સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘એ પુસ્તક વાંચીને મારું દિલ ભરાઈ આવ્યું’

‘એ પુસ્તક વાંચીને મારું દિલ ભરાઈ આવ્યું’

એ પુસ્તક વાંચીને મારું દિલ ભરાઈ આવ્યું’

“‘ડ્રૉ ક્લોઝ ટુ જેહોવાહ’ પુસ્તક તમે બહાર પાડ્યું એ માટે હું તમારો ખૂબ ઉપકાર માનું છું. મને દિલમાં કાયમ એવું થતું કે હું સાવ નકામી છું. પરંતુ યહોવાહની નજરમાં હું પ્રિય છું એ જાણીને સાચે જ મને હવે દિલમાં ઠંડક વળી છે. મને હવે એવું જ લાગે છે કે યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત મારા જિગરી દોસ્ત છે. હવે હું મારા બધા જ મિત્રોને આ પુસ્તક વિષે જણાવીશ એટલું જ નહિ, પણ દરેકને એ આપીશ,” આવું આપણા એક બહેને ૩૨૦ પાનાના નવા પુસ્તક વિષે કહ્યું. આ પુસ્તક, વર્ષ ૨૦૦૨/૦૩માં યહોવાહના સાક્ષીઓએ આખી દુનિયામાં યોજેલા “ઉત્સાહી રાજ્ય પ્રચારકો” ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનોમાં બહાર પાડ્યું હતું. તો ચાલો આપણે હવે જોઈએ કે, આ નવા પુસ્તકમાં એવી શું માહિતી આપવામાં આવી છે અને એ શા માટે બહાર પાડવામાં આવ્યું છે.

નવા પુસ્તકમાં આપેલી અમુક માહિતી

એમાં એવી શું માહિતી આપવામાં આવી છે? એ પુસ્તકમાં આપેલી અમુક માહિતી આ મૅગેઝિનના બે અભ્યાસ લેખોમાં આપવામાં આવી છે. એ પુસ્તકમાં ૩૧ પ્રકરણો છે, જે ચોકીબુરજના અભ્યાસ લેખો જેટલા લાંબા છે. એમાં કુલ એકત્રીસ પ્રકરણો છે. પ્રસ્તાવના પછી, ચોથા પ્રકરણથી છેલ્લા પ્રકરણના ચાર ભાગ પાડવામાં આવ્યા છે. એ દરેક ભાગમાં યહોવાહના એક-એક મુખ્ય ગુણની ચર્ચા કરવામાં આવી છે. દરેક ભાગની શરૂઆતમાં યહોવાહના ગુણનો સારાંશ આપ્યા પછી, અમુક પ્રકરણો એની ચર્ચા કરે છે. એ ચારેય ભાગમાં ઈસુ વિષે એક-એક પ્રકરણ છે. શા માટે? ઈસુએ કહ્યું હતું: “જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે.” (યોહાન ૧૪:૯) ઈસુનો સ્વભાવ દરેક રીતે તેમના પિતા, યહોવાહ પરમેશ્વર જેવો હતો. તેથી, તેમના વિષે શીખવાથી આપણે જોઈ શકીએ કે યહોવાહ કેવી રીતે આપણી સાથે વર્તે છે. તેમ જ આપણે પણ યહોવાહ જેવા ગુણો કેવી રીતે કેળવી શકીએ એ વિષે દરેક ભાગના અંતમાં ચર્ચા કરવામાં આવી છે. આ પુસ્તકમાં યહોવાહના ગુણોની ચર્ચા કરવા, બાઇબલના દરેક પુસ્તકોમાંથી કલમો પણ ટાંકવામાં આવી છે.

તેમ જ ડ્રૉ ક્લોઝ ટુ જેહોવાહ પુસ્તકમાં અમુક ખાસ બાબતો રહેલી છે. જેમ કે બીજા પ્રકરણથી લઈને આખા પુસ્તકમાં દરેક પ્રકરણમાં “વિચાર કરવા માટે અમુક પ્રશ્નો” નામનું બૉક્સ આપવામાં આવ્યું છે. એ પ્રશ્નો અને સાથે આપેલી કલમો તે પ્રકરણની સમીક્ષા કરવા માટે નથી. પરંતુ તમે બાઇબલમાંથી એ કલમો વાંચીને એના પર ઊંડો વિચાર કરો એ માટે છે. અમારી વિનંતી છે કે તમે દરેક કલમો બાઇબલમાંથી મન લગાડીને વાંચશો. પછી એ પ્રશ્નોનો ઉપયોગ કરીને વિચાર કરો કે, તમે જે વાંચ્યું એ તમારા જીવનમાં કેવી રીતે લાગુ પાડી શકો. એમ કરવાથી યહોવાહના જિગરી દોસ્ત બનવા તમારા દિલમાં ઉમંગ જાગશે.—ગીતશાસ્ત્ર ૧૯:૧૪.

ડ્રૉ ક્લોઝ ટુ જેહોવાહ પુસ્તકમાં જે ચિત્રો છે એની પાછળ ખૂબ જ સંશોધન કરવામાં આવ્યું છે, જેથી આપણે સહેલાઈથી યહોવાહ વિષે શીખી શકીએ. તેમ જ આપણા દિલમાં તેમની સેવા કરવા માટે તમન્‍ના જાગે એ રીતે એ ચિત્રો તૈયાર કરવામાં આવ્યાં છે. એમાંના સત્તર પ્રકરણોમાં બાઇબલ જમાનાના સુંદર રંગીન ચિત્રો જોવા મળે છે.

શા માટે એ બહાર પાડવામાં આવ્યું?

ડ્રૉ ક્લોઝ ટુ જેહોવાહ પુસ્તક શા માટે બહાર પાડવામાં આવ્યું? ખાસ કરીને એટલા માટે કે, આપણે યહોવાહને સારી રીતે ઓળખતા થઈએ. તેમને શું પસંદ છે અને શું નથી એ પારખી શકીએ. જેથી તેમની સાથે પાકી દોસ્તી બાંધી શકીએ.

ડ્રૉ ક્લોઝ ટુ જેહોવાહ પુસ્તકમાંથી કોને લાભ થઈ શકે, એ શું તમે વિચાર્યું છે? કદાચ તમે એવી વ્યક્તિને જાણતા હશો જેમણે બાઇબલમાંથી અભ્યાસ કરવાનું છોડી દીધું છે. અથવા એવા ભાઈ-બહેનને ઓળખતા હશો કે જેમણે સભામાં આવવાનું બંધ કરી દીધું છે. તમારા વિષે શું? શું તમે એ પુસ્તક વાંચવાની શરૂઆત કરી છે? જો ન કરી હોય તો, અમે ઇચ્છીએ છીએ કે તમે સમય કાઢીને વાંચવાનું ચાલુ કરો! પછી તમે જે વાંચો એના પર મનન કરવા સમય લો. અમારી આશા છે કે આ પુસ્તક તમને યહોવાહના દિલોજાન દોસ્ત બનવા મદદ કરશે. તેમ જ આનંદથી તેમના રાજ્યની ખુશખબર લોકોને જણાવવા તમારામાં ઉત્સાહ જાગશે!