સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એક સાફ દિલનો દાખલો

એક સાફ દિલનો દાખલો

એક સાફ દિલનો દાખલો

ચાર્લ્સ, કૅન્યાની એક યુનિવર્સિટીમાં કામ કરે છે. એક દિવસ તે ઘરે જતો હતો ત્યારે, તેનો મોબાઈલ ફોન ખોવાઈ ગયો. કૅન્યામાં મોબાઈલ ફોન બહુ જ મોંઘા હોય છે.

તેથી ચાર્લ્સ કહે છે, “મને લાગ્યું કે કોઈને મારો મોબાઈલ મળ્યો હશે તોપણ, તેઓ મને પાછો નહિ આપે.” પરંતુ, ચાર્લ્સના ઘરે કોઈએ ફોન કરીને કહ્યું કે તેનો મોબાઈલ મળ્યો છે. એ જાણીને ચાર્લ્સ એકદમ ખુશ થઈ ગયો. ચાર્લ્સને કોણે ફોન કર્યો હતો? કૅન્યાની બ્રાંચ ઑફિસના યહોવાહના સાક્ષીઓએ ચાર્લ્સને ફોન કર્યો હતો. ચાર્લ્સનો મોબાઈલ એક યહોવાહના સાક્ષીને મળ્યો હતો. ચાર્લ્સનો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હતો એ જ દિવસે ત્યાં, આ યહોવાહનો સાક્ષી પણ હતો. તે મોબાઈલ મળતા જ એને યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસમાં લઈ ગયો. ત્યાર પછી ત્યાંના ભાઈઓએ ચાર્લ્સના ઘરનો ફોન નંબર શોધ્યો, અને તરત જ તેને જણાવ્યું કે તેમનો ફોન મળી ગયો છે.

પછી ચાર્લ્સે યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઓફિસને લખ્યું કે, “હું તમારો ખૂબ જ આભાર માનું છું. તમે સખત મહેનત કરીને મને શોધ્યો. તેમ જ જેને મારો મોબાઈલ મળ્યો અને પાછો આપ્યો તેમનો પણ હું ખૂબ જ આભાર માનું છું.” તેમણે એમ પણ કહ્યું કે, “આજ-કાલ નેક દિલના લોકો મળવા મુશ્કેલ છે. પણ મેં જોયું કે, યહોવાહના સાક્ષીઓ ખરેખર બધી રીતે સચ્ચાઈથી ચાલે છે.”

દુનિયાના દરેક છેડે, યહોવાહના સાક્ષીઓ સચ્ચાઈથી ચાલે છે. તેઓ પવિત્ર શાસ્ત્ર કહે છે એ પ્રમાણે જીવે છે: “અમને તો ખાતરી છે કે અમારું દિલ સાફ છે. અમે બધી બાબતમાં નેકીથી ચાલવાની ઈચ્છા રાખીએ છીએ.” (હેબ્રી ૧૩:૧૮, સંપૂર્ણ; ૧ કોરીંથી ૧૧:૧) યહોવાહના સાક્ષીઓ સચ્ચાઈને માર્ગે ચાલે છે, કેમ કે એનાથી યહોવાહને મહિમા મળે છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું: “તમે તમારૂં અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે.”—માત્થી ૫:૧૬.