સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે ‘આર પર લાત મારો છો?’

શું તમે ‘આર પર લાત મારો છો?’

શું તમે ‘આર પર લાત મારો છો?’

બાઇબલના સમયમાં બળદને હાંકવા આરનો ઉપયોગ કરવામાં આવતો હતો. એક અણીદાર લાંબા સળિયાને આર કહેવામાં આવે છે અને અમુક જગ્યાએ લોકો અણી પર ખીલી મૂકે છે. જો બળદને આર લાગે પણ એ આગળ ન વધે તો, આર એને જ વધારે ભોંકાશે.

પ્રથમ સદીમાં શાઊલ ખ્રિસ્તીઓને ખૂબ સતાવતો હતો. એક વખતે સજીવન પામેલા ઈસુએ રસ્તામાં તેમને રોકીને આર વિષે જણાવ્યું. શાઊલે સૂરજના પ્રકાશમાંથી ઈસુને સાંભળ્યા: “શાઊલ, શાઊલ, તું મને શા માટે સતાવે છે? આર પર લાત મારવાથી તું પોતાને જ નુકસાન પહોંચાડે છે.” ખ્રિસ્તીઓને ત્રાસ આપીને શાઊલ ઈશ્વર વિરુદ્ધ જતો હતો. તે પોતાને જ નુકસાન પહોંચાડતો હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૧૪, IBSI.

શું તમે પણ કોઈ વાર અજાણતા ‘આર પર લાત મારો છો?’ બાઇબલ કહે છે, “બુદ્ધિમાનનાં વચનો આર જેવાં છે” જે આપણને સીધા રસ્તા પર રાખે છે. (સભાશિક્ષક ૧૨:૧૧) બાઇબલની સલાહ પ્રમાણે ચાલવાથી, તમને ખરું માર્ગદર્શન મળે છે. (૨ તીમોથી ૩:૧૬) પરંતુ, જો તમે એ ન પાળો તો, તમને જ નુકસાન થશે.

શાઊલે ઈસુનું કહ્યું માન્યું. તે પોતાનું જીવન બદલીને પ્રેષિત પાઊલ બન્યા. હવે ખ્રિસ્તીઓ તેમને ખૂબ વહાલા ગણતા. જો તમે બાઇબલની સલાહ માનો તો, તમને ઈશ્વર ભરપૂર આશીર્વાદો આપશે.—નીતિવચનો ૩:૧-૬.

[પાન ૩૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

L. Chapons/Illustrirte Familien-Bibel nach der deutschen Uebersetzung Dr. Martin Luthers