સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કાલ અને આજ—બાઇબલે મારું જીવન બદલી નાખ્યું

કાલ અને આજ—બાઇબલે મારું જીવન બદલી નાખ્યું

“તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે”

કાલ અને આજ—બાઇબલે મારું જીવન બદલી નાખ્યું

રોલ્ફ-મીખાલ જર્મનીમાં રહે છે. તેના જીવનમાં સંગીત સૌથી મહત્ત્વનું હતું. વળી, તે પાણીની જેમ દારૂ પીતો અને અનેક જાતના ખરાબ ડ્રગ્સ લેતો હતો, જેનાથી તે કોઈ અલગ જ દુનિયામાં ખોવાઈ જતો હતો.

એક દિવસે રોલ્ફ-મીખાલે ચોરીછૂપીથી આફ્રિકામાં ડ્રગ્સ લઈ જવાનો પ્રયત્ન કર્યો. પણ તે પકડાઈ ગયો અને તેને ૧૩ મહિનાની જેલ થઈ. ત્યાં કેદમાં તે વિચારવા લાગ્યો કે મારા જીવનનો હેતુ શું છે?

રોલ્ફ-મીખાલ અને તેમની પત્ની અરસુલા જીવનમાં નિરાશ થઈ ગયા હતા અને જીવનનો હેતુ શું છે એ શોધવા લાગ્યા. તેઓ પરમેશ્વર વિષે વધારે શીખવા માંગતા હતા. તેમ જ, જીવનને લગતા અમુક પ્રશ્નો જાણવા માંગતા હતા. તેથી, તેઓએ જુદા જુદા ચર્ચમાં અને ધર્મમાં ફાંફાં માર્યા. તેમ છતાં, તેમના પ્રશ્નોના કોઈ પણ જગ્યાએ જવાબ ના મળ્યા. વધુમાં, તેઓ જીવનમાં ફેરફારો કરી શકે એવું ઉત્તેજન તેઓને ક્યાંય ના મળ્યું.

થોડા સમય પછી, રોલ્ફ-મીખાલ અને અરસુલા યહોવાહના સાક્ષીઓને મળ્યા. તેઓ ધીરે-ધીરે બાઇબલ શીખવા લાગ્યા. રોલ્ફ-મીખાલે યાકૂબ ૪:૮ની કલમ વાંચી, ત્યારે તેના દિલ પર ઊંડી અસર થઈ, જે કહે છે: “તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” એ કલમ વાંચી રોલ્ફે નિર્ણય કર્યો કે, હવેથી ‘તે તેનો જૂનો સ્વભાવ તજી દઈને, પવિત્ર, ન્યાયી અને નવી વ્યક્તિ બની શકે માટે નવો સ્વભાવ પહેરી લેશે.’—એફેસી ૪:૨૨-૨૪, IBSI.

પણ રોલ્ફ નવો સ્વભાવ કઈ રીતે કેળવી શકે? રોલ્ફ-મીખાલને બાઇબલમાંથી “ઈશ્વર વિષેનું સંપૂર્ણ જ્ઞાન” શીખવા મળ્યું કે, વ્યક્તિનો સ્વભાવ ‘સર્જનહાર [યહોવાહ] પોતાની પ્રતિમા પ્રમાણે સતત નવો કરતા જાય છે.’—કોલોસી ૩:૯-૧૧, પ્રેમસંદેશ.

જેમ જેમ રોલ્ફ-મીખાલે યહોવાહનું જ્ઞાન લીધું, તેમ તેમ તે પોતાના જીવનમાં બાઇબલના સિદ્ધાંતોનો અમલ કરતો ગયો. (યોહાન ૧૭:૩) પરંતુ, ડ્રગ્સની આદત તેનો પીછો છોડતી ન હતી. તેથી, તેણે યહોવાહને ખૂબ જ પ્રાર્થના કરી જેનાથી તેને ઘણી મદદ મળી. (૧ યોહાન ૫:૧૪, ૧૫) તેમ જ, મંડળના ભાઈબહેનોએ પણ તેને આ આદત છોડવા માટે ઘણી જ મદદ કરી.

વળી, રોલ્ફને શીખવા મળ્યું કે આ જગતનો અંત એકદમ નજીક છે. પરંતુ, જે યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવે છે તેને કાયમનું જીવન મળશે. આ જાણીને રોલ્ફ-મીખાલે નિર્ણય લીધો કે તેને યહોવાહ દેવ સાથે ગાઢ સંબંધ કેળવવો છે. આ જગતની સાથે તેને કોઈ સંબંધ રાખવો નથી. (૧ યોહાન ૨:૧૫-૧૭) વળી, નીતિવચનો ૨૭:૧૧ના શબ્દોથી પણ રોલ્ફને ખૂબ જ ઉત્તેજન મળ્યું, જે કહે છે: “મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ, કે મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.” રોલ્ફ-મીખાલે કહ્યું કે, “આ કલમ દ્વારા મને જાણવા મળ્યું કે યહોવાહ પ્રેમાળુ દેવ છે. વળી, આપણે તેમને ખુશ કરી શકીએ માટે તે આપણને ઘણા મોકા આપે છે.”

રોલ્ફ-મીખાલ, તેની પત્ની અને ત્રણ બાળકોની જેમ, આજે હજારો લોકોને બાઇબલના સિદ્ધાંતોથી ફાયદો થયો છે. પણ આજે એવા લોકો ક્યાં મળી શકે? યહોવાહના સાક્ષીઓના મંડળોમાં જે આખી દુનિયામાં ચાલી રહેલા છે. રોલ્ફ-મીખાલનો અનુભવ આપણને સાબિત કરી આપે છે કે, યહોવાહના સાક્ષીઓ કુટુંબને એક કરે છે, જુદા પાડવામાં તેઓ નથી માનતા.—હેબ્રી ૪:૧૨.

રોલ્ફ-મીખાલે કહે છે કે, તેનું કુટુંબ માત્થી ૬:૩૩ પ્રમાણે દેવની સેવાને જીવનમાં પહેલા રાખે છે. હવે રોલ્ફ અને તેનું કુટુંબ ખ્રિસ્તીઓ તરીકે યહોવાહની સેવા કરી રહ્યા છે, એનાથી તેઓ ઘણા જ ખુશ છે. તેઓ ગીતશાસ્ત્રના લેખકની જેમ કહે છે: “હું યહોવાહના મારા પર થએલા સર્વ ઉપકારોનો તેને શો બદલો આપું?”—ગીતશાસ્ત્ર ૧૧૬:૧૨.

[પાન ૯ પર બ્લર્બ]

વ્યક્તિ પરમેશ્વરને ખુશ કરી શકે માટે તે દરેકને ઘણા મોકા આપે છે

[પાન ૯ પર બોક્સ]

બાઇબલના સિદ્ધાંતો

ખરાબ આદતોના રવાડે ચડી ગયેલાને મદદ કરી હોય, એવા અમુક બાઇબલના સિદ્ધાંતો:

“હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાનો દ્વેષ કરો.” (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) ડ્રગ્સ જેવી ખરાબ આદતોથી જીવન કેટલું ખતરનાક બની શકે છે, એ જાણ્યા પછી અને એવી ગંદી આદતોને નફરત કરવાથી કોઈ પણ પરમેશ્વરને ખુશ કરી શકે છે.

“જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” (નીતિવચનો ૧૩:૨૦) ડ્રગ્સથી દૂર રહેવા માટે કોઈ પણ વ્યક્તિએ પોતાના દોસ્તો કેવા છે એ તપાસ કરી લેવી જોઈએ. એ માટે મંડળના ભાઈ-બહેનો સાથે દોસ્તી રાખવી ખૂબ જ જરૂરી છે જેઓ તમને આવી કોઈ પણ બાબત સામે લડવા મદદ કરી શકે.

“કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” (ફિલિપી ૪:૬, ૭) મનની શાંતિ ડ્રગ્સ લેવાથી નથી મળતી એ મનમાં બરાબર ઠસાવી લેવું જોઈએ. પરંતુ, પરમેશ્વરને પ્રાર્થના કરવાથી જીવનની કોઈ પણ તકલીફોનો સામનો કરી શકાય છે.