સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શા માટે એલીશાએ એલીયાહના “આત્માનો બમણો હિસ્સો” માગ્યો?

એલીયાહ ઈસ્રાએલના પ્રબોધક અને એલીશાના ગુરુ હતા. એલીયાહની સેવા પૂરી થવા આવી ત્યારે, યુવાન એલીશાએ તેમને વિનંતી કરી: “કૃપા કરીને તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે.” (૨ રાજાઓ ૨:૯) શું એલીશા લોભ કરતા હતા? ના, એલીશા એલીયાહને પિતા સમાન ગણતા હતા. (૨ રાજાઓ ૨:૧૨) એ વખતના રિવાજ પ્રમાણે મોટો દીકરો પિતાના વારસાનો બમણો હિસ્સો મેળવતો હતો. બાકીના દીકરાઓને એક એક ભાગ મળતો. (પુનર્નિયમ ૨૧:૧૭) એલીશા અને એલીયાહના આ બનાવમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. ચાલો આપણે એ બનાવ તપાસીએ.

લગભગ ૬ વર્ષ સુધી એલીશાએ, પ્રબોધક એલીયાહને પૂરેપૂરો સાથ આપ્યો. એલીયાહની પ્રબોધ કરવાની સેવા પૂરી થવા આવી હતી. યહોવાહે કહ્યું કે તેમની જવાબદારી એલીશા લેશે. (૧ રાજાઓ ૧૯:૧૯-૨૧) એલીયાહનો ઈસ્રાએલમાં છેલ્લો દિવસ હતો ત્યારે પણ એલીશાએ પોતાના ગુરુને છોડ્યા નહિ. ત્રણ વાર એલીયાહે તેમનો પીછો છોડી દેવાનું કહ્યું. પણ ત્રણેવ વાર એલીશાએ કહ્યું: “હું તને છોડીશ નહિ.”—૨ રાજાઓ ૨:૨, ૪, ૬; ૩:૧૧.

આપણે જોઈ ગયા તેમ, એલીશા ખરેખર એલીયાહના પોતાના દીકરા ન હતા. એ દિવસોમાં એક ટોળું હતું જે “પ્રબોધકોના પુત્રો” તરીકે ઓળખાતું હતું. તેઓ ખરેખર એલીયાહના “પુત્રો” ન હતા, પણ તેઓ તેમને પિતા સમાન ગણતા હતા. (૨ રાજાઓ ૨:૩, ૫, ૭, ૧૫-૧૭) પણ આ ટોળામાંથી એલીશા જાણે કે મોટા દીકરા જેવા હતા, કેમ કે યહોવાહે તેમને એલીયાહની જવાબદારી સોંપી હતી. એટલે એલીશાએ શક્તિનો બમણો હિસ્સો માંગ્યો હતો.

પરંતુ, શા માટે એલીશાએ એવી માંગ કરી? એલીયાહ ઈસ્રાએલમાં પ્રબોધક હતા. એ જવાબદારી કંઈ જેવી તેવી ન હતી. હવે એ ભારે જવાબદારી એલીશા પર આવી પડી હતી. પરંતુ, તેમને એ ગજા ઉપરાંતનું લાગતું હતું. (૨ રાજાઓ ૧:૩, ૪, ૧૫, ૧૬) તેથી, એલીયાહની જેમ તેમને હિંમત અને યહોવાહ માટે એવો ઉત્સાહ અને “ઘણી જ આસ્થા” જોઈતી હતી. (૧ રાજાઓ ૧૯:૧૦, ૧૪) તો પછી એલીયાહે આ માંગણીના જવાબમાં શું કહ્યું?

એલીયાહ જાણતા હતા કે આ શક્તિ કે આશીર્વાદ યહોવાહ તરફથી જ આવે છે. તેથી, તેમણે એલીશાને કહ્યું: “તેં જે માગણી કરી છે તે ભારે છે; તોપણ જો તારી પાસેથી લઈ લેવાતો મને તું જોશે, તો તને એ પ્રમાણે થશે.” (૨ રાજાઓ ૨:૧૦) જ્યારે એલીયાહ એક વંટોળિયામાં આકાશમાં ચઢી જાય છે, ત્યારે એલીશા બધું જોવે છે. (૨ રાજાઓ ૨:૧૧, ૧૨) તેથી, એલીશાને પૂરી ખાતરી મળે છે કે યહોવાહે તેમને બમણો આશીર્વાદ આપ્યો છે. યહોવાહની શક્તિથી એલીશા આ ભારે જવાબદારી ઉપાડી શક્યા. તેમ જ, જે કોઈ સતાવણી આવી, તે એ હિંમતથી સહી શક્યા.

આજે, અભિષિક્ત ખ્રિસ્તીઓ (કેટલીક વાર એલીશા વર્ગ કહેવામાં આવે છે) અને યહોવાહના બીજા સેવકો આ બનાવમાંથી ઘણું ઉત્તેજન મેળવી શકે છે. દાખલા તરીકે, મંડળમાં આપણને એક નવી જવાબદારી મળે છે. અથવા પ્રચાર કામમાં આપણને લોકોથી ગભરાતા હોઈએ. આવી અનેક તકલીફોમાં આપણે યહોવાહ પાસેથી શક્તિ અને આશીર્વાદ માગી શકીએ. તે ખરેખર આપણને પૂરો સાથ આપશે જેથી આપણે કદી હિંમત ન હારીએ. (લુક ૧૧:૧૩; ૨ કોરીંથી ૪:૭; ફિલિપી ૪:૧૩) ભલે આપણે યુવાન હોઈએ કે ઘરડા, પણ એલીશાની જેમ, યહોવાહ આપણને ખૂબ શક્તિ આપશે. જેનાથી આપણે હિંમત અને ઉત્સાહથી પ્રચાર કરતા રહીશું.—૨ તીમોથી ૪:૫.