‘મારો બોલ સાચો પડશે જ’
‘માર બોલ સાચો પડશે જ’
ઇતિહાસ પુરાવો આપે છે કે માણસો પોતાનાં વચનો પાળતા નથી. વધુમાં, દેશ-વિદેશમાં એકબીજા સાથે શાંતિનો કરાર તો કરે છે, પણ થોડા સમય પછી તેઓ એકબીજા સાથે યુદ્ધ કરે છે. તેથી નેપોલિયને કહ્યું કે, “સરકારો તેઓનું વચન ત્યારે જ પાળશે જ્યારે તેઓને પાળવાનું દબાણ કરવામાં આવે કે પછી જ્યારે તેઓને કંઈક લાભ થતો હોય.”
આજે ઘણાં વચનો આપવામાં આવે છે, અમુક પાળે છે બીજા નથી પાળતા. પણ જ્યારે આપણો દોસ્ત તેનો બોલ ના પાળે, ત્યારે આપણને એકદમ ખરાબ લાગે છે.
પરંતુ, દેવનાં વચન અને માણસનાં વચનમાં આભ જમીનનો ફરક છે. યહોવાહ દેવનો બોલ સાચો પડશે જ અને તે થશે, થશે ને થશે જ. તેથી પ્રબોધક યશાયાહે કહ્યું કે, “મારૂં વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે; મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના, તે ફોકટ મારી પાસે પાછું વળશે નહિ.”—યશાયાહ ૫૫:૧૧.
તેથી, આપણે દેવનાં વચનોમાં પૂરો ભરોસો રાખી શકીએ. દાખલા તરીકે, પ્રેષિત યોહાને લખ્યું: “જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” (પ્રકટીકરણ ૨૧:૩, ૪) આ આશીર્વાદો આપણને મળી શકે જો આપણે ઈસુ ખ્રિસ્તની આ સલાહ પાળીએ: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.