સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘દરેક સારાં કાર્યો માટે તૈયાર રહો’

‘દરેક સારાં કાર્યો માટે તૈયાર રહો’

‘દરેક સારાં કાર્યો માટે તૈયાર રહો’

“તારા લોકને અધિકારીઓ અને સત્તાઓને આધીન રહેવાનું યાદ કરાવ. તેમણે તેમના કહેવા પ્રમાણે કરવું અને દરેક સારા કાર્ય માટે તૈયાર રહેવું.” (તીતસ ૩:૧, પ્રેમસંદેશ) પ્રેષિત પાઊલે ભાઈબહેનોને આ સલાહ આપી ત્યારે, તે કયા સારાં કાર્યો વિષે જણાવી રહ્યા હતા? બાઇબલ સ્કોલર ઈ. એફ. સ્કોટે એક સારાં કાર્યનો ઉલ્લેખ કરતાં કહ્યું: “ખ્રિસ્તીઓએ ફક્ત અધિકારીઓને આધીન જ રહેવાનું ન હતું. પરંતુ તેઓએ સારાં કાર્યો કરવા માટે પણ તૈયાર રહેવાનું હતું. . . . જ્યારે પણ જરૂર ઊભી થાય ત્યારે, સમાજમાં લોકોને મદદ કરવા માટે ખ્રિસ્તીઓએ સૌ પ્રથમ રહેવાનું હતું. ગમે ત્યારે આગ કે મરકી ફાટી નીકળે કે વિવિધ પ્રકારની મુશ્કેલીઓ આવી પડે ત્યારે, સર્વ નાગરિકોએ પોતાના પડોશીઓને મદદ કરવાની હતી.”

પરમેશ્વરના નિયમ અને સામાજિક કાર્ય વચ્ચે મતભેદ થતો ન હોય ત્યાં સુધી, ખ્રિસ્તીઓ અમુક કાર્યોમાં ભાગ લે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯) દાખલા તરીકે, જાપાનના એબીના ફાયર ડિપાર્ટમેન્ટે સાક્ષીઓની બ્રાંચ ઑફિસને અમુક માર્ગદર્શન આપ્યું. જેથી, દર વર્ષે બ્રાંચમાં તાલીમ આપવામાં આવે છે કે આગ લાગે ત્યારે કયા પગલાં લેવા જોઈએ. આવી સભા હોય ત્યારે, આખું બેથેલ પરિવાર સૂચનો સાંભળવા માટે ભેગું મળે છે.

છેલ્લા ૧૦ વર્ષથી એબીનાના અધિકારીઓ જાહેર સભા ગોઠવે છે. આ સભામાં તેઓ સૂચનો આપે છે કે કઈ રીતે સાવચેત રહેવાથી આગ લાગવાના જોખમ ઓછા થઈ જાય છે. એમાં શહેરની કંપનીઓ આગ હોલવવા તથા એને કાબૂમાં રાખવાના દૃશ્યો બતાવે છે. આ સભામાં જાપાનની બ્રાંચ ઑફિસ પણ ભાગ લે છે. ઘણી વખતે બ્રાંચને અને સ્ટાફને ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૧માં, તેઓને પ્રદર્શનમાં પ્રથમ ઍવૉર્ડ આપવામાં આવ્યો. ત્યાંના ભાઈઓ આગમાંથી લોકોને બચાવવા માટે હંમેશાં તૈયાર હોય છે.

અમૂલ્ય સેવા

જોકે યહોવાહના સાક્ષીઓ સૌથી મહત્ત્વનું કામ પણ કરે છે. એ કાર્ય પણ જીવન બચાવનારું છે. તેઓ નિયમિત રીતે પડોશીઓની મુલાકાત લઈને પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરે છે. (માત્થી ૨૪:૧૪) સાક્ષીઓ લોકોને બાઇબલ શિક્ષણ લેવાનું અને એ પ્રમાણે જીવવાનું ઉત્તેજન આપે છે. જેથી, તેઓ હમણાંનું પણ સારું જીવન જીવી શકે. તેમ જ, શાંતિ અને સલામતી હોય એવા જગતમાં અનંતજીવનની આશા રાખે.

કેટલાક લોકો યહોવાહના સાક્ષીઓ જે અમૂલ્ય સેવા આપે છે એનું મૂલ્ય સમજતા નથી અને તેઓને આફત તરીકે જુએ છે. પરંતુ, કૅનેડાની ક્યૂબેક સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જીન ક્રેપોનો અલગ જ વિચાર હતો. ક્યૂબેકમાં, બલાન્વીલ શહેરે એક નિયમ સ્થાપ્યો કે યહોવાહના સાક્ષીઓને ઘરે ઘરે પ્રચાર કરવા પરવાનગી માંગવી પડશે. તેથી, સાક્ષીઓ આ કેસને અદાલતમાં લઈ ગયા. એ વિષે કોર્ટનો નિર્ણય આપતા ક્રેપો ન્યાયાધીશે કહ્યું: “યહોવાહના સાક્ષીઓ મુલાકાત લે છે એ ખ્રિસ્તી સમાજની સેવા છે અને . . . સાક્ષીઓ રસ ધરાવનાર નાગરિકોને જે પ્રકાશનો આપે છે એમાં ધર્મ, બાઇબલ, ડ્રગ્સ, આલ્કોહોલ, યુવાનોને શિક્ષણ, લગ્‍ન જીવનમાં સમસ્યાઓ અને છૂટાછેડા જેવા મહત્ત્વના વિષયોની ચર્ચા કરે છે.” વધુમાં તેમણે જણાવ્યું: “કોર્ટ એટલું જ કહી શકે કે યહોવાહના સાક્ષીઓને ફેરિયા સાથે સરખાવવા એ તેઓનું અપમાન અને બદનામ કરવા જેવું છે.”

યહોવાહના સાક્ષીઓ લોકોને દરરોજની મુશ્કેલીઓનો સામનો કરવામાં અને તેઓને ભાવિની આશા આપીને સમાજના સુખાકારીમાં ફાળો આપે છે. બાઇબલ તેઓને એ કામ કરવામાં મદદ કરે છે. “દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે; જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર થાય.”—૨ તીમોથી ૩:૧૬, ૧૭.

યહોવાહના સાક્ષીઓ ‘દરેક સારાં કાર્યો માટે તૈયાર’ કઈ રીતે બને છે એ શું તમે જાણવા માગો છો? અમે તમને તેઓ પાસેથી બાઇબલ વિષે વધારે જાણવાનું ઉત્તેજન આપીએ છીએ. વળી, તેઓ આખા જગતમાં અને તમારા વિસ્તારમાં જે આ મહત્ત્વની સેવા આપે છે એમાંથી લાભ લો.

[પાન ૩૦, ૩૧ પર ચિત્ર]

યહોવાહના સાક્ષીઓ સ્થાનિક અધિકારીઓને સહકાર આપે છે

[પાન ૩૧ પર ચિત્ર]

યહોવાહના સાક્ષીઓ તેમના પડોશીઓને મદદ કરવા માટે જાણીતા છે