, કૉલેજમાં તે એક યહોવાહના સાક્ષી તરીકે જાણીતી બની ગઈ.