સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

ઉત્પત્તિ ૩:૨૨માં યહોવાહ “આપણામાંના એકના સરખો” કહી કોની સાથે વાત કરતા હતા?

યહોવાહ પરમેશ્વરે કહ્યું: “તે માણસ આપણામાંના એકના સરખો ભલુંભૂંડું જાણનાર થયો છે.” (ઉત્પત્તિ ૩:૨૨) અહીં યહોવાહ પોતાની અને પોતાના એકના એક પુત્રની વાત કરતા હતા. ચાલો આપણે એ વિષે જોઈએ.

યહોવાહે આદમ અને હવાને સજા જાહેર કરી, પછી આ શબ્દો કહ્યા હતા. કેટલાકનું માનવું છે કે “આપણામાંના એકનો સરખો” શબ્દો વ્યક્તિને પોતાને માટે કહેવામાં આવ્યા છે. જો કે ઉત્પત્તિ ૧:૨૬ અને ૩:૨૨ વિષે એક સ્કૉલર, ડૉનાલ્ડ ઈ. ગોઆન કહે છે: ‘જૂના કરારમાં કોઈ સાબિતી નથી કે એ શબ્દો બહુમાન માટે . . . કે ત્રૈક્યની વ્યક્તિઓ માટે બહુવચન તરીકે વાપરવામાં આવ્યા હોય. ઉત્પત્તિ ૩:૨૨માં “આપણામાંના એકના સરખો” શબ્દો સાથે એમાંના એકેય વિચારો બંધબેસતા નથી.’

શું યહોવાહ પરમેશ્વર, શેતાન સાથે વાત કરતા હોય શકે? શેતાને પોતાને માટે અને આદમ તથા હવા માટે “ભલુંભૂંડું” નક્કી કરવાનો નિર્ણય પોતે જ લીધો હતો. તેથી, એવું તો બની જ કેમ શકે? એ કલમમાં યહોવાહ “આપણામાંના એકના સરખો” કહે છે. યહોવાહના વફાદાર સ્વર્ગ દૂતોમાંથી શેતાનને તો ક્યારનો કાઢી મૂકવામાં આવ્યો હતો, તો પછી એ યહોવાહની સાથે કેવી રીતે હોય શકે?

શું યહોવાહ પોતાના વફાદાર સ્વર્ગ દૂતો સાથે વાત કરી રહ્યા હતા? આપણે એ ચોક્કસ ન કહી શકીએ. તેમ છતાં, ઉત્પત્તિ ૧:૨૬ અને ૩:૨૨માં જે સરખાપણું જોવા મળે છે, એ મદદ કરી શકે. ઉત્પત્તિ ૧:૨૬માં યહોવાહ કહે છે: “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ.” તેમણે આ શબ્દો કોને કહ્યા હતા? જે સ્વર્ગ દૂત, સંપૂર્ણ વ્યક્તિ બન્યા, એમના વિષે પ્રેષિત પાઊલે કહ્યું હતું: “તે અદૃશ્ય દેવની પ્રતિમા, સર્વ સૃષ્ટિનો પ્રથમજનિત છે; કેમકે તેનાથી બધાં ઉત્પન્‍ન થયાં, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે.” (કોલોસી ૧:૧૫, ૧૬) ખરેખર, ઉત્પત્તિ ૧:૨૬માં યહોવાહ પોતાના એકના એક પુત્ર, “કુશળ કારીગર” વિષે વાત કરતા હતા. આકાશ અને પૃથ્વીને ઉત્પન્‍ન કરવામાં આવ્યા ત્યારે, તે યહોવાહની સાથે હતા. (નીતિવચનો ૮:૨૨-૩૧) ઉત્પત્તિ ૩:૨૨માંના શબ્દો જણાવે છે કે યહોવાહ પોતાની એકદમ નજીક હોય, એવા પોતાના એકના એક પુત્ર સાથે વાત કરી રહ્યા હતા.

યહોવાહના એકના એક પુત્ર “ભલુંભૂંડું” જાણતા હતા. યહોવાહ સાથેના લાંબા સમયના અનુભવથી, તેમણે પોતાના પિતાના વિચારો, સિદ્ધાંતો અને સંસ્કાર સારી રીતે દિલમાં ઉતાર્યા હતા. વળી, પિતાએ જોયું કે પોતાના દીકરાએ સારા સંસ્કાર પાળ્યા છે, જેનાથી તે પોતે ગર્વથી માથું ઊંચું રાખી શકે છે. તેથી, યહોવાહે પોતાના પુત્રને એટલી છૂટ આપી હોય શકે કે દરેક બાબતમાં પિતાને પૂછવાની જરૂર ન હતી. આ રીતે અમુક હદે પુત્રએ પોતે ભલા કે ભૂંડાની બાબતે નિર્ણય લીધા હોય શકે. પરંતુ શેતાન, આદમ અને હવાની જેમ તેમણે કદી ન કર્યું. એના બદલે, ભલા-ભૂંડા વિષે દરેક બાબતમાં તે યહોવાહના ધોરણને જ વળગી રહ્યા.