સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શું ખ્રિસ્તીઓએ આવા પથ્થર કે રત્નવાળી વસ્તુઓ પહેરવી જોઈએ?

અમુક સમાજમાં વ્યક્તિનો જન્મ જે મહિનામાં થયો હોય, એના પરથી પથ્થર કે રત્નની પસંદગી થાય છે. દરેક ભાઈ-બહેને જાતે નિર્ણય કરવો પડશે કે આવા જુદા જુદા રંગના કીમતી પથ્થર કે રત્નની વીંટી પહેરવી કે કેમ! (ગલાતી ૬:૫) પરંતુ, એ નિર્ણય લેતા પહેલાં આ બાબતોનો વિચાર કરવો જોઈએ.

દાખલા તરીકે, એન્સાયક્લોપેડિયા બ્રિટાનીકા જણાવે છે: ‘જન્મદિવસ જે મહિનામાં આવે, એનો પથ્થર કે રત્ન પહેરનાર, શકુનમાં માને છે અથવા તબિયત સારી રહે એવું ચાહે છે. વળી, જ્યોતિષીઓનું માનવું છે કે એવા રત્નો કે પથ્થરોમાં કોઈક અદ્રભુત શક્તિ રહેલી છે.’

ખાસ કરીને, પહેલાના જમાનામાં ઘણા લોકો આવા પથ્થર કે રત્નો પહેરતા. તેઓ માનતા કે એનાથી પોતે ભાગ્યશાળી બનશે. પરંતુ, શું સાચા ખ્રિસ્તીઓ એમ માનતા હતા? ના. અમુક ખ્રિસ્તીઓ યહોવાહને છોડીને “સૌભાગ્ય દેવીને” માનવા લાગ્યા હતા. એનાથી યહોવાહને સખત નફરત હતી.—યશાયાહ ૬૫:૧૧.

મધ્ય યુગમાં, જ્યોતિષીઓએ દરેક મહિના માટે એક એક રત્ન પસંદ કર્યું હતું. તેઓએ લોકોને જન્મદિન જે મહિનામાં આવે, એનું રત્ન પહેરવા જણાવ્યું. જેથી તેઓ પર કોઈ પણ પનોતી ન બેસે. પરંતુ, ખ્રિસ્તીઓએ આવા કોઈ પણ જ્યોતિષીઓનું માનવું ન જોઈએ. એવી બાબતોને બાઇબલ સખત નફરત કરે છે. (પુનર્નિયમ ૧૮:૯-૧૨) તેથી, જન્મને લગતી આ રીતે ખાસ પસંદ કરેલી રત્ન કે પથ્થરવાળી વીંટી પહેરવી, ખ્રિસ્તીઓ માટે યોગ્ય નથી.

વળી, યહોવાહના સાક્ષીઓ જન્મ દિવસ પણ ઉજવતા નથી. શા માટે? એના બે કારણો છે. પહેલું કે જન્મ દિવસની ઉજવણી વ્યક્તિને વધારે પડતું માન આપે છે. બીજું કે, બાઇબલ ફક્ત એવા લોકોના જન્મ દિવસની ઉજવણી વિષે જણાવે છે, જેઓ યહોવાહના સેવકો ન હતા.—ઉત્પત્તિ ૪૦:૨૦; માત્થી ૧૪:૬-૧૦.

તેમ જ, અમુક લોકો માને છે કે આવા પથ્થર કે રત્ન પહેરવાથી તેમનો સ્વભાવ સારો થઈ જશે. પરંતુ, સાચા ખ્રિસ્તીઓ એમ માનતા નથી. તેઓ જાણે છે કે સારો સ્વભાવ કંઈ આમને આમ નથી આવી જતો. એ તો યહોવાહની પવિત્ર શક્તિ અને તેમના શાસ્ત્રથી કેળવી શકાય છે.—એફેસી ૪:૨૨-૨૪, પ્રેમસંદેશ.

વળી, આવા કીમતી પથ્થર કે રત્નવાળી વીંટી પહેરવા પાછળ કંઈક કારણ રહેલું હોય છે. વ્યક્તિ વિચારી શકે: “શું હું એવી વીંટી ધાર્મિક કારણથી પહેરું છું કે ફક્ત મને ગમે છે એટલા માટે પહેરું છું? કે પછી હું પણ અમુક લોકોની જેમ કોઈ વહેમને કારણે પહેરું છું.”

સાચા ખ્રિસ્તીઓએ પોતાના દિલની તપાસ કરવી જોઈએ. બાઇબલ જણાવે છે: “પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ; કેમકે તેમાંથી જ જીવનનો ઉદ્‍ભવ છે.” (નીતિવચનો ૪:૨૩) વળી, તેઓએ એ પણ જોવું જોઈએ કે એની બીજાઓ પર શું અસર પડશે. (રૂમીઓને પત્ર ૧૪:૧૩) પછી, તેઓ પોતે નક્કી કરી શકે કે આવા રંગ-બેરંગી પથ્થર કે રત્ન, પહેરવા કે ન પહેરવા.