સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરની સુંદર રચનાનો આનંદ લો!

ઈશ્વરની સુંદર રચનાનો આનંદ લો!

ઈશ્વરની સુંદર રચનાનો આનંદ લો!

શુંતમે પવિત્ર શાસ્ત્રમાં જોયું છે કે, કઈ રીતે એના લેખકો ઈશ્વર અને તેમના કામોની વાહ વાહ કરે છે? દાખલા તરીકે દાઊદે લખ્યું: “ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪) તેમ જ બીજા એક લેખકે લખ્યું: “હે યહોવાહ, તું મારો દેવ છે; હું તને મોટો માનીશ, હું તારા નામની સ્તુતિ કરીશ; કેમકે તેં અદ્‍ભુત કાર્યો કર્યાં છે.” (યશાયાહ ૨૫:૧) વળી, હજુ બીજા એક લેખક કહે છે: “ઈશ્વરના જ્ઞાનની તથા બુદ્ધિની સંપત્તિ કેવી મહાન છે!”—રૂમીઓને પત્ર ૧૧:૩૩, પ્રેમસંદેશ.

એક ડિક્શનરી પ્રમાણે ‘આશ્ચર્ય પામવું’ એટલે કે, “નવાઈ પામવું, અજાયબ થવું, વિચારમાં પડી જવું, અથવા રોજ જોવામાં ન આવે એવી બાબત કે બીના જોવી.”

જ્યારે નાનું બાળક કંઈ સાંભળે કે જુએ, ત્યારે તેને કેવી નવાઈ લાગે છે! તે મોટી મોટી આંખોએ જોયા જ કરે છે! જો કે, જેમ જેમ બાળકો મોટાં થાય છે, તેમ તેમ આ લાગણી ઓછી થતી જાય છે.

પરંતુ, પવિત્ર શાસ્ત્રના લેખકો યહોવાહનાં કામો જોઈને મોંમાં આંગળા નાખી ગયા હતા. વળી, તેઓની એ લાગણી હંમેશાં એવીને એવી જ રહી. એનું કારણ એ કે તેઓએ ઈશ્વરનાં મહાન કામો પર મનન કરવા સમય કાઢ્યો. એટલે જ દાઊદે કહ્યું: “વીત્યા દિનોને યાદ કરું છું, તારી લીલાનું ધરું છું ધ્યાન, મારા મનમાં રમ્યા કરે છે તેં જ કરેલા સઘળાં કામ.”—સ્તોત્રસંહિતા ૧૪૩:૫, સંપૂર્ણ બાઇબલ.

કેટલા આનંદની વાત છે કે આવી જ લાગણી આજે પરમેશ્વરના ભક્તોમાં પણ જોવા મળે છે! શું તમે પણ એવી જ લાગણી રાખો છો?