સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઇજિપ્તના એ પ્રાચીન શહેરોનું શું થયું?

ઇજિપ્તના એ પ્રાચીન શહેરોનું શું થયું?

ઇજિપ્તના એ પ્રાચીન શહેરોનું શું થયું?

બાઇબલમાં ઇજિપ્તના (પ્રાચીન મિસરના) બે પ્રખ્યાત શહેરોના નામ જોવા મળે છે. એકનું નામ નોફ (મેમ્ફીસ) છે અને બીજાનું નામ નો (થીબ્સ) છે. મેમ્ફીસ શહેર નાઈલ નદીની ડાબી બાજુએ બાંધવામાં આવ્યું હતું. એ કાઈરોથી લગભગ ૨૩ કિલોમીટર દક્ષિણે આવ્યું હતું. પરંતુ, આ શહેરનું નાક કપાઈ ગયું અને એ ઇજિપ્તના પાટનગર તરીકે રહ્યું નહિ. ઈસવી સન પૂર્વે પંદરમી સદીમાં નો (થીબ્સ) શહેર ઇજિપ્તનું પાટનગર બન્યું. આ શહેર મેમ્ફીસથી ૫૦૦ કિલોમીટર દક્ષિણ તરફ આવેલું હતું. અમુક સમય બાદ આ શહેરનો પણ નાશ થયો. આજે થીબ્સમાં ફક્ત અમુક તૂટેલા ભાંગેલા મંદિરો જ જોવા મળે છે. એમાં કરનાક નામનું એક મંદિર પણ છે. એ ખૂબ જ મોટું હતું અને એને બાંધવામાં ઘણા મોટા પથ્થરોના થાંભલા વાપરવામાં આવ્યા હતા. આ મંદિરમાં બધા લોકો આમોન નામના દેવને ભજતા હતા. ઇજિપ્તના દેવ-દેવીઓમાં, આમોન સૌથી મોટો ગણાતો હતો.

પરંતુ, બાઇબલ શા માટે થીબ્સ અને મેમ્ફીસ વિષે વાત કરે છે? કેમ કે યહોવાહે કહ્યું હતું કે તે ઇજિપ્તના રાજા અને તેના દેવ-દેવીઓનો નાશ કરશે. તે ખાસ કરીને ‘નો નગરના આમોનને શિક્ષા’ કરવાના હતા. (યિર્મેયાહ ૪૬:૨૫, ૨૬) તેમ જ જેઓ આમોનની પૂજા કરવા જતા હતા, તેઓનો પણ “સંહાર” કરવાના હતા. (હઝકીએલ ૩૦:૧૪, ૧૫) યહોવાહે અગાઉથી કહ્યું, તેમ જ બન્યું. થીબ્સના ભૂકેભૂકા બોલી ગયા. એની વચ્ચે હવે લકસોર શહેર અને નાના ગામડાં જ જોવા મળે છે.

તો મેમ્ફીસનું શું થયું? ત્યાં પણ ફક્ત જૂની કબરો જ જોવા મળે છે. બાઇબલના પ્રોફેસર લુઈ ગોલડિંગ કહે છે: “આરબ લોકોએ ઇજિપ્ત પર જીત મેળવી. પછી સદીઓ દરમિયાન તેઓએ મેમ્ફીસમાંથી પથ્થરો લઈને નાઈલની જમણી બાજુ કાઈરો નામનું શહેર બાંધ્યું અને એને રાજધાની બનાવી. દાયકાઓ પછી એ નાઈલ નદીના પાણીની કાળી માટી આખા મેમ્ફીસ શહેર પર ફરી વળી.” યહોવાહે વર્ષો પહેલાં કહ્યું હતું કે મેમ્ફીસ “વસ્તીહીન તથા ઉજ્જડ” થઈ જશે. (યિર્મેયાહ ૪૬:૧૯) એ ખરેખર સાચું બન્યું!

થીબ્સ અને મેમ્ફીસ વિષે જાણીને આપણે શું શીખી શકીએ? બાઇબલમાં યહોવાહે જે વચનો આપ્યા હતા, એ બધા પૂરા થયા. તેમ જ યહોવાહે ભાવિ વિષે જે કહ્યું છે, એ પણ ચોક્કસ પૂરું થશે. ખરેખર, આપણે બાઇબલમાં પૂરો ભરોસો રાખી શકીએ.—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯; લુક ૨૩:૪૩; પ્રકટીકરણ ૨૧:૩-૫.

[પાન ૩૨ પર ચિત્ર]

Photograph taken by courtesy of the British Museum