આપણે એકલા રહી શકતા નથી
આપણે એકલા રહી શકતા નથી
‘એક કરતાં બે ભલા; જો એક પડે તો બીજો તેને મદદ કરે છે.’—રાજા સુલેમાન
રાજા સુલેમાને લખ્યું: “એક કરતાં બે ભલા; કેમ કે બંનેએ સાથે મળીને કરેલી મહેનતનું ઘણું વધારે સારું ફળ તેઓને મળે છે. જો એક પડે તો બીજો તેને મદદ કરે છે; પણ માણસ એકલો હોય અને તેની પડતી થાય તો તેને મદદ કરનાર કોઈ ન મળે અને તેની સ્થિતિ દયાજનક થાય છે.” (ઉપદેશક ૪:૯, ૧૦, IBSI.) આ કલમો બતાવે છે કે આપણને એકબીજાની શા માટે જરૂર છે. વળી, એ સમજાવે છે કે આપણે પોતાને બીજાઓથી અલગ ન કરવા જોઈએ. રાજા સુલેમાને જે જણાવ્યું એ માણસોના વિચાર નહિ, પરંતુ પરમેશ્વરના વિચારોથી પ્રેરાઈને લખ્યું હતું.
લોકોને એકબીજાની જરૂર છે, તેથી આપણે પોતાને બીજાઓથી અલગ પાડવા જોઈએ નહિ. આપણે બીજી વ્યક્તિઓ પાસેથી ઉત્તેજન અને મદદ મેળવવી જોઈએ. બાઇબલનું એક નીતિવચન કહે છે, “જે જુદો પડે છે તે પોતાની ઇચ્છા સાધવા મથે છે, તે રીસથી સઘળા સુજ્ઞાનની વિરૂદ્ધ થાય છે.” (નીતિવચનો ૧૮:૧) તેથી, સમાજ સુધારકો અમુક ગ્રૂપમાં જોડાઈને, એકબીજા સાથે હળવા ભળવાનું કહે છે.
સમાજમાં મિત્રતાનું વાતાવરણ જળવાય રહે એ માટે પ્રોફેસર રોબર્ટ પટનમે કેટલાક સૂચનો આપ્યા. એમાંનું એક છે કે, “પરમેશ્વરમાં વિશ્વાસ દૃઢ કરવો.” આ બાબતમાં યહોવાહના સાક્ષીઓ એકદમ સરસ નમૂનો આપે છે. તેઓના મંડળો આખી પૃથ્વી પર એક કુટુંબની જેમ રક્ષણ મેળવી રહ્યા છે. પ્રેષિત પીતરે લખ્યું એ પ્રમાણે યહોવાહના સાક્ષીઓ, જેઓ ‘દેવનો ભય’ રાખી રહ્યા છે એવા “બંધુમંડળ પર પ્રીતિ” રાખે છે. (૧ પીતર ૨:૧૭) યહોવાહના સાક્ષીઓ કદી એકલા પડતા નથી, તેથી તેઓને ઘણા જ લાભો થાય છે. દાખલા તરીકે, તેઓ યહોવાહ પરમેશ્વરની સેવા કરવા માટે, ઘણી પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહે છે. તેમ જ, પોતાના પડોશીઓને બાઇબલમાંથી સત્ય શીખવા પણ મદદ કરે છે.—૨ તીમોથી ૨:૧૫.
પ્રેમ અને મિત્રતાએ જીવનમાં ફેરફારો કર્યા
યહોવાહના સાક્ષીઓના સમાજમાં એકતા બની રહે, એ માટે દરેક વ્યક્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે. દાખલા તરીકે, મીગેલ, ફ્રોલેન અને અલ્મા રૂથનો વિચાર કરો. આ ત્રણેવ ભાઈબહેન લૅટિન અમેરિકાના છે. આ ત્રણેવના શરીરમાં, જન્મથી જ એક હાડકું વધતું નથી જેના લીધે તેઓ ઠીંગણા છે. તેથી, તેઓ હંમેશાં વ્હીલચેરનો ઉપયોગ કરે છે. પરંતુ, યહોવાહના સાક્ષીઓની મિત્રતાને લીધે તેઓ પર કેવી અસર પડી?
મીગેલ કહે છે: “હું એકદમ હતાશ થઈ ગયો હતો. ખરેખર, પોતાને એકલા પાડવા એ સૌથી ભયાનક છે.
પરંતુ, યહોવાહના સાક્ષીઓ સાથે સંગત રાખવાનું શરૂ કર્યું ત્યારથી મારું જીવન એકદમ બદલાય ગયું. હવે દર અઠવાડિએ, ખ્રિસ્તી સભાઓમાં ભાઈબહેનો સાથે હળવા મળવાથી, મને ઘણો જ સંતોષ મળે છે.”અલ્મા રૂથ કહે છે: “હું ખૂબ ડીપ્રેશનમાં રહેતી; અને ખૂબ જ દુઃખી હતી. પરંતુ, યહોવાહ વિષે શીખીને મને લાગ્યું કે હું તેમની સાથે ગાઢ દોસ્તી બાંધી શકીશ. એ મારા જીવનમાં સૌથી મહત્ત્વની બાબત બની ગઈ. એ માટે મારા કુટુંબે અમને ઘણી જ મદદ કરી. એનાથી હવે અમારું કુટુંબ વધારે એક બન્યું છે.”
મીગેલના પિતાએ તેને લખતા વાંચતા શીખવ્યું. ત્યાર પછી, મીગેલે ફ્રોલેન અને અલ્મા રૂથને પણ લખતા વાંચતા શીખવ્યું. જો કે યહોવાહની સેવા કરવા માટે તો એ ખૂબ જ જરૂરી હતું. અલ્મા રૂથ કહે છે, “લખતા વાંચતા શીખવાથી મને ખૂબ ફાયદો થયો છે. એનાથી અમે બાઇબલ અને બાઇબલના પ્રકાશનો વાંચીને પરમેશ્વર વિષે વધુ શીખી શક્યા છે.”
હાલમાં, મીગેલ યહોવાહના સાક્ષીના એક મંડળમાં વડીલ છે. ફ્રોલેને તો નવ વખત બાઇબલ વાંચી નાખ્યું છે. અલ્મા રૂથ ૧૯૯૬થી પૂરા સમયનું પાયોનિયરીંગ કરી રહી છે. તે કહે છે: “યહોવાહના આશિષથી મને ઘણી મદદ મળી છે. મંડળની બહેનોએ મને પ્રચારમાં ખૂબ જ મદદ કરી છે. એટલું જ નહિ, પણ હું ૧૧ વ્યક્તિઓને બાઇબલ શીખવી શકું એ માટે પણ મને તેઓએ ઘણી મદદ કરી છે.”
એમીલીયાએ પણ ખૂબ સરસ દાખલો આપ્યો છે. તેનો અકસ્માત થયો હતો. એમાં તેના પગ અને કરોડમાં ઈજા થઈ હોવાના કારણે, તેનું પણ જીવન વ્હીલચેર પર જ નભતું હતું. મૅક્સિકો સિટીના યહોવાહના સાક્ષીઓએ તેની સાથે બાઇબલ અભ્યાસ કર્યો અને તે ૧૯૯૬માં બાપ્તિસ્મા પામી. એમીલીયા કહે છે: “સત્ય જાણ્યા પહેલા, હું આત્મહત્યા કરવાનું ઇચ્છતી હતી; મારે જીવવું જ ન હતું. મને જીવન એકદમ સૂનું સૂનું લાગતું હતું. હું રાતદિવસ રડ્યા જ કરતી હતી. પરંતુ, મેં યહોવાહના સાક્ષીઓ સાથે સંગત રાખવાનું શરૂ કર્યું, ત્યારે હું પ્રેમનો સાચો અર્થ સમજી શકી. તેઓએ મને ખૂબ જ મદદ કરી જેનાથી મને ઘણું ઉત્તેજન મળ્યું. અરે, એક વડીલ તો જાણે મારા ભાઈ કે પિતા હોય એ રીતે મારી કાળજી લઈ રહ્યા છે. આ ભાઈઓ મને વ્હીલચેર પર સભાઓ અને પ્રચારમાં લઈ જવા ઘણી મદદ કરે છે.”
ચાલો બીજો દાખલો જોઈએ. હોશે એકલા રહે છે અને ૭૦ વર્ષના છે. તેમણે વર્ષ ૧૯૯૨માં યહોવાહના સાક્ષી તરીકે બાપ્તિસ્મા લીધું. તે ૧૯૯૦માં રિટાયર્ડ થયા હતા. હોશે પહેલા ખૂબ ડિપ્રેસ થઈ જતા હતા. પરંતુ, યહોવાહના સાક્ષીઓએ તેમને પ્રચાર કર્યો ત્યાર પછી, તેમણે તરત મિટિંગોમાં આવવાનું શરૂ કર્યું. મિટિંગમાં તેમણે જે ફિલિપી ૧:૧; ૧ પીતર ૫:૨) આ ભાઈબહેનો ખરેખર તેમના માટે “દિલાસારૂપ” બન્યા છે. (કોલોસી ૪:૧૧) તેઓ તેમને ડૉક્ટર પાસે લઈ જાય છે, તેમના ઘરે નિયમિત મુલાકાત પણ લે છે. તેમ જ તેમના ચાર ઑપરેશન વખતે આ ભાઈબહેનોએ સાથે રહીને તેમને મદદ કરી હતી. હોશે કહે છે: “આ ભાઈબહેનોએ ખરેખર મારી ખૂબ કાળજી લીધી છે. તેઓ તો હવે જાણે મારું કુટુંબ બની ગયા છે. મને તેઓનો સંગાથ ખૂબ જ ગમે છે.”
જોયું અને સાંભળ્યું એ તેમને ખૂબ જ ગમ્યું. દાખલા તરીકે, તેમણે ત્યાં ભાઈબહેનોને એકબીજા માટે કેટલો પ્રેમ છે એ જોયું. તેમ જ, ભાઈબહેનો તેમની સાથે જે રીતે વાતચીત કરી એ પણ તેમને ગમ્યું. હવે એ મંડળના વડીલો અને સેવકાય ચાકરો તેમની કાળજી રાખે છે. (આપવામાં વધારે સુખ છે
રાજા સુલેમાને જ્યારે જણાવ્યું કે “એક કરતા બે ભલા” છે, એની પહેલા તેમણે કહ્યું કે, પૈસા કમાવવા પાછળ પોતાની બધી શક્તિ વેડફી નાખનારને કંઈ જ મળતું નથી. (સભાશિક્ષક ૪:૭-૯) આજે પણ ઘણા લોકો પૈસા પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે. પછી ભલેને તેઓએ કુટુંબ કે બીજાઓ સાથે સંબંધ તોડવા પડે!
વળી, લોભી અને સ્વાર્થી વલણના કારણે પણ ઘણા લોકો પોતાને બીજાઓથી અલગ રાખતા હોય છે. એનાથી તેઓને જીવનમાં સુખ કે સંતોષ જરાય મળતું નથી. એના બદલે તેઓને હતાશા અને નિરાશા જ મળી છે. તેથી, આગળ જણાવેલા અનુભવો બતાવે છે કે, યહોવાહની સેવા કરતા લોકો સાથે મિત્રતા રાખવાથી કેટલું સુખ મળે છે. તેઓને યહોવાહ અને બીજાઓ માટે ખરો પ્રેમ છે. આ વ્યક્તિઓને કઈ ખાસ બાબતે મદદ કરી? ભાઈબહેનોનો પ્રેમ અને ખ્રિસ્તી સભાઓમાં નિયમિત આવવાથી તેઓને જીવનમાં ખરેખરી મદદ મળી છે. તેમ જ હોંશથી પ્રચાર કાર્ય કરીને, તેઓ અળગા રહેવાની ખોટી ચિંતાથી દૂર રહી શક્યા છે.—નીતિવચનો ૧૭:૧૭; હેબ્રી ૧૦:૨૪, ૨૫.
આપણને એકબીજાની જરૂર છે. તેથી, બીજાઓ માટે કંઈક કરીએ ત્યારે આપણને ઘણો જ આનંદ થાય છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનના કાર્યોથી બીજાઓને ઘણો લાભ થયો. તેણે કહ્યું: “વ્યક્તિ શું મેળવે છે એના આધારે નહિ પરંતુ, તે શું આપે છે એનાથી . . . તેની કિંમત થાય છે.” એ ઈસુ ખ્રિસ્તના શબ્દોના સુમેળમાં છે: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) તેથી, આપણે પ્રેમ મેળવીએ એટલું જ નહિ, પરંતુ બીજાઓને પણ પ્રેમ બતાવીએ એ સૌથી મહત્ત્વનું છે.
એક પ્રવાસી નિરીક્ષક, વર્ષો સુધી ઘણા મંડળોની મુલાકાત લીધી છે, જેથી તે ભાઈબહેનોને યહોવાહની સેવામાં વધારે દૃઢ કરી શકે. તેમ જ, તેમણે જેઓ પાસે પૂરતા પૈસા ન હતા, એવા મંડળોને કિંગ્ડમ હૉલ બાંધવામાં પણ મદદ કરી છે. તે ભાઈ કહે છે: “ભાઈબહેનોને આ રીતે મદદ કરવામાં મને ખૂબ જ આનંદ મળે છે. તેમ જ, તેઓના ચહેરા પર ખુશી જોઈને, મને વધારે મદદ કરવાનું મન થાય છે. મારો અનુભવ બતાવે છે કે બીજાઓને મદદ કરવી, એ સાચા સુખની ચાવી છે. એક વડીલ તરીકે હું જાણું છું કે આપણે ‘વાયુથી સંતાવાની જગા, સૂકી ભૂમિમાં પાણીના નાળા જેવા, કંટાળો ઉપજાવનાર દેશમાં વિશાળ ખડકની છાયા જેવા’ થવું જોઈએ.—યશાયાહ ૩૨:૨.
સંપીને રહેવાનું કેવું શોભે છે!
બીજાઓને મદદ કરવામાં અને યહોવાહની સેવા કરતા હોય તેવા ભાઈબહેનોની સંગત રાખવાથી ખરેખર ગીતશાસ્ત્ર ૧૩૩:૧) મીગેલ, ફ્રોલેન અને અલ્મા રૂથના કિસ્સામાં જોયું તેમ, એકબીજાને મદદ કરવા માટે, કુટુંબમાં એકતા હોવી ખૂબ જ જરૂરી છે. વધુમાં, યહોવાહની સેવા એક બનીને કરવાથી કેટલો આશીર્વાદ મળે છે! પ્રેષિત પીતરે, ખ્રિસ્તી પતિ પત્નીને સલાહ આપ્યા પછી લખ્યું: “છેવટે, તમે સર્વ એક મનનાં, બીજાના સુખદુઃખમાં ભાગ લેનારાં, ભાઈઓ પર પ્રીતિ રાખનારાં, કરુણાળુ તથા નમ્ર થાઓ.”—૧ પીતર ૩:૮.
સાચું સુખ મળે છે. ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું: “ભાઈઓ સંપસંપીને રહે તે કેવું સારૂં તથા શોભાયમાન છે!” (સાચી મિત્રતાથી ઘણા જ લાભો થતા હોય છે. જેમ કે, એ સુખ-દુઃખમાં તેમ જ યહોવાહની સેવા કરવામાં મદદ કરે છે. તેથી, પ્રેષિત પાઊલે ભાઈબહેનોને સલાહ આપી: “બીકણોને ઉત્તેજન આપો, નિર્બળોને આશ્રય આપો, સઘળાંની સાથે સહનશીલ થાઓ. . . . સદા એકબીજાનું તથા સઘળાનું કલ્યાણ કરવાને યત્ન કરો.”—૧ થેસ્સાલોનીકી ૫:૧૪, ૧૫.
તેથી, ચાલો આપણે બીજાનું ભલુ કરી શકીએ એવો મોકો શોધતા રહીએ. “આપણે બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં કરીએ.” (ગલાતી ૬:૯, ૧૦) એનાથી આપણા જીવનને ખરો હેતુ તેમ જ સંતોષ મળે છે. ઈસુના શિષ્ય યાકૂબે લખ્યું: “જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડાં હોય અને તેમને રોજનો પૂરતો ખોરાક ન હોય, અને તમારામાંનો કોઈ તેઓને કહે, કે શાંતિથી જાઓ, તાપો, અને તૃપ્ત થાઓ; તો પણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો તેથી શો લાભ થાય?” (યાકૂબ ૨:૧૫, ૧૬) અહિંયા યાકૂબ શું કહેવા માંગતા હતા એ આપણે જાણીએ છીએ કે, આપણે ‘દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર લક્ષમાં’ રાખીએ.—ફિલિપી ૨:૪.
જો કે યહોવાહના સાક્ષીઓ ખાસ જરૂર હોય ત્યારે, અથવા કોઈ આફત આવી પડે ત્યારે તો મદદ કરે જ છે. એ ઉપરાંત, તેઓ બીજાઓને યહોવાહના રાજ્ય વિષે જણાવવા પણ મદદ કરે છે. (માત્થી ૨૪:૧૪) આ સંદેશો જણાવવામાં લગભગ ૬૦ લાખ કરતા પણ વધારે ભાઈબહેનો ભાગ લઈ રહ્યા છે. એ જ બતાવે છે કે, તેઓને બીજાઓ માટે સાચો પ્રેમ છે. ફક્ત એટલું જ નહિ, પણ તેઓ બીજાઓને બાઇબલમાંથી બીજી રીતે પણ મદદ કરી રહ્યા છે. એ શું છે?
સૌથી મહત્ત્વની મદદ કરવી
પરમેશ્વર સાથે ગાઢ સંબંધ રાખવાથી જ, આપણે સાચું સુખ મેળવી શકીશું. એવું કહેવાય છે: “માણસ દરેક જગ્યાએ અને દરેક સમયે, શરૂઆતથી લઈને આજ સુધી, એક એવી વ્યક્તિ માટે તડપે છે જે તેનાથી પણ વધારે શક્તિશાળી હોય, એ જ બતાવે છે કે માણસ જન્મથી જ ધર્મમાં માને છે. . . . આ જોઈને આપણને આશ્ચર્ય થાય છે કે, માણસોની પરમેશ્વર માટેની શોધ અજાયબ છે. તેમ જ એ જાણીને આનંદ થાય છે કે માણસને પરમેશ્વરમાં શ્રદ્ધા છે.”
ઈસુ ખ્રિસ્તે કહ્યું: “આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે.” (માત્થી ૫:૩) જો કે વ્યક્તિ લાંબો સમય સુધી બીજા લોકોથી અલગ રહી શકતી નથી. તો પછી, આપણે પરમેશ્વરથી કઈ રીતે અલગ રહી જ શકીએ! (પ્રકટીકરણ ૪:૧૧) એટલા માટે, “દેવનું જ્ઞાન” લેવું અને આપણા જીવનમાં લાગુ પાડવું, એ સૌથી મહત્ત્વની બાબત હોવી જોઈએ. (નીતિવચનો ૨:૧-૫) ખરેખર, આપણે પરમેશ્વરથી અલગ રહી જ શકતા નથી. તેથી, આપણે હંમેશાં પોતાની તપાસ કરવી જોઈએ કે, પરમેશ્વરની સેવામાં આપણે ક્યાં આવીને ઊભા છીએ. હા, “આખી પૃથ્વી પર પરાત્પર” દેવ યહોવાહ સાથે સારો સબંધ રાખીને જ આપણે સુખ ભોગવી શકીશું.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.
[પાન ૫ પર ચિત્ર]
મીગેલ: “હું એકદમ હતાશ થઈ ગયો હતો. પરંતુ, યહોવાહના સાક્ષીઓ સાથે સંગત રાખવાનું શરૂ કર્યું ત્યારથી મારું જીવન એકદમ બદલાય ગયું”
[પાન ૫ પર ચિત્ર]
અલ્મા રૂથ: “યહોવાહ વિષે શીખીને મને લાગ્યું કે હું તેમની સાથે ગાઢ દોસ્તી બાંધી શકીશ”
[પાન ૬ પર ચિત્ર]
એમીલીયા: ‘સત્ય જાણ્યા પહેલા, મને જીવન એકદમ સૂનું સૂનું લાગતું હતું’
[પાન ૭ પર ચિત્ર]
યહોવાહના ઉપાસકો સાથે સંગત રાખવાથી પરમેશ્વર સાથે ગાઢ સંબંધ રાખવામાં મદદ મળે છે