સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“હું માની જ નથી શકતી!”

“હું માની જ નથી શકતી!”

રાજ્ય પ્રચારકોનો અહેવાલ

“હું માની જ નથી શકતી!”

પોલેન્ડમાં ડોરાથા પૂરા સમયની પાયોનિયર છે. તે પોતાના ૧૪ વર્ષના દીકરાના ચેક-અપ માટે સ્કૂલના દવાખાનામાં લઈ ગઈ હતી. તેમના દીકરાને તપાસતી ડૉક્ટર યાનીનાએ, * ડોરાથાને તેમનો દીકરો ઘરમાં શું શું કરે છે એ વિષે પૂછ્યું.

ડોરાથાએ કહ્યું, “હું રાંધી શકતી નથી ત્યારે, મારો દીકરો અમારા પરિવારના છ લોકોનું સાંજનું ભોજન બનાવે છે. તે ઘરની સાફ-સફાઈ કરે છે. તેમ જ ઘરની આજુબાજુ ક્યાંય સમારકામ કરવાનું હોય તો, તે પણ કરે છે. તેને વાંચવાનો ભારે શોખ છે. તે એક હોંશિયાર વિદ્યાર્થી છે.”

ડૉક્ટરે કહ્યું, “હું માની શકતી નથી. હું અહીં લગભગ ૧૨ વર્ષથી કામ કરું છું. અને મેં કદી આવું સાંભળ્યું નથી.”

ડોરાથાને પ્રચાર કરવાનો સારો મોકો મળ્યો એટલે તક ઝડપી લેતા તેમણે કહ્યું: “આજે ઘણા માબાપ પોતાના બાળકોને તાલીમ આપતા નથી. આથી, તેમના બાળકોને સ્વમાન જેવું કંઈ હોતું નથી.”

ડૉક્ટરે પૂછ્યું, “આવી બાબતો વિષે મોટા ભાગના માબાપ ક્યાં જાણે છે. તો પછી, તમને આ બાબતની કેવી રીતે ખબર પડી?”

ડોરાથાએ કહ્યું, “બાઇબલમાં કિંમતી માહિતી આપવામાં આવી છે. દાખલા તરીકે, પુનર્નિયમ ૬:૬-૯ અનુસાર, માબાપોએ બાળકોમાં સદ્‍ગુણો સિંચવા જોઈએ. પણ એ કરવા પહેલાં, એ સદ્‍ગુણો તેઓના પોતાના દિલમાં હોવા જોઈએ.”

“હું માની જ નથી શકતી!” ડૉક્ટરે કહ્યું. પછી, તેમણે ડોરથાને પૂછ્યું કે ‘બાઇબલ કઈ રીતે તમારા બાળકોને મોટા કરવામાં અને શિક્ષણ આપવામાં મદદ કરે છે?’

ડોરાથાએ બતાવ્યું, “અમે દર અઠવાડિયે અમારા બાળકો સાથે પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે પુસ્તકમાંથી બાઇબલનો અભ્યાસ કરીએ છીએ.” * પછી, એ પુસ્તક અને એમાં આપવામાં આવેલા અમુક મહત્ત્વના વિષય વિષે ડોરાથા ડૉક્ટરને જણાવે છે.

ડૉક્ટરે કહ્યું, “આ બહુ અદ્‍ભુત માહિતી છે. શું હું એ પુસ્તક જોઈ શકું?”

ડોરાથા એક કલાકમાં પુસ્તક લઈને પાછી આવી.

ડૉક્ટરે પુસ્તકના પાના આમતેમ ફેરવતા પૂછ્યું, “તારો કયો ધર્મ છે?”

“હું યહોવાહની સાક્ષી છું.”

“બીજા ધર્મના લોકો સાથે યહોવાહના સાક્ષીઓ કેવો વ્યવહાર કરે છે?”

ડોરાથાએ કહ્યું, “જેમ હું તમારી સાથે આદરથી વર્તી રહી છું, એ જ રીતે વર્તે છે. અમે ઇચ્છીએ છીએ કે સર્વ લોકો બાઇબલ સત્યનું જ્ઞાન મેળવે.”

ડૉક્ટરે કહ્યું, “તમારી સાથે વાત કરવાની મને બહુ જ મજા આવી છે.”

છેવટે ડોરાથાએ ડૉક્ટરને બાઇબલ વાંચવાનું કહેતા કહ્યું, “એનાથી તમને જીવનનો હેતુ શું છે એ ખબર પડશે, વધુમાં તમને તમારા કામમાં પણ મદદ કરશે.”

ડૉક્ટરે કહ્યું, “ખરેખર, હવે તો મારે વાંચવું જ પડશે.”

મોકાને ઝડપી લઈને ડોરાથાએ ડૉક્ટરને સરસ સાક્ષી આપી.—૧ પીતર ૩:૧૫.

[ફુટનોટ્‌સ]

^ આ ડૉક્ટરનું ખરું નામ નથી.

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.