શું તમે દુઃખોમાં ડૂબી ગયા છો?
શું તમે દુઃખોમાં ડૂબી ગયા છો?
બાઇબલ કહે છે: “[આપણા] દિવસો અલ્પ છે. [આપણું] જીવન મુસીબતોથી ભરેલું છે.” (અયૂબ ૧૪:૧, IBSI) એ ખરું કે, ઘણી વખત આપણે પોતે જ પોતાના પગ પર કુહાડો મારતા હોઈએ છીએ. બાઇબલ માનસિક બીમારીઓની દવા બતાવતું નથી. તેમ છતાં, એ બતાવે છે કે આપણે કઈ રીતે આપણા દુઃખોમાં રાહત મેળવી શકીએ. મોટા ભાગે આપણા પર દુઃખો કોણ લાવે છે એ શું તમે જાણો છો?
બાઇબલ આપણને બતાવે છે કે એક દુષ્ટ દૂત, જેનું નામ શેતાન તથા ડેવિલ છે, તે “આખા જગતને ભમાવે છે.” તે આપણા પર ઘણાં દુઃખો લાવે છે. પરંતુ, બાઇબલ જણાવે છે કે શેતાનના પાપનો ઘડો ભરાઈ ગયો છે. (પ્રકટીકરણ ૧૨:૯, ૧૨) નજીકમાં જ પરમેશ્વર આપણાં દુઃખોનો અંત લાવશે. તેમનો શબ્દ આપણને ગૅરન્ટી આપે છે કે નવી પૃથ્વીમાં કાયમ સુખ અને શાંતિ રહેશે.—૨ પીતર ૩:૧૩.
ખરેખર, આપણા દુઃખોનો અંત નજીક છે. પરમેશ્વરના રાજ્યના રાજા ઈસુ ખ્રિસ્ત આપણા બધા દુઃખોનો અંત લાવશે. એ રાજા વિષે બાઇબલ જણાવે છે: “કેમકે દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુઃખી, જેનો કોઈ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે. તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે, તે દરિદ્રીઓના આત્માઓનું તારણ કરશે. જુલમ તથા બળાત્કારમાંથી તે તેઓના આત્માઓને છોડાવશે; તેની દૃષ્ટિમાં તેઓનું રક્ત મૂલ્યવાન થશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪.
પરમેશ્વર જરૂર પોતાનું વચન પૂરું કરશે. આ સુંદર પૃથ્વી પર આપણે હંમેશાં જીવીશું. (લુક ૨૩:૪૩; યોહાન ૧૭:૩) આવા વચનોથી આપણા દુઃખોનો બોજો ખરેખર હળવો થઈ શકે છે.
[પાન ૩૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
નિરાશ થયેલી છોકરી: Photo ILO/J. Maillard