સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કોના વચન પર ભરોસો રાખશો?

તમે કોના વચન પર ભરોસો રાખશો?

તમે કોના વચન પર ભરોસો રાખશો?

“તેની વાતો તો મોટી મોટી હતી. પણ તેની જેમ તેનાં વચનો પણ ગાયબ થઈ ગયાં.”—રાજા હેનરી આઠમો, વિલિયમ સેક્સપિયર દ્વારા.

આવું સેક્સપિયરે, કાર્ડિનલ થોમસ વોલ્સે વિષે લખ્યું હતું. લગભગ ૫૦૦ વર્ષ અગાઉ ઇંગ્લૅન્ડના બધા ચર્ચોમાં તેમનું નામ મોટું હતું. તેમની સત્તા આખા ઇંગ્લૅન્ડને અસર કરતી હતી. ઘણા લોકો માને છે કે વોલ્સે વિષે જે લખાયું, એ આજના અધિકારીઓને પણ લાગુ પડે છે. આજે પણ લોકો ઘણાં વચન આપે છે, પણ પૂરાં નથી કરી શકતા. તેથી, સવાલ ઊભો થાય છે કે આપણે કોના પર ભરોસો મૂકીએ?

જ્યારે બોલ ના પાળે

લગભગ ૧૦ વર્ષ પહેલાં બાલ્કનમાં યુદ્ધ ચાલી રહ્યું હતું. તે સમયે યૂનાઇટેડ નેશન્સની સિક્યુરીટી કાઉન્સિલે જણાવ્યું કે, બોઝનિયાના સેબ્રનીકા શહેરમાં રહેવું સલામત છે. ઘણાએ આ વાત માની. વધુમાં, સેબ્રનીકામાં રેફ્યૂજી તરીકે રહેતા ઘણા મુસ્લિમોએ પણ આ વાત માની. પણ એ ખોટું પડ્યું, કારણ કે દુશ્મનોએ ૧૯૯૫માં સેબ્રનીકા શહેરનો કબજો કરી લીધો. (ગીતશાસ્ત્ર ૧૪૬:૩) જે મુસ્લિમો ત્યાં રહેતા હતા એમાંથી ૬,૦૦૦ અલોપ થઈ ગયા અને ૧,૨૦૦ જેટલાનું ખૂન થયું.

આપણા જીવનમાં એવા ઘણા દાખલા છે, જ્યાં વચનો આપવામાં આવે છે પણ પૂરાં થતાં નથી. વળી, ઘણા લોકો ખોટી જાહેરાતોથી કંટાળી ગયા છે. બીજા લોકો નેતાઓનાં વચનો સાંભળી સાંભળીને થાકી ગયા છે. વધુમાં, જેઓ પર આપણે ભરોસો રાખીએ છીએ, એ ધર્મગુરુઓ પણ ખોટાં કામો કરીને હોદ્દાનો દુરુપયોગ કરે છે. અરે, શિક્ષકો અને ડૉક્ટરો જેઓએ આપણી કાળજી લેવી જોઈએ, તેઓમાં ભરોસો રાખવો પણ સહેલું નથી. ઘણી વાર તેઓને ભરોસે આવેલા લોકો પર તેઓએ જુલમ કર્યો છે, અરે અમુકના ખૂન પણ કર્યા છે. તેથી, બાઇબલ સલાહ આપે છે કે, આપણે દરેક શબ્દ કે વચન માની લેવું ન જોઈએ!—નીતિવચનો ૧૪:૧૫.

વચનો જે પૂરાં થશે

તોપણ, ઘણા લોકો એવા પણ છે, જે પોતાનો બોલ પાળે છે. (ગીતશાસ્ત્ર ૧૫:૪) તેઓનો બોલ એક ગૅરન્ટી હોય છે. બીજાઓ દિલથી વચન આપે છે, પણ પાળી નથી શકતા. ઘણી વાર આપણી સ્થિતિને કારણે, આપણે બોલ પાળી નથી શકતા.—સભાશિક્ષક ૯:૧૧.

ખરેખર, આ આજે હકીકત છે કે કોઈનાં વચનોમાં ભરોસો રાખવો સહેલું નથી. તો પછી, આપણે કોના પર ભરોસો રાખીએ? ચો, આપણે બાઇબલમાં પૂરો ભરોસો રાખી શકીએ. શા માટે? ચાલો આપણે એનો જવાબ જોઈએ.

[પાન ૩ પર ચિત્ર]

AP Photo/Amel Emric