સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ધર્મઆપણને કેવી રીતે અસર કરે છે?

ધર્મઆપણને કેવી રીતે અસર કરે છે?

ધર્મ આપણને કેવી રીતે અસર કરે છે?

મેલ્વીન બ્રેગ એક લેખક છે અને તે ટીવી પર પ્રોગ્રામ પણ આપે છે. તે લખે છે કે ‘ખ્રિસ્તી ધર્મમાંથી મને ઘણી મદદ મળી છે, એ માટે હું ખૂબ જ આભારી છું. વધુમાં, આ છેલ્લા ૨,૦૦૦ વર્ષમાં ખ્રિસ્તી ધર્મે આખી દુનિયાને અસર કરી છે.’—ટુ થાઉસંડ યર્સ—ધ ફર્સ્ટ મિલેનિયમ: ધ બર્થ ઑફ ક્રિશ્ચિયાનિટી ટુ ધ ક્રુસેડ્‌સ.

લાખો મેલ્વીન બ્રેગની જેમ માને છે કે ધર્મ તેઓના જીવનમાં સુધારો લાવે છે. દાખલા તરીકે, એક લેખકે મુસ્લિમ ધર્મ વિષે કહ્યું કે ‘મુસ્લિમ ધર્મએ ઘણાને મદદ કરી છે.’

ધર્મ સારું શીખવે છે કે ખરાબ?

શું ધર્મ ખરેખર સુખ-શાંતિ ફેલાવે છે? મેલ્વીન બ્રેગે આગળ લખ્યું કે ‘ખ્રિસ્તી ધર્મને માથે કલંક છે. તેઓનો ઇતિહાસ ધર્મને નામે જુલમથી ભરેલો છે.’

પરંતુ ઘણા કહેશે કે ખ્રિસ્તી તો શું બીજા બધા ધર્મોનો ઇતિહાસ પણ જુલમે ભરેલો છે. તેઓ માને છે કે ધર્મો ફક્ત ઉપર ઉપરથી જ સારા છે. હકીકતમાં આજે ધર્મને નામે ધતિંગ થાય છે. (માત્થી ૨૩:૨૭, ૨૮) એક એન્સાયક્લોપેડિયા જણાવે છે કે ‘આપણું સાહિત્ય વારંવાર જણાવે છે કે ધર્મને લીધે જ માણસોએ પ્રગતિ કરી છે. પરંતુ એ હકીકત નથી.’

તમે છાપાઓમાં વાંચ્યું હશે કે આજકાલ સાધુઓ ઠેકાણે-ઠેકાણે પ્રેમ, શાંતિ, અને દયા વિષે પ્રવચનો આપે છે. પણ તેઓ અંદરોઅંદર ધર્મને નામે નફરતની આગ ફેલાવે છે. તેથી, ઘણા લોકોને લાગે છે કે ધર્મને નામે જ વધારે નુકસાન થાય છે.

જો કોઈ ધર્મ જ ન હોય તો?

ફિલસૂફ બરટ્રેન્ડ રસેલની જેમ ઘણા માને છે: “જો અમુક સમય પછી ધર્મો ન હોય તો સારું.” તેઓ એમ પણ માને છે કે ધર્મો ન હોત તો આપણું જીવન સારું હોત. પરંતુ તેઓ ભૂલી જાય છે કે જે લોકો નાસ્તિક હોય છે તેઓમાં પણ નફરતની આગ ભભૂકતી હોય છે. તેથી યહુદી, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મોમાં ઝનૂની ભક્તો (અંગ્રેજી) પુસ્તક કહે છે: ‘હોલોકોસ્ટમાં જે થયું એમાંથી આપણે જોઈએ છીએ કે ભલે ધર્મ હોય કે ન હોય, માણસો પર તકલીફો ઊભી થવાની જ છે.’

તો શું ધર્મ આપણું જીવન સુધારી શકે? કે પછી એના લીધે વધારે મુશ્કેલીઓ ઊભી થાય છે? શું તમને લાગે છે કે આપણે ધર્મમાં માનીએ નહિ એ જ સારું? બાઇબલ આ વિષે શું કહે છે? એ જાણવા માટે આગળ વાંચો.