સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાણી ન રહે એવા ટાંકાંઓ

પાણી ન રહે એવા ટાંકાંઓ

પાણી ન રહે એવા ટાંકાંઓ

બાઇબલ સમયમાં, ટાંકાંઓ જમીનમાં ખાડો ખોદીને બનાવવામાં આવતા હતા. વચનના દેશમાં કેટલાક સમય સુધી પાણી રાખવાનું આ એક માત્ર સાધન હતું.

યહોવાહના ન્યાયચુકાદા વિષે નોંધ લેતા, પ્રબોધક યિર્મેયાહે ટાંકાંનો ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું: “કેમકે મારા લોકે બે ભૂંડાં કામ કર્યાં છે; તેઓએ મને એટલે જીવતા પાણીના ઝરાને તજી દીધો છે, અને ટાંકાં કે જેમાં પાણી રહે નહિ, એવાં ભાંગેલાં ટાંકાં તેઓએ પોતાને સારૂ ખોધાં છે.”—યિર્મેયાહ ૨:૧૩.

ઈસ્રાએલીઓએ “જીવતા પાણીના ઝરા” યહોવાહને ત્યજી દીધા. તેઓ વિધર્મી રાષ્ટ્રોના સૈન્ય અને જૂઠા દેવી-દેવતાઓની ઉપાસના કરવા માંડ્યા. યિર્મેયાહે સરખામણી કરીને બતાવ્યું તેમ, ઈસ્રાએલીઓએ રક્ષણ માટે કાણાં ટાંકાં જેવા લોકો પર ભરોસો મૂક્યો હતો. એનાથી તેઓને કોઈ લાભ થવાનો ન હતો.—પુનર્નિયમ ૨૮:૨૦.

શું આ અહેવાલમાં આપણા માટે કોઈ બોધપાઠ છે? ચોક્કસ! યિર્મેયાહના દિવસોમાં હતું તેમ, આજે પણ આપણા માટે યહોવાહ પરમેશ્વર જીવન આપનાર ઝરો છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯; પ્રકટીકરણ ૪:૧૧) ફક્ત તેમના અને તેમના દીકરા ઈસુ ખ્રિસ્ત દ્વારા જ માનવીઓ અનંતજીવન મેળવી શકે છે. (યોહાન ૪:૧૪; ૧૭:૩) તોપણ, યિર્મેયાહના સમયના લોકોની જેમ, આજે મોટા ભાગના લોકોએ પરમેશ્વરને ત્યજી દીધા છે. વળી, તેમના શબ્દ, બાઇબલની પણ અવગણના કરે છે. તેઓ પોતાનો ભરોસો રાજકારણ અને પરમેશ્વરનું અપમાન કરતા નિરર્થક વિચારો અને ફિલસૂફીઓ પર રાખે છે. (૧ કોરીંથી ૩:૧૮-૨૦; કોલોસી ૨:૮) તમે કોના પર ભરોસો રાખશો? શું તમે “જીવતા પાણીના ઝરા” યહોવાહ પર કે “ભાંગેલા ટાંકાં” પર ભરોસો રાખશો? પસંદગી તમારે કરવાની છે.

[પાન ૩૨ પર ચિત્ર]

ઈસ્રાએલીની કબરમાંથી માટીની બનેલી દેવીની મૂર્તિ મળી આવી

[ક્રેડીટ લાઈન]

બ્રિટિશ મ્યુઝિયમે લીધેલો ફોટો